Search This Website

Thursday, July 29, 2021

1 ઓગસ્ટ 2021થી રજાના દિવસે પણ પગાર મળશે, અકાઉન્ટમાંથી EMI પણ કપાઈ જશે
1 ઓગસ્ટ 2021થી રજાના દિવસે પણ પગાર મળશે, અકાઉન્ટમાંથી EMI પણ કપાઈ જશેબેંક દ્વારા કરવામાં આવતા ઘણા વ્યવહારો 1 ઓગસ્ટથી રવિવારે અને રજાઓ પર પણ શક્ય બનશે. આરબીઆઈએ નેશનલ ઓટોટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) સિસ્ટમ સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, હવે તમારે પગાર અથવા પેન્શન માટે શનિવાર અને રવિવારે સપ્તાહાંતની રાહ જોવી પડશે નહીં.
રજાના દિવસે પણ પગાર મળશે
અકાઉન્ટમાંથી ઓટોમેટિક EMI પણ કપાઈ જશે
NACH એટલે શું?
રજાઓ દરમિયાન પણ તમારા ખાતામાં પગાર જમા થશે
દંડથી બચવા માટે બેંકમાં પૂરતું બેલેન્સ રાખો
આ સિવાય રજા પર તમારા ખાતામાંથી હપતો પણ કાપવામાં આવશે. એટલે કે, 1 ઓગસ્ટથી, તમારે પગાર, પેન્શન અને ઇએમઆઈ ચુકવણી જેવા મહત્વપૂર્ણ વ્યવહારો માટે વ્યવસાયિક દિવસોની રાહ જોવી પડશે નહીં.


NACH એટલે શું?
નાચ એ એક વિશાળ ચુકવણી સિસ્ટમ છે. તેનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા કરવામાં આવે છે. આ સિસ્ટમ એક સાથે અનેક ખાતાઓમાં ડિવિડન્ડ, વ્યાજ, પગાર, પેન્શન જેવી ચૂકવણીના સ્થાનાંતરણની સુવિધા આપે છે.


તે વીજળી, ટેલિફોન, ગેસ, પાણી સંબંધિત બિલ ચુકવણી અને લોન સંગ્રહ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા પ્રિમીયમ પણ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ ગ્રાહક બેંક સાથે ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સ સર્વિસ (ઇસીએસ) માટે સંમત થાય છે, ત્યારે નાચ દ્વારા એકાઉન્ટમાંથી પૈસા આપમેળે કાપવામાં આવે છે. ડાન્સ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મોટી સંખ્યામાં લાભાર્થીઓ માટે લોકપ્રિય ડિજિટલ મોડ તરીકે ઉભરી આવ્યો છે.


રજાઓ દરમિયાન પણ તમારા ખાતામાં પગાર જમા થશે
આ નવી સુવિધા શરૂ થયા પછી રવિવાર કે રજાના દિવસે પણ કર્મચારીઓના બેંક ખાતામાં પગાર જમા કરાવી શકાય છે. આ ઉપરાંત, તમારા એકાઉન્ટમાંથી બધી સ્વચાલિત ચુકવણી રવિવાર અને રજાઓ પર કરી શકાય છે.


આમાં મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી, હોમ-કાર અથવા પર્સનલ લોન, ટેલિફોન, ગેસ અને વીજળી માસિક (EMI) જેવા બીલ ભરવાનો સમાવેશ થાય છે. આજદિન સુધી રજાના વ્યવહારો ન કરવા પાછળનું કારણ એ છે કે મોટાભાગની કંપનીઓ પગાર અને અન્ય પ્રકારની ચુકવણી માટે ડાન્સનો ઉપયોગ કરે છે. આ સુવિધા રવિવાર કે બેંક રજાઓ પર ઉપલબ્ધ નથી. હાલમાં આ સુવિધા ફક્ત કામકાજના દિવસોમાં જ બેંકોમાં ઉપલબ્ધ છે.


દંડથી બચવા માટે બેંકમાં પૂરતું બેલેન્સ રાખો
જો તમને તમારા બેંક ખાતામાંથી અથવા બીએસ તરફથી કોઈપણ પ્રકારની ઇએમઆઈ અથવા ઇસીએસમાંથી સ્વચાલિત ચુકવણી મળી છે, તો 1 લી ઑગસ્ટથી ખાતામાં પૂરતું સંતુલન રાખો. જો તમે આ ન કરો અને ઓછી બેલેન્સને કારણે ચુકવણી નિષ્ફળ જાય, તો તમને બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થા દ્વારા દંડ થઈ શકે છે. વર્તમાન સિસ્ટમ અંતર્ગત રવિવાર અને સોમવારે અપૂરતી થાપણો માટે સોમવારે હપ્તા અથવા બીલ ચૂકવવામાં આવે છે.Read More »

Thursday, July 22, 2021

ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનાં હિતમાં ગુજરાત સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

 

ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનાં હિતમાં ગુજરાત સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

ગાંધીનગર, 22 જુલાઇ 2021 ગુરૂવાર

આજે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનાં આગેવાની હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 એટલે કે સોમવારથી શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે, 

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જો કે રાજ્ય સરકારે જણાવ્યું છે કે 50 ટકા કેપેસિટી સાથે જ વર્ગો શરૂ કરી શકાશે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. 

તેની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલું રહેશે. તે ઉપરાંત સ્કૂલોમાં કોરોના સંક્રમણને નિયંત્રણ રાખવા માટે કોરોના ગાઇડલાઇનનું ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. 

Read More »

ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.


વિદ્યાર્થીઓને અમુકવાર પુસ્તકો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે એમને જરૂર હોય તે પુસ્તકો તાત્કાલિક મેળવી શકાતું નથી તેવા માટે અમે તમારા માટે લઈને આવ્યા છે એક મહત્વની પોસ્ટ જેમાં તમે ક્લિક કરતાની સાથે જ તમારી જરૂરિયાત નું પુસ્તક શોધી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો અહીં આપેલી લીંક માં શિક્ષણ વિભાગ દ્વારા એ ભારત સરકાર દ્વારા ડિજિટલ લાયબ્રેરી બનાવવામાં આવી છે જેમાં ઘણા બધા અઢળક પુસ્તકો મૂકવામાં આવે છે વિદ્યાર્થીને જરૂરીયાત હોય તેવા તમામ પુસ્તકો એક જ જગ્યાએ મળી શકે તે માટે મહત્વની પોસ્ટ બનાવવામાં આવી રહી છે ડિજિટલ લાઈબ્રેરીમાં તમે કોઈપણ પુસ્તક પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો માટે મહત્વની પોસ્ટ દરેક વિદ્યાર્થીને જણાવજો અને તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી શેર કરજો

વિદ્યાર્થી જીવનમાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો હોય તે પાઠ્યપુસ્તકો છે પાઠ્યપુસ્તકોની સાથે ક્યારેક ક્યારેક વિદ્યાર્થીને વધુ માહિતી માટે સંદર્ભ પુસ્તકો ની જરૂરિયાત પડતી હોય છે અને તે સંદર્ભ પુસ્તકો મેળવવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે અને દરેક વાલીની સગવડ હોતી નથી કે બાળકના ઇશારે કે બાળકના કે તરત એના માટે પુસ્તકો લાવી શકી દરેક પાસે હાલ ની જરૂરિયાત મુજબ ઇન્ટરનેટની સગવડ હોય છે અને ઈન્ટરનેટના માધ્યમથી તમે તમારા ઉપયોગ ના પુસ્તકો મફત મેળવી શકો છો હા મિત્રો અગત્યની વાત આ જ છે કે તમે મફત મેળવી શકો છો મફત મેળવવામાં આવે એટલે કે તેને softcopy તમારો મોબાઈલ માં ડાઉનલોડ કરી શકો છો અમુક પુસ્તકો ની જરૂરિયાત પડતી હોય છે કે ફક્ત એક જ વખત ઉપયોગ કરવો પડતો હોય છે અને તેને ખરીદી કરવી પડતી હોય છે પણ હવે એવી જરૂરિયાત નથી તમે ડાઉનલોડ કરો તમારી જરૂર થાય એટલે તેને ડિલીટ કરી દો અથવા તમારા જે જરૂરિયાત હોય તે મિત્રો ને ફોરવર્ડ કરી દો તમારે કોઇ રૂપિયા ખર્ચવા ની જરૂર નથી તમે અને મફત મેળવી શકો છો અને તે મેળવવા માટે અહીં એક લીંક આપવામાં આવી છે લીંક ઓપન કરતો જ તમારી પુસ્તક જરૂરિયાતો તેને શોધી કાઢવાનું તેનો ઉપયોગ પૂર્ણ થઈ જાય એટલે તમારા મનમાં જે મૂંઝવણ હોય તે દૂર થઈ જશે અને મફતમાં તેનો ઉપયોગ કરી શકાય છે તો આ લાઇબ્રેરીમાં કરોડોની સંખ્યામાં પુસ્તકો છે તમારી જરૂરિયાત મુજબનું પુસ્તક તમે મેળવી શકો છો અને આ વાત તમારા મિત્રો ને પણ જાણ કરજોભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.


વિદ્યાર્થીઓની જરૂરીયાત વાળા પુસ્તકો મેળવવા માટે મહત્વની લિંક અહીં ડિજિટલ લાયબ્રેરી આપવામાં આવી છે ડિજિટલ લાયબ્રેરી એટલે કે તમે ઇન્ટરનેટના માધ્યમથી તમારી જે પુસ્તક મેળો હોય તે મેળવી શકો ડિજિટલ લાયબ્રેરી ખૂબ જ ઉપયોગી અને સરળ રહે છે અમુક વાર એવું બનતું હોય કે તમે કોઈ ખેતરમાં કામ કરતા હોય અથવા તો વાહનમાં મુસાફરી કરતા હોય એવા સમય તમારે ક્યારેક પુસ્તકની જરૂર પડી જાય કે તમારી અંદર પાઠ્યપુસ્તક સંદર્ભ કોઇ ગ્રંથ કે તમારા ભણવામાં ઉપયોગી સંદર્ભ તરીકે ની કોઈપણ વસ્તુ જરૂર પડી જાય તો તમે ચાલુ વાહનમાં મુસાફરી દરમિયાન અથવા કોઈ મેદાનમાં રમત રમતા હોય અથવા તો ખેતરમાં કાર્ય કરતા હોય તેવા સમયે તમારી જરૂર પડી જાય તો તમે તે કેવી રીતે મેળવી શકો તો તેના માટે સહેલો રસ્તો છે તમારો ફોન મોબાઈલમાં ઈન્ટરનેટ હોય તો તમે ગમે ત્યારે તમારી જરૂરિયાત ની વસ્તુ મેળવી શકો છો અહીં ડિજિટલ લાયબ્રેરી આપી છે તે ઉપર કરતાની સાથે જ તમારે તમારી જરૂરિયાતના સંદર્ભમાં પુસ્તક શોધી કાઢવાનું અને તેને ડાઉનલોડ કરી લેવાનું આ ખૂબ જ સરળ અને સરસ ઉપાય છે માટે આ લીંક કાયમ સાચવી રાખવી અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો તમામ તમારા મિત્રોને વાલીઓ તમારા પરિવારજનો કુટુંબના મિત્રો દરેકને આ લીન્ક મોકલશો અને ઉપયોગી થશો અમુક વાર આપણે પુણ્યના કામ કરી શકતા નથી પણ આવ વધુમાં વધુ આવું જ્ઞાન વેચવાથી એ પણ પુણ્યનું જ કરીએ છીએ માટે દરેક ને જાણ કરશો

મહત્વપૂર્ણ લિંક

પુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

પુસ્તકો ડાઉનલોડ કરવાની એપ્લિકેશન માટે અહીં ક્લિક કરો 


ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.
Read More »

Wednesday, July 21, 2021

સ્પેસની દુનિયાની 5 દુર્ઘટના:લેન્ડિંગ યોગ્ય થયું, પૃથ્વી પર તાળીઓ વાગવા લાગી, સ્પેસક્રાફટની અંદર જોયું તો યાત્રીઓનાં મોં-નાક-કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું, તેઓ મૃત્યુ પામ્યા હતા

સ્પેસની દુનિયાની 5 દુર્ઘટના:લેન્ડિંગ યોગ્ય થયું, પૃથ્વી પર તાળીઓ વાગવા લાગી, સ્પેસક્રાફટની અંદર જોયું તો યાત્રીઓનાં મોં-નાક-કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું, તેઓ મૃત્યુ પામ્યા હતા
હ્યુસ્ટન, અમે ખતરામાં છીએ. ચંદ્ર પર જનારી પ્રથમ વ્યક્તિ નીલ આર્મ્સસ્ટ્રોગના મિશન પર બનેલી ફિલ્મ અપોલો 13ના ડાયલોગ આજે પણ આંખમાં આસુ લાવી દે છે. સ્પેસ સાથે જોડાયેલા મિશનની વાસ્તવિક તસવીર હોય કે પછી કોઈ ફિલ્મ, એને જે જુએ તે થોડાક સમય માટે એક અજીબ પ્રકારનો ડર અનુભવે છે. આ ડર આમ જ નથી હોતો, પરંતુ સ્પેસ સાથે જોડાયેલી ઘટનાઓ આ વાતની સાક્ષી છે. ગત 11 જુલાઈએ જ્યારે પ્રથમ વખત 6 સામાન્ય માણસો સ્પેસયાત્રા કરી રહ્યા હતા, ત્યારે ટ્વિટર, યુ-ટ્યૂબ જ્યાંથી પણ એને લાઈવ બતાવવામાં આવી રહી હતી ત્યાં સૌથી વધુ એ સવાલ પૂછવામાં આવ્યો કે શું બધું યોગ્ય ચાલી રહ્યું છે ?

આ પાછળનું સૌથી મોટું કારણ તો એ છે કે સામાન્ય માણસ તો ઠીક છે, વર્ષોવર્ષ અંતરીક્ષમાં જનારા ઘણા વૈજ્ઞાનિકો જ સ્પેસમાં ગયા પછી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અમે અહીં અંતરીક્ષની આવી જ 5 ભયાનક ઘટના વિશે જણાવી રહ્યા છે...

સોયૂજ 1ઃ રશિયાએ ઉતાવળમાં અંતરીક્ષમાં મોકલી દીધું હતું યાન
વર્ષ 1967, પશ્ચિમી દેશો અને સોવિયત સંઘની વચ્ચે અંતરીક્ષમાં પહોંચવાની હોડ લાગી હતી. ત્યારે સોવિયત ક્રાંતિનાં 50 વર્ષ પૂરાં થવાની ઈવેન્ટ આવી હતી. રશિયાએ વધુ તપાસ કર્યા વગર જ સોયૂજ 1 યાનને વ્લાદિમીર કોમેરેવની સાથે લોન્ચ કર્યું. એક અંતરીક્ષ યાત્રીએ એક બુકમાં આ ઘટના વિશે લખ્યું છે કે રશિયાએ મિશનને ઉતાવળથી લોન્ચ કરાયું હતું. જ્યારે એ હવામાં ઊડ્યું તો એમાં ઘણી ટેક્નિકલ ખામીઓ હતી. પરિણામ એ આવ્યું કે અંતરીક્ષમાં સ્પેસક્રાફટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. પરત ફરતી વખતે કોમેરોવની પેરાશૂટ ન ખૂલી અને તેમનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાએ વિશ્વના અંતરીક્ષ યાત્રીઓને હલાવી નાખ્યા હતા. એને અંતરીક્ષ યાત્રાની પ્રથમ મોટી દુર્ઘટના પણ કહેવામાં આવે છે.

અંતરીક્ષ યાન દુર્ઘટનાગ્રસ્ત થવા પર વ્લાદિમીર કોમરેવ એમાંથી બચીને નીકળી ગયા હતા.

સોયૂજ 11ઃ મોં, કાન અને નાકમાંથી લોહી નીકળ્યું, ત્રણે અંતરીક્ષ યાત્રીઓનાં મૃત્યુ
સોયૂજ 1ની દુર્ઘટનાના 4 વર્ષ પછી 1971માં રશિયાએ સોયૂજ 11ને 3 યાત્રી વિક્ટર પેત્સયેવ, વ્લાદિસ્લેવ વોલકોવ અને જ્યોર્જીની સાથે સ્પેસમાં મોકલ્યું. તેણે રશિયાના સ્પેસ સ્ટેશન સેલ્યૂટ 1 પર પહોંચવાનું હતું. અગાઉ કરવામાં આવેલી ભૂલને રિપીટ કરવામાં આવી ન હતી. સંપૂર્ણ તૈયારી હતી. આ કારણે યાન સ્પેસ સ્ટેશન પર એકદમ યોગ્ય રીતે લેન્ડ થઈ ગયું. નીચે રશિયાના વૈજ્ઞાનિકો ખુશ થઈ ગયા. જોકે થોડા સમય પછી જ્યારે સ્પેસક્રાફટમાં કોઈ હલચલ ન થઈ તો યાનની અંદર લાગેલા કેમેરાને જોવામાં આવ્યા. એ પછી ધરતી પર હાજર અંતરીક્ષ વૈજ્ઞાનિકોના ચહેરાના રંગ બદલાઈ ગયા. ત્રણે યાત્રીઓનાં મોં, નાક અને કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેઓ મૃત્યુ પામ્યા હતા.

આ ત્રણ અંતરીક્ષ યાત્રીઓની યાદમાં રશિયા સિવાય વિશ્વના સ્પેસની દુુનિયામાં રુચિ દેખાડનારી દરેક વ્યક્તિ રડી પડી હતી.

લોન્ચ થયાની 73 સેકન્ડ પછી ટુકડાઓમાં વહેંચાઈ ગયું NASAનું શટલ ચેલેન્જર
બે દુર્ઘટના પછી રશિયાના સ્પેસવાળા પ્રોજેક્ટ ઢીલા પડી ગયા. જોકે આ દુર્ઘટનાનાં 17 વર્ષ પછી 28 જાન્યુઆરી 1986એ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના અંતરીક્ષ યાન સ્પેસ શટલ ચેલેન્જરની જે સ્થિતિ થઈ એનાથી સમગ્ર દુનિયા હલી ગઈ. આ એવી દુર્ઘટના હતી કે 73 સેકન્ડ પહેલાં ધરતી પરથી નીકળતી વખતે જે 7 યાત્રીની ખુશી સમાતી ન હતી, તેમના માત્ર એક મિનિટ પછી ચીંથરાં ઊડી ગયાં હતાં. લોન્ચિંગ પછી ઓ-રિંગે કામ કરવાનું બંધ કરી દીધું અને તે બધાની સામે જ ફાટી ગયું. આ દુર્ઘટના થવા પાછળનું કારણ ઠંડી હોવાનું કહેવાઈ રહ્યું છે.

યાન ઊડે એ પહેલાં યાત્રીઓના ચહેરા પર ખુશી હતી.

એ દુર્ઘટના, જેણે ભારતની પુત્રી કલ્પના ચાવલાનો જીવ લઈ લીધો
નાસાના શટલ ચેલેન્જરવાળી દુર્ઘટનાના 17 વર્ષ પછી 1 ફેબ્રુઆરી 2003એ સમગ્ર વિશ્વમાં ખુશી છવાઈ ગઈ હતી. ખાસ કરીને ભારતમાં. એક ભારતીય મૂળની છોકરી કલ્પના ચાવલા સ્પેસની યાત્રા પૂરી કરવાની હતી. કોલંબિયા સ્પેસ શટલ ધરતી પર પરત ફરી રહ્યું હતું, જોકે શટલની વિંગની ગરમી રોકનારી ટાઈલ્સ ઊખડી ગઈ. શટલ જ્યારે પૃથ્વીના વાયુમંડળમાં આવ્યું તો ગરમ હવાઓનો સામનો ન કરી શક્યું. કલ્પના ચાવલા સહિત યાનમાં બેઠેલા તમામ 7 અંતરીક્ષ યાત્રીનાં મૃત્યુના 41 સેકન્ડ પહેલાં જ ખ્યાલ આવ્યો હતો કે તેમનું યાન નિયંત્રણ ગુમાવી ચૂક્યું છે.

તસવીરમાં વચ્ચે દેખાઈ રહેલી ભારતીય મૂળની કલ્પના ચાવલાને દેશ આજે પણ યાદ કરે છે.

સ્પેસમાં યાત્રીઓને આગે ચારેતરફથી ઘેરી લીધા, જોકે તેમણે પોતાનો જીવ બચાવી લીધો
અંતરીક્ષમાં ઘટનારી મોટી દુર્ઘટનાઓમાં ચંદ્ર પર જનાર અપોલો મિશનની પણ ગણતરી થાય છે. એવું બન્યું કે જ્યારે યાન અંતરીક્ષમાં હતું ત્યારે કેબિનમાં આગ લાગી હતી. વાસ્તવિક રીતે ત્યાં કેટલીક જ્વલનશીલ વેલકરો સ્ટ્રિપ રાખવામાં આવી હતી, ત્યાં જ શુદ્ધ ઓક્સિજન પણ હતો. જોકે સમય જતાં યાત્રીઓનું ત્યાં ધ્યાન ન રહ્યું અને ગુસ ગ્રિસોમ તથા અડવર્ડ વ્હાઈટની કોકપિટને ચારેતરફથી આગે ઘેરી લીધી. જોકેે આવા કપરા સમયમાં પણ બંનેએ હાર ન માની અને પોતાને બચાવવા માટે કૂદી પડ્યા. આ કારણે 27 જૂન 1967ના રોજ અંતરીક્ષમાં ગયેલા અપોલો 1માં કોઈનો પણ જીવ ન ગયો.
Read More »

વધતી ગરમીથી હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે, એશિયાની 100 કરોડની વસતી પર જળસંકટનો ખતરો
વધતી ગરમીથી હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે, એશિયાની 100 કરોડની વસતી પર જળસંકટનો ખતરો


અમદાવાદ, ઈન્દોર, દિલ્હી, બેંગલુરુ, રુરકી અને નેપાળના નિષ્ણાતોનું સંશોધન
વૈશ્વિક તાપમાન વધતા સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર ક્ષેત્રના રહેવાસીઓ પર ગંભીર અસર પડશે


હિમાલય-કારાકોરમના પહાડી વિસ્તારોમાં વૈશ્વિક તાપમાન વધવાથી સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીના ઘાટી ક્ષેત્રોમાં રહેતી આશરે 100 કરોડની વસતીના જીવન અને આજીવિકા જોખમાઈ જશે. હિમાલયના ગ્લેશિયર પીગળવાથી નદીઓ તોફાની બની ગઈ છે. તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી તરફ, હવામાનના ફેરફારો ખેતી, લોકોની આજીવિકા અને જળ-વીજળી ક્ષેત્રને પણ પ્રભાવિત કરશે. આ દાવો અનેક સંશોધકોએ કરેલા અભ્યાસમાં કરાયો છે.

આ અભ્યાસ અમદાવાદ, ઈન્દોર, દિલ્હી, બેંગલુરુ, રુરકી અને નેપાળના નિષ્ણાતોએ કર્યો છે. આ અભ્યાસ પ્રમાણે, હિમાલય-કારાકોરમ ક્ષેત્રમાં નદીઓનું જળસ્તર ગ્લેશિયર પીગળવાથી, વરસાદ પડવાથી અને ભૂજળથી પ્રભાવિત થાય છે. હિમાલય-કારાકોરમ ક્ષેત્રનો અડધો બરફ હિમનદીઓમાં જમા છે. જુદી જુદી ઋતુમાં ગ્લેશિયરો પીગળવાનું સ્તર વિવિધ નદીમાં પાણીના પ્રવાહને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે એપ્રિલથી જૂન સુધી ઊનાળામાં હિમાલય-કારાકોરમ પહાડોમાંથી બરફ પીગળવાથી પ્રવાહ વધે છે. પછી ઓક્ટોબર સુધી ગ્લેશિયરો ધીમી ગતિએ પીગળે છે.

શિયાળામાં બરફ જમા થાય છે, પરંતુ વૈશ્વિક તાપમાન હિમાલય-કારાકોરમ ક્ષેત્રની હિમનદીઓ, હિમપ્રપાત અને વરસાદની પેટર્નને પણ પ્રભાવિત કરી રહ્યું છે. તેની અસર નદીઓના ઘાટી ક્ષેત્રના નીચેના વિસ્તારોમાં પણ પડશે.

આ સંશોધન પેપરના વડા અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, ઈન્દોરના આસિસ્ટન્ટ પ્રો. ફારુક આઝમ કહે છે કે, અમારા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે નદીના પ્રવાહમાં ફેરફારોથી સિંચાઈ માટે જરૂરી પાણીની ઉપલબ્ધતાનો સમય અને માત્રા પર પણ અસર પડશે. ગ્લેશિયરો પહેલા જૂનમાં પીગળતા, પરંતુ હવે તે એપ્રિલમાં જ પીગળવા લાગે છે.

આ ફેરફાર આજીવિકા અને અર્થતંત્રને પણ પ્રભાવિત કરશે. અમારું અનુમાન છે કે, 2050 સુધી વિવિધ ઋતુમાં ગ્લેશિયરો પીગળવાથી નદીમાં જળસ્તર વધશે. તેની અસર હિમાલય-કારાકોરમ નદી ઘાટીના 20.75 લાખ ચોરસ કિ.મી. ક્ષેત્ર પર પડશે, જેમાં 5,77,000 ચોરસ કિ.મી.નું સિંચાઈ ક્ષેત્ર પણ સામેલ છે.

વૈશ્વિક વસતીના આશરે 13% લોકો આ વિસ્તારોમાં રહે છે
આ અભ્યાસ પ્રમાણે, હિમાલય-કારાકોરમના પહાડોમાં તાપમાન વધવાના ફેરફારની અસર દિલ્હી, કોલકાતા, લાહોર, કરાચી અને ઢાકા જેવા એશિયાના શહેરો પર પડશે. તાજા આંકડા પ્રમાણે, અહીં રહેતા લોકોની સંખ્યા વૈશ્વિક વસતીના આશરે 13% છે. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાની આઠમાંથી એક વ્યક્તિ અહીં રહે છે.

ભારતમાં કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તર હરિયાણા, રાજસ્થાનનો અમુક વિસ્તાર સિંધુ નદી બેઝિનમાં આવે છે. દિલ્હી, દક્ષિણ હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પ. બંગાળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો મોટા હિસ્સો ગંગા બેઝિનમાં છે, જ્યારે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મોટા ભાગનું આસામ, મેઘાલય, નાગાલેન્ડ બ્રહ્મપુત્ર બેઝિનમાં આવે છે.

Read More »

Tuesday, July 20, 2021

ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ:વલસાડ જિલ્લામાં નદી-નાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યા, 500થી વધુ લોકો સંપર્ક વિહોણા, પાણીના વ્હેણમાંથી પસાર થવા લોકો મજબૂર
☔ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ:વલસાડ જિલ્લામાં નદી-નાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યા, 500થી વધુ લોકો સંપર્ક વિહોણા, પાણીના વ્હેણમાંથી પસાર થવા લોકો મજબૂર


વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જોકે, ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પ્રભાવિત વિસ્તારોમાં રાહત થઇ છે. બે દિવસથી સતત વરસતાં વરસાદના પગલે અંતરિયાળ વિસ્તારોના રસ્તાઓ થયા બંધ થઇ ગયા છે. જેથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કપરાડાના મોહનાકાવચાલીનો માર્ગ પર નદીના પાણી ફરી વળતા કોઝવે પાણીમા ડૂબ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અંદાજીત 500થી 600 લોકો સંપર્ક વિહોણા બન્યા છે. તો મધુબન ડેમની સપાટી 71.50 મીટર પર છે. જેમાં ઇન ફ્લો 12550 અને આઉટ 21085 ફ્લો ક્યુસેક પાણી છે. ગઇકાલે ડેમના 7 દરવાજા ખોલાય હતાં જેમાથી 3 દરવાજા 2 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે.ધરમપુરના નાની વાહિયાળ ખાતે આમલી ફળિયાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો
વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસતા વરસાદને પગલે ધરમપુરના નાની વાહિયાળ ખાતે આમલી ફળિયાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે કપરાડા અને ધરમપુરમાં વરસાદને લઈ રસ્તાઓ બંધ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અંદાજીત 500થી 600 લોકો સંપર્ક વિહોણા બન્યા છે.આમધા ગામે ઝરી ફળિયામાં આવેલ કોઝવે પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું
કપરાડા તાલુકાના આમધા ગામે ઝરી ફળિયામાં આવેલ કોઝવે પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે. દર વર્ષે આ કોઝવે પુલને ઊંચો બનાવવા રજૂઆતો કરવા છતાં તંત્ર વહીવટી ઘોરનિદ્રામાં રહેતાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. ગ્રામજનો અને વાહન ચાલકોએ જીવના જોખમે લોઝવે ઉપરથી પસાર થઇ રહેલા વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.રાત્રે 8 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીનો વરસાદ
કપરાડા- 10 મીમી
ધરમપુર- 17 મીમી
પારડી- 02 મીમી
વલસાડ- 03 મીમી
વાપી- 07 મીમીસાવરે 08 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો વરસાદ
ઉમરગામ- 01 મીમી
ધરમપુર- 12 મીમી
પારડી- 9 મીમી
વલસાડ- 09 મીમી
વાપી- 04 મીમી​​​​​મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
દક્ષિણ ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના પગલે વલસાડના મધુબન ડેમમાં અંદાજે 90 હજાર ક્યુસેક પાણીની આવક થતાં ગઇકાલે ડેમના સાત દરવાજા ત્રણ મીટર સુધી ખોલાયા હતા. જોકે, સાત પૈકી ચાર દરવાજા આજે બંધ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે ત્રણ દરવાજા બે મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યાં છે. કપરાડામાં ભારે વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. કપરાડાના સિલધા ચવાચે નદીના પાણી કોઝવે પુલ ઉપર ફરી વળતાં સાત ફળિયાના લોકો સંપર્ક વિહોણા થયા હતા.
Read More »

Sunday, July 18, 2021

દેશનો સૌપ્રથમ કિસ્સો:4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીની અમદાવાદમાં સફળ સર્જરી, તબીબોએ પગનું હાડકું કાપી તેનું જડબું બનાવી પ્લાસ્ટિક સર્જરી કરી
દેશનો સૌપ્રથમ કિસ્સો:4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીની અમદાવાદમાં સફળ સર્જરી, તબીબોએ પગનું હાડકું કાપી તેનું જડબું બનાવી પ્લાસ્ટિક સર્જરી કરી

  • જૂનાગઢની 4 વર્ષની ઝેનાબને જડબામાં કેન્સરની દુર્લભ ગાંઠ હતી
  • બાળકીના પગના હાડકાને આરીથી કાપીને જડબાનું સ્વરૂપ આપવામાં આવ્યું
  • બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરી પુન:સ્થાપિત કરાયુ.

ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)ના તબીબોએ ફરી એક વખત પોતાની કાર્યક્ષમતા-કાબેલિયતનો પરચો બતાવ્યો છે. 4 વર્ષના કેન્સર પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો દેશમાં આ પ્રથમ કિસ્સો છે તેમ જી.સી.આર.આઇ.ના તબીબોએ જણાવ્યું છે. દેશ અને વિશ્વમાં દુર્લભ ગણી શકાય તેવી 4 વર્ષના કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે.

4 વર્ષની બાળકીને દુર્લભ કેન્સર થતા પરિવાર ચિંતામાં
ભવનાથની તળેટી જૂનાગઢમાં રહેતા ઝેનાબને જડબાના ભાગમા સાર્કોમાં ગાંઠ જોવા મળી હતી. સાર્કોમાં એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. તેમાં પણ 4 વર્ષની બાળકીમાં જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો. નાનીવયમાં આવી ગંભીર ગાંઠ જણાઇ આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા. વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા ત્યાના તબીબો પણ આ પ્રકારની ગાંઠ જોઇ સ્તબ્ધ રહી ગયા હતા. તબીબોએ ઝેનાબના પરિવારજનોને આવા ગંભીર પ્રકારની સર્જરી ફક્ત અમદાવાદની સિવિલ મેડિસિટીની જી.સી.આર.આઇ. ઇન્સ્ટીટ્યુટમાં જ શક્ય હોવાનું જણાવી જી.સી.આર.આઇ. મોકલ્યા હતા.
કેન્સરગ્રસ્ત જડબાને ન કાઢાય તો કેન્સર ફેલાવાની શક્યતા હતી
માઇક્રોવેસ્ક્યુલર સર્જરીને કોઠાસુઝ અને પોતાના અનુભવથી સફળતાપૂર્વક પાર પાડનારા પ્લાસ્ટિક સર્જન ડૉ. હેમંત સરૈયા કહે છે કે, ઝેનાબના કિસ્સામાં કેન્સરગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો મોઢાના અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શક્યતાઓ પ્રબળ હતી. જે બાળકીના જીવને જોખમ ઉભુ કરે તેમ હતુ. આ પરિસ્થિતિઓ વચ્ચે વધુ પડકારજનક હતુ કાઢેલા જડબાને પુન:સ્થાપિત કરવું હતું.

પગનું હાડકું કાપી નવું જડબું બનાવાયું
કેન્સરગ્રસ્ત જડબું કાઢીને ફરી વખત બનાવવામાં ન આવે તો બાળકીનો ચહેરો બેડોળ બનાવાની સંભાવના પણ રહેલી હતી. આ સર્જરીમાં તેના દાંત સામ-સામે ન બેસે તો સમગ્ર જીવનકાળ દરમિયાન પ્રવાહી ખોરાક પર રહેવાની ફરજ પડે તેમ હતું. આ તમામ પરિણામો બાળકીના શારીરીક અને માનસિક વિકાસ પર પણ અસર પહોંચાડતા હોઈ બાળકીનું જડબું બનાવવામાં પણ ઘણી મુશકેલીઓ હતી. કારણ કે, બાળકના પગનું હાડકુ ઘણું નાનું અને પાતળું હોય છે. જેથી તેને આરીથી કાપીને જડબાના સ્વરૂપમાં રૂપાતંરિત કરવું પડે છે. આ દરમિયાન 1 મી.મી. જેટલી પણ ખામી સર્જાય તો બાળકીના બંને જડબા બરાબર બેસી શકે નહીં. વળી આરીથી હાડકુ કાપતી વખતે જડબાની નીચેના ભાગમાં રહેલી લોહીની નળી ભૂલથી કપાઇ જાય તો આખું હાડકુ નકામું બની શકે. જેથી નવઆકાર લઇ રહેલા હાડકામાં અતિમોંધી ટાઇટેનીયમની ત્રણ-ચાર પ્લેટો અને 12 થી 16 જેટલા સ્ક્રુ નાંખી તેને જોડવાની જરૂરિયાત ઉભી થઇ.હાડકાની વાળ સાઈઝની નળીઓને ગળા અને મગજ સાથે જોડાઈ
આ સમગ્ર સર્જરીનો સૌથી જોખમી હિસ્સો આ હાડકાની વાળ જેટલી સાઇઝની ત્રણ લોહીની નળીઓને ગળા અને મગજની નળીઓ સાથે જોડીને તેમાં લોહીનું પરિભ્રમણ પૂર્વવત કરવાનો હતો. જો કરવામાં ન આવે અને કોઇપણ નળી બ્લોક થઇ જાય અને નવનિર્મિત હાડકુ સળી જવાની પ્રબળતા રહેલી હતી. આ તમામ પરિસ્થિતિ સાથે જી.સી.આર.આઇ.ના પ્લાસ્ટીક સર્જન ડૉ. હેમંત સરૈયા, ડૉ.પ્રીતમ અને કેન્સર સર્જન ડૉ.ઉમાંક ત્રિપાઠી અને ટીમે આ પડકારજનક ઓપરેશનને સળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું.

કેવી રીતે કરાયું જટિલ ઓપરેશન?
તેઓએ સૌ પ્રથમ ગળામાં કાણું પાડીને બાળકીને શ્વાસ માટેની હંગામી વ્યવસ્થા ગોઠવી અને કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખાવમાં આવ્યું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું, લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી. કાપેલા નવા હાડકાને જડબાના માપ મુજબ આકાર આપવામાં આવ્યો. ત્યારબાદ તેને સપોર્ટ અને મજબૂતાઇ માટે ટાઇટેનીયમની પ્લેટ્સ અને સ્ક્રુ સાથે બેસાડવામાં આવ્યા.

ત્યારબાદ આ ફ્લેપની ત્રણ લોહીની નળીઓને કે જે વાળ જેટલી પાતળી હતી, તેને ગળાની અને મગજનાં ભાગમાંથી રક્તવહન કરતી નળીઓ સાથે માઇક્રોસ્કોપની મદદથી ગળાના ભાગને 8થી 10 ગણું મોટું કરી જોડવામાં આવી. આમ લોહીનું પરિભ્રમણ પુન:કાર્યરત થયું. ઓપરેશન બાદ આ નળીઓ સંકોચાઇ ન જાય અને લોહીનો ગઠ્ઠો આવી જવાથી બ્લોક ન થઇ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું.

9 કલાકની જટિલ સર્જરીમાં તબીબોને સફળતા મળી
9 કલાકની અતિજટીલ સર્જરીના અંતે ઝેનાબની પીડાનો સુખદ અંત આવ્યો. હવે તે પીડામૂક્ત થઇ નીરાંતની નીંદર લઇ રહી છે. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપી કસરતની શરૂઆત કરવામાં આવશે અને થોડા સમયબાદ નવા દાંત પણ નાંખવામા આવશે. આ સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પડ્યા બાદ અને પોતાના દીકરીને પીડામૂક્ત જોઇ પરિવારજનો ભાવવિભોર થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇ.ના તબીબોનો 8 થી 10 લાખ જેટલી ખર્ચાળ અને અતિજટીલ સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા અને અતિજોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડતા પરિવારે તેમનો આભાર માન્યો હતો.

GCRIમાં આધુનિક મશીનરી અને ટેકનોલોજીની સુવિધા
G.C.R.I. ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું છે કે, કેન્સરગ્રસ્ત નાગરિકો માટે રાજ્ય સરકારના સહયોગથી અમારી ઇન્સ્ટીટ્યુટમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલ્ધ કરાવવામાં આવી છે. દર્દીઓને વિનામૂલ્યે અથવા તો નજીવા ખર્ચે કેન્સરની તમામ ખર્ચાળ સારવાર ઉપલબ્ધ થઇ રહી છે. દેશની અન્ય કેન્સર હોસ્પિટલમાં ન હોય તેવી અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીની મદદથી કેન્સરગ્રસ્ત દર્દીઓના નિદાન સારવાર માટે જી.સી.આર.આઇ. કટિબધ્ધ છે.
Read More »

સફાઈ કર્મચારી બની સરકારી અધિકારી
સફાઈ કર્મચારી બની સરકારી અધિકારી:લગ્નના 5 વર્ષ બાદ પતિએ છોડી, 2 બાળકોની જવાબદારી ઉપાડતાં ઉપડતાં અભ્યાસ પૂર્ણ કર્યો; 2 વર્ષ સુધી રસ્તા પર ઝાડું પણ માર્યું.
RAS-2018 (રાજસ્થાન પ્રશાસનિક સેવા)માં મહેનત અને લગનના જોરે નાના ગામડાંના લોકોએ પણ પોતાના નામના પરચમ લહેરાવ્યા છે. જીવનમાં આવતી પરેશાનીઓને પડકાર તરીકે જોઈ અને પોતાની યોગ્યતા પુરવાર કરી. આ અભ્યર્થિઓમાં એક છે આશા કંડારા. નગર નિગમમાં કાર્યરત આશાએ રસ્તાઓ પર ઝાડું લગાવ્યું, 2 બાળકોની સારસંભાળા કરી, અને આટલી જવાબદારી વચ્ચે પણ તેને મન લગાવીને અભ્યાસ કર્યો. તેનું ફળ પણ તેને મળ્યું. આશાની પસંદગી RAS-2018માં થઈ છે. બીજી વાત એક દ્રષ્ટિહીનની છે જેને એક્ઝામ આપવા માટે લાંબી કાયદાકીય લડાઈ લડી, જે બાદ તેને સફળતા મળી છે.

ન હારી હિંમત

પહેલી વાત છે જોધપુરના રસ્તાઓ પર ઝાડું લગાડનારી નિગમ કર્મચારી આશા કંડારાની. 8 વર્ષ પહેલાં પતિના સાથે અણબનાવ બાદ બે બાળકોના ભરણ પોષણની જવાબદારી ભજવતા આશાએ પહેલાં ગ્રેજ્યુએશન કર્યું. હવે RAS પણ ક્લિયર કર્યું છે. પરીક્ષાના 12 દિવસ પછી જ તેની પસંદગી સફાઈ કર્મચારી તરીકે થઈ હતી. જો કે પરિણામ માટે બે વર્ષ રાહ જોવી પડી. આ દરમિયાન તેને રસ્તાઓ પર ઝાડું લગાવ્યું, પરંતુ હિંમત હારી ન હતી.

લગ્નના 5 વર્ષ પછી જ પતિએ છોડી

આશાને નક્કી કરી લીધું છે કે અધિકારી જ બનવું છે. ભલે જ તેના માટે ગમે તેટલી મહેનત જ કેમ ન કરવી પડે. આશા કહે છે કે પરીક્ષા આપ્યા બાદ તેને વિશ્વાસ હતો કે તેની પસંદગી જરૂરથી થશે. આશા જણાવે છે કે 1997માં તેના લગ્ન થયા. 5 વર્ષ પછી પતિએ છોડી દીધી. પિતા રાજેન્દ્ર કંડારા એકાઉન્ટન્ટની સેવાથી રિટાયર થઈ ગયા હતા. એવામાં તેઓએ પતિથી અલગ થઈને કંઈક ખાસ કરવાનું નક્કી કરી લીધું હતું. મુશ્કેલ પરિસ્થિતિમાં મહેનત કરીને 2016માં ગ્રેજ્યુએશન કર્યું.


ગ્રેજ્યુએશન પછી તલાક

ગ્રેજ્યુએશન કર્યા બાદ એક વર્ષ પછી આશાના તલાક થઈ ગયા. વિપરીત પરિસ્થિતિઓ હોવા છતા પણ 2018માં સફાઈ કર્મચારી ભરતીની પરીક્ષા આપી. આ સાથે જ RAS પ્રી-પરીક્ષાની તૈયારી માટે દિવસ-રાત અભ્યાસ કર્યો. ઓનલાઈન અભ્યાસની સાથે કોચિંગ ક્લાસ પણ કર્યા. ઓગસ્ટમાં પ્રી-પરીક્ષા આપી. ઓક્ટોબરમાં રિઝલ્ટ આવ્યું તો પાસ થતાં જ RAS મેન્સની તૈયારીઓમાં લાગી ગઈ.

આ વચ્ચે સફાઈ કર્મચારીના પદ પર નિયુક્તિનો પત્ર આવી ગયો તો તે નોકરી જોઈન કરી લીધી. આશાને પાવટાના મુખ્ય માર્ગ પર સફાઈ માટે કામે લગાડવામાં આવી. મુખ્ય માર્ગ પર ઝાડું લગાડવામાં પણ તેને કોઈ શરમ ન અનુભવી. જ્યારે મંગળવારે RASમાં પસંદગી થઈ તો તેની ખુશીનું ઠેકાણું ન રહ્યું.
Read More »

રાજસ્થાનના શ્રીયંશે જૂનાં જૂતાંથી સર્જ્યો 3 કરોડ રૂ.નો કારોબાર; 50 લોકોને નોકરી આપી, 4 લાખથી વધુ ચપ્પલ દાન પણ કરી ચૂક્યા છે.

 

રાજસ્થાનના શ્રીયંશે જૂનાં જૂતાંથી સર્જ્યો 3 કરોડ રૂ.નો કારોબાર; 50 લોકોને નોકરી આપી, 4 લાખથી વધુ ચપ્પલ દાન પણ કરી ચૂક્યા છે.ઘણીવાર આપણે જૂનાં જૂતાં પહેરવાનું છોડી દઈએ છીએ અથવા એને કચરામાં ફેંકી દઈએ છીએ. એક રિપોર્ટ અનુસાર, લગભગ 35 અબજ જૂનાં જૂતાં દર વર્ષે ફેંકી દેવામાં આવે છે, જ્યારે 1.5 અબજ લોકોને ખુલ્લા પગે રહેવું પડે છે, તેમને જૂતાં કે ચપ્પલ નસીબમાં હોતાં નથી.

રાજસ્થાનના રહેવાસી શ્રીયંશ ભંડારી અને ઉત્તરાખંડના રહેવાસી રમેશ ધામીએ આ બંને સમસ્યાઓથી બચવા માટે એક પહેલ કરી છે. બંને મિત્રો મળીને જૂનાં જૂતાંમાંથી નવાં જૂતાં અને ચપ્પલ તૈયાર કરી રહ્યા છે. દેશભરમાં તેમના જૂતાંની ડિમાન્ડ છે. અનેક મોટી કંપનીઓ માટે પણ તેઓ જૂતાં બનાવી રહ્યા છે. એનાથી તેઓ વર્ષે 3 કરોડ રૂપિયાનો કારોબાર કરી રહ્યા છે. આ સાથે ગરીબોને મફત ચપ્પલ વહેંચવાનું અભિયાન પણ ચલાવી રહ્યા છે.

મિત્રએ જૂનાં જૂતાંમાંથી તૈયાર કર્યા નવાં જૂતાં, તો આવ્યો આઈડિયા
26 વર્ષના શ્રીયંશ રાજસ્થાનના ઉદયપુરથી આવે છે. તેઓ સ્ટેટ લેવલના એથ્લીટ પણ રહી ચૂક્યા છે, જ્યારે રમેશ ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લાના રહેવાસી છે. બંનેની દોસ્તી મુંબઈમાં થઈ, જ્યાં તેઓ મેરેથોનની ટ્રેનિંગ લેવા માટે આવતા હતા.વર્ષ 2015ની વાત છે. શ્રીયંશ મુંબઈના જયહિન્દ કોલેજથી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. એક દિવસ રનિંગ દરમિયાન તેમણે જોયું કે રમેશ જૂનાં જૂતાંને નવાં બનાવીને પહેરે છે. શ્રીયંશને આ આઈડિયા સારો લાગ્યો, કેમ કે એથ્લીટ્સનાં જૂતાં મોંઘા આવે છે અને ઘણીવાર થોડા સમયમાં ખરાબ પણ થઈ જાય છે. એવામાં તેમને વારંવાર બદલવાં પડે છે. જો આ જૂતાંને ફરીથી પહેરવાલાયક બનાવી દેવામાં આવે તો પૈસાની બચત થશે.

આ વિચાર સાથે શ્રીયંશ અને રમેશે આ આઈડિયા પર કામ કરવાનું શરૂ કર્યું. તેમણે જૂનાં જૂતાંમાંથી કેટલાંક સેમ્પલ તૈયાર કર્યાં અને અમદાવાદમાં એક પ્રદર્શનમાં સામેલ થયા. નસીબ સારું રહ્યું અને તેમનાં સેમ્પલનું સિલેક્શન પણ થઈ ગયું. એ પછી શ્રીયંશ અને રમેશને લાગ્યું કે આ કામને આગળ વધારવું જોઈએ. તેમણે મુંબઈમાં ઠક્કરબાપા કોલોનીમાં સ્થિત એક જૂતાં બનાવતા નાના યુનિટનો કોન્ટેક્ટ કર્યો. તેમણે પોતાની ડિમાન્ડ જણાવી અને કેટલાક પ્રોટોટાઈપ તૈયાર કરાવ્યા. એ પછી અન્ય બે કોમ્પિટિશન તેઓ જીત્યા અને લગભગ 5 લાખ રૂપિયા કમાયા.શ્રીયંશ કહે છે ત્યારે એક-બે અખબારમાં અમારા કામ વિશે સમાચાર છપાયા હતા. આથઈ પરિવારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા હતા. અમે પરિવાર પાસેથી 5-5 લાખ ઈનામની રકમ મેળવીને 10 લાખ રૂપિયાથી 2016માં મુંબઈમાં અમારા બિઝનેસની શરૂઆત કરી. ગ્રીન સોલ નામથી કંપની રજિસ્ટર કરાવી. કામ કરવા માટે ભાડા પર એક ઓફિસ લીધી, કારીગર રાખ્યા અને કેટલાક પ્રોટોટાઈપ ખરીદી લીધા.

શ્રીયંશ કહે છે, અમે શરૂઆતમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડથી ખેલાડીઓનાં જૂનાં જૂતાં કલેક્ટ કરી લાવતા હતા અને તેમાંથી નવાં જૂતાં તૈયાર કરતા હતા. પછી એને અલગ-અલગ શહેરોમાં લોકોને મોકલવામાં આવતાં હતાં. એ પછી અમે એક્ઝિબિશનમાં પણ સામેલ થવા લાગ્યા. અમને અહીં પણ સારો રિસ્પોન્સ મળ્યો. એ પછી અમે ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા એનું માર્કેટિંગ કરવા લાગ્યા.

તેઓ કહે છે, અમારો કોન્સેપ્ટ થોડો અલગ હતો, આથી મોટી કંપનીઓને પણ અમારો આઈડિયા પસંદ આવ્યો. અમે તેમની ડિમાંડ અનુસાર તેમના માટે જૂતાં તૈયાર કરવા લાગ્યા. આ રીતે અમે આગળ વધતા રહ્યા. ધીમે ધીમે કોર્પોરેટ કસ્ટમર વધવા લાગ્યા. હાલ અમારી પાસે 65થી વધુ એવા કોર્પોરેટ કસ્ટમર જોડાયા છે.

4 લાખથી વધુ જૂનાં જૂતાં રિસાઇકલ્ડ કરી ચૂક્યાં છેશ્રીયંશ કહે છે, અત્યારસુધી અમે લોકો 4 લાખથી વધુ જૂનાં અને ખરાબ જૂતાં રિસાઇકલ કરી ચૂક્યા છીએ. દર વર્ષે અમારો આંકડો વધતો રહ્યો છે. જોકે કોરોનાને કારણે અમારી ઝડપ ઓછી થઈ છે. કલેક્શન સેન્ટર પર લોકો વધુ જૂતાં પહોંચાડી શકતા નથી. આશા છે કે હવે ફરી એનો વ્યાપ વધશે. ફંડિંગ અંગે શ્રીયંશ કહે છે, અમને શરૂઆતથી જ સારો રિસ્પોન્સ મળ્યો, આથી પૈસાની ક્યારેય મુશ્કેલી થઈ નથી. અનેક મોટી કંપનીઓ અમને સ્પોન્સરશિપ પણ આપે છે, એનાથી ઘણો સપોર્ટ મળી જાય છે.

ક્યાંથી કલેક્ટ કરીએ છીએ જૂનાં જૂતાં?
શ્રીયંશ કહે છે, અમે અનેક લેવલ પર જૂતાં કલેક્ટ કરીએ છીએ. એમાં પર્સનલ લેવલથી લઈને કોર્પોરેટ લેવલ પર પણ કલેક્શનનું કામ થાય છે. અનેક સ્કૂલ-કોલેજ પણ અમારી સાથે જોડાયેલી છે. તેઓ પોતાના સ્ટુડન્ટ્સનાં જૂનાં જૂતાં અમને આપે છે. અમે તેમને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપીને જૂતાં અમારા યુનિટ પર મગાવી લઈએ છીએ. કેટલાક સોશિયલ ઓર્ગેનાઈઝેશન અને NGO પણ અમને જૂતાં કલેક્ટ કરીને મોકલે છે. આ રીતે કેટલીક મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓનાં જૂનાં જૂતાંને એકત્ર કરીને અમને મોકલે છે.

એટલું જ નહીં, જૂતાં વેચતી અનેક મોટી કંપનીઓ અમારી સાથે જોડાયેલી છે. તેઓ પોતાનાં જૂનાં અને ખરાબ જૂતાં અમને મોકલે છે. અમે લોકો તેમને નવાં જૂતાં તૈયાર કરીને તેમને મોકલીએ છીએ. તેના માટે પ્રત્યેક જૂતા પર 200 રૂપિયા અમારો ચાર્જ લઈએ છીએ.આ ઉપરાંત પર્સનલ લેવલ પર પણ લોકો પોતાનાં જૂતાં મોકલી શકે છે. આ માટે તેઓ અમારા કલેક્શન સેન્ટરની મુલાકાત કરી શકે છે કે કુરિયરના માધ્યમથી મોકલી શકે છે. હાલ મુંબઈ અને ઝારખંડમાં અમારાં કલેક્શન સેન્ટર છે.

કેવી રીતે તૈયાર કરે છે જૂતાં?
શ્રીયંશની ટીમમાં હાલ 50 લોકો કામ કરે છે. એમાંથી કેટલાક લોકો માર્કેટિંગ સાથે જોડાયેલા છે અને કેટલાક લોકો મેન્યુફેક્ચરિંગ સાથે. તેઓ કહે છે, નવાં જૂતાં તૈયાર કરવા માટે અમે લોકો જૂનાં જૂતાંને તેમની ક્વોલિટીના હિસાબે અલગ-અલગ કેટેગરીમાં વહેંચીએ છીએ. એ પછી સોલ અને ઉપરનો પાર્ટ અલગ કરી લઈએ છીએ. એ પછી પ્રોસેસ કરીને એક સ્ટાન્ડર્ડ સોલ તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે ઉપરના ભાગને પણ પ્રોસેસ કરીને નવેસરથી તૈયાર કરીએ છીએ. એ પછી એથી નવાં જૂતાં તૈયાર કરીએ છીએ.

આ રીતે જે જૂતાંમાંથી નવાં જૂતાં ન બની શકે એ અમે ચપ્પલ બનાવીએ છીએ. ક્વોલિટી અને વરાઇટી અનુસાર એ અલગ-અલગ હોય છે. બિઝનેસની સાથે શ્રીયંશ અને રમેશ એ લોકોને મફતમાં ચપ્પલ વહેંચવાનું અભિયાન પણ ચલાવે છે, જેઓ ગરીબ છે, જે નવાં ચપ્પલો અને જૂતાં ખરીદી શકતા નથી. અત્યારસુધીમાં 4 લાખથી વધુ લોકોને તેઓ ચપ્પલ ડોનેટ કરી ચૂક્યા છે.માર્કેટિંગ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવી?
શ્રીયંશ કહે છે, શરૂઆતમાં અમે સોશિયલ મીડિયા અને એક્ઝિબિશનની મદદ લીધી. સ્પોર્ટ્સ ગ્રુપ અને ખેલાડીઓ સાથે વાત કરી, તેમને જૂતાં ઉપલબ્ધ કરાવ્યાં. એ પછી અમારી સાથે કોર્પોરેટ કસ્ટમર્સ જોડાતા ગયા. એ પછી અમે ઓનલાઈન માર્કેટિંગની શરૂઆત કરી. પોતાની વેબસાઈટ બનાવી, અમેઝોન અને ફ્લિપકાર્ડ જેવાં પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવી. એનાથી અમારું વેચાણ ઘણું સારું થવા લાગ્યું. ઓફલાઈન લેવલ પર અમે દેશનાં અલગ અલગ શહેરોમાં પોતાના રિટેલર્સ રાખ્યા છે, અનેક લોકોએ ડીલરશિપ પણ લઈ રાખી છે.

માર્કેટિંગ સ્ટ્રેટેજીને લઈને શ્રીયંશ કહે છે, અમે સોશિયલ મીડિયા પર પેઈડ એડ રન કરાવી, ગૂગલ પર પણ કેટલીક જાહેરાત આપી. એની સાથે જ અમે સેલિબ્રિટી પ્રમોશનનો ઉપયોગ કર્યો. અમે મોટા મોટા સેલિબ્રિટીને ગિફ્ટ તરીકે જૂતાં મોકલીએ છીએ, તેઓ અમારી પ્રોડક્ટની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ. એનાથી લોકોને સારો રિસ્પોન્સ મળે છે.

Read More »

ગુજરાતમાં આજે કોરોનાનાં 33 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત, રિક્વરી રેટ 98.72 ટકા
ગુજરાતમાં આજે કોરોનાનાં 33 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત, રિક્વરી રેટ 98.72 ટકા
રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે.કોરોનાની બીજી લહેર જાણે હાંફતી જોવા મળે છે. આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. જ્યારે 71 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. જોકે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યનો રિક્વરી રેટ 98.72 ટકા થયો છે.

રાજ્યના અત્યાર સુધીમાં કુલ 10,076 નાગરિકોનો કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ 8,13,924 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ કુલ 493 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 493 પહોંચી ગઈ છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે વડોદરા કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, તાપી 4, અમરેલી 2, બનાસકાંઠા 2, ગીર સોમનાથ 2, જામનગર કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, રાજકોટ 1, વડોદરા 1, વલસાડ 1, કેસ નોંધાયા છે.

રાજ્યનાં 5 કોર્પોરેશન વિસ્તાર અને 10 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે, જ્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, મોરબી, કચ્છ, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી.
Read More »

કોંક્રિટના જંગલ વચ્ચે લીલોતરીનું કવચ: અમદાવાદમાં વધુ એક મીની જંગલ ઊભું કરાશે, જાપાની મિયાવાકી પદ્ધતિથી રિવરફ્રન્ટ પર 45,000 વૃક્ષોનું વાવેતર થશે
કોંક્રિટના જંગલ વચ્ચે લીલોતરીનું કવચ: અમદાવાદમાં વધુ એક મીની જંગલ ઊભું કરાશે, જાપાની મિયાવાકી પદ્ધતિથી રિવરફ્રન્ટ પર 45,000 વૃક્ષોનું વાવેતર થશેકોંક્રિટના જંગલ વચ્ચે લીલોતરીનું કવચ: અમદાવાદમાં વધુ એક મીની જંગલ ઊભું કરાશે, જાપાની મિયાવાકી પદ્ધતિથી રિવરફ્રન્ટ પર 45,000 વૃક્ષોનું વાવેતર થશે


મંગળવારે રિવરફ્રન્ટ પર ચંદ્રનગર બ્રિજ પાસે ગૃહમંત્રીના હસ્તે વૃક્ષારોપણ
ચંદન, સિંદુર, સિરિસ, ઉમરો, રક્તચંદન જેવા 170 પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે
બાયોડાયવર્સિટી પાર્ક ફેઝ-1 અત્યારે 20,000 ચોરસ મીટર જગ્યામાં બનાવ્યો છે
ફેઝ-2ને 45,000 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવશે

અમદાવાદ શહેરમાં વૃક્ષોનું ગ્રીનકવર વધારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્લોટ તેમજ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વૃક્ષો વાવવાનો નિર્ણય કરાયો છે. જેના પગલે આગામી મંગળવારે સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગર બ્રિજ પાસે આવેલા બાયોડાયવર્સિટી પાર્કની જગ્યા પર જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી 45,000 વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે.


રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક ઉભો કરાશે
રૂપિયા 2.5 કરોડના ખર્ચે ઉભું થનાર આ બાયોડાયવર્સિટી ફેઝ 2નો વૃક્ષારોપણ કાર્યક્રમ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે યોજવામાં આવશે. રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક ઉભો કરવામાં આવ્યો છે જેમાં 20 હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે.


મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આ મામલે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્કમાં 45,000 વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવશે. ચંદન, સિંદુર, સિરિસ, ઉમરો, રક્તચંદન જેવા 170 પ્રકારના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવશે. જેનાથી પક્ષીઓ આકર્ષાય છે. પહેલા 5,000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે, ત્યારબાદ બાકીના 40,000 વૃક્ષો ત્રણ માસમાં રોપવામાં આવશે. પાંચ વર્ષ સુધી માવજત કરવામાં આવશે. મંગળવારે સવારે ગૃહમંત્રીના હસ્તે આ કાર્યક્રમ યોજાવાનો છે.બાયોડાયવર્સિટી પાર્ક ફેઝ-2માં 45000 હજાર વૃક્ષોનું વાવેતર

2 જ વર્ષમાં વૃક્ષો સ્વાવલંબી બને છે
અત્યારે જે સામાન્ય પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરવામાં ત્રણ વર્ષ લાગે છે, તેના કરતા આ મિયાવાકી પદ્ધતિથી 2 વર્ષમાં જ વૃક્ષો સ્વાવલંબી બને છે. ગત વર્ષે નારોલ હાઈવે ખાતે પાયલોટ પ્રોજેકટ તરીકે 3,000 વૃક્ષોનો ઉછેર કર્યો હતો. જેની સફળતા જોતા આ વર્ષે મોટા 5 લાખ વૃક્ષો પૈકી 30 ટકાનો આ પદ્ધતિથી ઉછેર કરવા નિર્ણય કરાયો છે. આ પદ્ધતિ દ્વારા વિવિધ પ્રકારની જમીન પર ઝડપથી, ટકાઉ તથા કેમિકલમુક્ત વન વિસ્તાર વિકસાવી શકાય છે. અને તેનાથી વૃક્ષો ઝડપથી ઉગી શકે છે.
2 જ વર્ષમાં વૃક્ષો સ્વાવલંબી બનશે

કેવી રીતે વૃક્ષારોપણ કરાશે?
6 થી 12 ઇંચના અંતરે રોપા રોપવામાં આવે છે. પહેલા વર્ષે છોડની ઊંચાઈ 12 થી 15 ફૂટ થઈ જાય છે. જયારે બીજા વર્ષે 20-25 ફૂટની ઊંચાઈ થાય છે. મિયાવાકી વૃક્ષોની કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા 30 ગણી વધુ છે અને 10 ગણી ઝડપી વધે છે. તેમાં 30-40 પ્રકારના વૃક્ષો ઉગાડી શકાય. બે વર્ષમાં આ‌ વૃક્ષો સ્વાવલંબી બને છે.
ફેઝ-2ને 45,000 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવશેજાપાનીઝ પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરાશે
Read More »

Saturday, July 17, 2021

રસીકરણ પછી પણ કોરોનાના કેસ માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર
રસીકરણ પછી પણ કોરોનાના કેસ માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર

આઈસીએમઆરના સરવેનું તારણ
રસી લીધા પછી કોરોના થતાં માત્ર ૯.૮ ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૬


કોરોના વિરોધી રસી લેવા છતાં કોરોનાની ઝપેટમાં આવનારા મોટાભાગના કેસોમાં ચેપનું કારણ કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ છે. જોકે, આવા કેસોમાંથી માત્ર ૯.૮ ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર પડી છે તથા મૃત્યુદર પણ ૦.૪ ટકા જેટલો નીચો રહ્યો છે તેમ આઈસીએમઆરના એક સરવે પરથી જણાયું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ભારતીય તબીબી સંશોધન પરિષદ - આઈસીએમઆર)ના એક નવા અભ્યાસમાં જણાયું છે કે રસીકરણ પછી ચેપ થવાને 'બ્રેકથૂ્ર ઈન્ફેક્શન' કહેવાય છે. ભારતમાં 'બ્રેકથૂ્ર ઈન્ફેક્શન' એટલે કે રસીકરણ પછી થયેલા કોરોનાના કેસની તપાસનો આ સૌથી મોટો અને પહેલો રાષ્ટ્રવ્યાપી સરવે છે. આ સરવેના વિશ્લેષણ પરથી જણાયું છે કે રસી લીધા પછી પણ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર ઓછી પડે છે અને ચેપથી મોતની સંભાવના બહુ ઓછી છે. અભ્યાસમાં કહેવાયું છે કે કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવા માટે રસીકરણ અભિયાન વધારવું અને લોકોને વહેલી તકે રસી આપવી સૌથી મહત્વપૂર્ણ રણનીતિ હશે. તેનાથી દેશમાં હોસ્પિટલો પરનું ભારણ પણ ઘટશે.

આ અભ્યાસમાં સાર્સ-સીઓવી-૨ના બે નવા સ્વરૃપ ડેલ્ટા 'એવાય.૧' અને 'એવાય.૨'ની પણ ઓળખ થઈ હતી.આઈસીએમઆરે કોરોનાની રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સીનના એક અથવા બંને ડોઝ લીધા પછી કોરોનાનો ભોગ બનનારા ૬૭૭ લોકોના નમૂના એકત્રીત કર્યા હતા. આ નમૂના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લેવાયા હતા. અભ્યાસમાં જણાયું કે મોટાભાગના આવા કેસ (૮૬.૦૯ ટકા)માં ચેપનું કારણ કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હતો. ભારતના મોટાભાગના વિસ્તારોમાં આવા કેસનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ છે, પરંતુ ઉત્તર ભારતમાં કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ વધુ ફેલાયો છે.
Read More »

લાલ દરવાજા બસ ટર્મિનસ માટે પ્લેટફોર્મની કામગીરી શરૂ, મ્યુનિ. સ્નાનાગરથી અપના બજાર રોડ બંધ

લાલ દરવાજા બસ ટર્મિનસ માટે પ્લેટફોર્મની કામગીરી શરૂ, મ્યુનિ. સ્નાનાગરથી અપના બજાર રોડ બંધ
15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી રોડ બંધ રહેશે, અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાશે

વિકટોરિયા ગાર્ડનથી SBI બેન્ક થઈ આપના બજાર તરફ જતો રસ્તો ચાલુ રહેશે : AMC

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષોથી લટકાવેલી રાખેલી લાલ દરવાજા ટર્મિનસના વિકાસની યોજના ફાસ્ટ ટ્રેક ઉપર મુકવામાં આવી છે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા ટર્મિનસના પ્લેટફોર્મની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ આપી લાલ દરવાજા અમદાવાદ મ્યુનિ. સ્નાનાગરથી હોમગાર્ડ ઑફિસથી આપના બજારવાળો રોડ બંધ કરવાની જાહેરાત છે. તા. 15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી રોડ બંધ રહેશે. અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાશે. જોકે, વૈકલ્પિક રૂટ તરીકે વિકટોરિયા ગાર્ડનથી SBI બેન્ક થઈ આપના બજાર તરફ જતો રસ્તો ચાલુ રહેશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક દાયકા પહેલાં લાલ દરવાજા ટર્મિનસના વિકાસની જાહેરાત કરવામાં આવી હતી તે વખતે રૂ. 78 કરોડના ખર્ચે ભદ્ર ફોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. પહેલા તબક્કામાં ભદ્ર ફોર્ટનો વિકાસ કરવાનો હતો અને બીજા તબક્કામાં હેરીટેજની તર્જ ઉપર લાલ દરવાજા ટર્મિનસનો વિકાસ કરવાનો હતો પણ ભદ્ર ફોર્ટના પહેલા તબક્કામાં વિલંબ થયો હતો જેથી માત્ર ફર્સ્ટ ફેસનું કામ થયું હતું અને કેન્દ્ર સરકારે વિલંબના કારણે બીજા તબક્કા માટે ગ્રાન્ટ આપવાની ના પાડી હતી. બીજો તબક્કો શરૂ થઈ શક્યો ન હતો. લાલ દરવાજા બસ સ્ટેશનના વિકાસની યોજના લટકી પડી હતી.

લાલ દરવાજા બસ સ્ટેશનને હોમગાર્ડ ગ્રાઉન્ડમાં ખસેડવાની યોજના પણ બની હતી પણ તે પણ આગળ વધી ન હતી. હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા ટર્મિનસના વિકાસની યોજના અમલી બનાવી છે જેનું કામ શરૂ કરાયું છે જેના માટે એક રોડ બંધ કરાયો છે.
Read More »

Thursday, July 15, 2021

ખુદ્દારીની વાત:ધો.12 પછી અભ્યાસ છૂટ્યો, પિઝા ડિલિવરીનું કામ કર્યુ, રસ્તા પર સ્ટોલ લગાવ્યો; આજે કરોડોની કંપનીના માલિક છે
ખુદ્દારીની વાત:ધો.12 પછી અભ્યાસ છૂટ્યો, પિઝા ડિલિવરીનું કામ કર્યુ, રસ્તા પર સ્ટોલ લગાવ્યો; આજે કરોડોની કંપનીના માલિક છે.


દિલ્હીના રહેવાસી સુનીલ વશિષ્ઠ, અત્યંત ગરીબ પરિવારમાં ઉછર્યા. પિતાજી નાનું-મોટું કામ કરતા, મોટો પરિવાર, ખર્ચ વધુ અને આવક નહીંવત્. મજબૂરીથી 12મા ધોરણ પછી સુનીલને અભ્યાસ છોડી દેવો પડ્યો. થોડા સમય માટે તેમણે દૂધની દુકાનમાં નોકરી કરી, પ્રાઈવેટ કંપનીઓમાં કામ કર્યુ, પિઝા ડિલિવરી બોયની જોબ કરી. જ્યારે સેલેરી અને પોઝિશન સારી થઈ તો નોકરીમાંથી રવાના કરી દેવાયા. એક જ ઝાટકે તેઓ બેરોજગાર થઈ ગયા.

તેના પછી સુનીલે નક્કી કર્યુ કે તેઓ હવે નોકરી ન કરીને ખુદનું કોઈ કામ કરશે. તેમણે દિલ્હીમાં એક ફૂડ સ્ટોલ લગાવવાનું શરૂ કર્યુ પરંતુ તેને પણ બંધ કરી દેવામાં આવ્યો. તેના પછી પણ તેમણે હાર ન માની અને લોન લઈને કેકની દુકાન ખોલી. આજે દિલ્હી, નોઈડા, બેંગલુરુ સહિત દેશના 15 શહેરોમાં તેમનો કારોબાર છે. દર વર્ષે તેઓ કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે. 100થી વધુ લોકોને તેમણે નોકરી આપી છે.

10મા ધોરણ પછી કરવા લાગ્યા હતા નોકરી

સુનીલ કહે છે કે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. ધો. 10ની પરીક્ષા પાસ કર્યા પછી હું આગળ ભણવા માગતો હતો પણ પિતાજીએ મનાઈ કરી દીધી. તેમણે સ્પષ્ટ કહી દીધું કે હવે મારે ખુદનો ખર્ચ કાઢવો પડશે, તેમના તરફથી પૈસા નહીં મળે. સુનીલ માટે આ સેટબેક હતો પણ તેમણે કોશિશ જારી રાખી અને ધો. 12માં પ્રવેશ મેળવ્યો. તેના પછી તેઓ દૂધની દુકાનમાં 200 રૂપિયા પ્રતિ માસના પગારે પાર્ટ ટાઈમ જોબ કરવા લાગ્યા. આ રીતે તેમના અભ્યાસ અને ખુદનો ખર્ચ નીકળવા માંડ્યો. ધો. 12ના અભ્યાસ પછી તેમણે જેમતેમ કરીને ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવ્યો પણ પૈસાના અભાવે તેમણે અધવચ્ચે જ અભ્યાસ છોડી દેવો પડ્યો.

બે વખત રિજેક્ટ થયા, પછી મળી પિઝા ડિલિવરી બોયની જોબ
અભ્યાસ છોડ્યા પછી સુનીલે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. થોડા વર્ષ કામ કર્યા પછી તેમણે પિઝા બનાવતી એક કંપનીમાં નોકરી માટે અરજી કરી પણ ઓછું ભણેલા હોવાથી અને અંગ્રેજી બોલી ન શકતા હોવાથી તેઓ બે વખત રિજેક્ટ થયા. ત્રીજા પ્રયાસમાં આખરે તેમને નોકરી મળી ગઈ.અહીં તેમણે પિઝા ડિલિવરીનું કામ મળ્યું. સુનીલે ખૂબ મહેનત કરી. જે પણ ટાસ્ક મળ્યું તેને નિશ્ચિત સમયમાં પૂરું કરીને આપ્યું. તેનાથી તેમની સારા કર્મચારી તરીકે ગણના થવા લાગી. ધીમે ધીમે તેમને પ્રમોશન પણ મળતું થયું અને તેઓ મેનેજરની પોસ્ટ સુધી પહોંચ્યા. લગભગ 5 વર્ષ સુધી તેમણે અહીં કામ કર્યુ.46 વર્ષના સુનીલે કહે છે કે મારા કામથી ખુશ થઈને મને મેનેજર બનાવી દેવાયો. હું પૂરા સમર્પણ સાથે કામ પણ કરી રહ્યો હતો. પોઝિશન અને સેલેરી બધુ બરાબર હતુ. આ દરમિયાન જ એક દિવસ મારી પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ અને મારે ઓફિસથી ઘરે જવું પડ્યું. બીજા દિવસે જ્યારે હું કામ પર ગયો તો એ વાત માટે બોસ નારાજ થયા અને મારી પાસેથી જબરદસ્તીથી રાજીનામું લઈ લીધું.

રસ્તા પર ફૂડ સ્ટોલ લગાવ્યો તો લોકોએ બંધ કરાવી દીધો
તેઓ કહે છે કે નોકરી ગુમાવ્યા પછી થોડા દિવસ હું અપસેટ રહ્યો. તેના પછી નક્કી કર્યુ કે હવે વધુ ફાંફા મારવા નથી. કોઈ કંપનીમાં કામ કરવાના બદલે ખુદનું જ કંઈક કામ શરૂ કરીશું. આ વિચાર સાથે 2003માં સુનીલે દિલ્હીમાં રસ્તા પર ફૂડ સ્ટોલ લગાવવાનું શરૂ કર્યુ. પ્રથમ દિવસથી જ તેમનો સારો રિસ્પોન્સ મળવા લાગ્યો. ધીમે ધીમે ગ્રાહકો વધવા લાગ્યા. તેમને લાગ્યુ કે હવે બધુ ફરી ટ્રેક પર આવી રહ્યું છે.

પરંતુ, મુશ્કેલીઓ એટલી જલદીથી તેમનો સાથ છોડવાની નહોતી. આસપાસના દુકાનદારોએ એમસીડીને ફરિયાદ કરીને તેમની દુકાન બંધ કરાવી દીધી. સુનીલ એકવાર ફરી સડક પર આવી ગયા. આ વખતે પરેશાની વધારે હતી, કેમકે નોકરી પણ નહોતી અને બિઝનેસ પણ બંધ કરવો પડ્યો હતો.
તેના પછી સુનીલે નક્કી કર્યુ કે હવે તેઓ રસ્તા પર સ્ટોલ લગાવવાના બદલે ખુદની દુકાન જ ખોલશે, પરંતુ શાની દુકાન એ મોટો સવાલ હતો. તેમણે થોડા મહિના રિસર્ચ કર્યુ. આ લોકેશનના હિસાબે એનેલિસિસ કર્યુ કે કયો બિઝનેસ અહીં સારો ચાલી શકે છે. ત્યારે નોઈડામાં મોટી મોટી કંપનીઓ ખુલી રહી હતી. તેમને લાગ્યું કે જો કેકની શોપ ખોલવામાં આવે તો સારો એવો નફો કમાઈ શકાશે.

કેક વેચવાનો આઈડિયા સફળ રહ્યો
વર્ષ 2007-08માં તેમણે પોતાના દોસ્તો અને પરિચિતો પાસેથી ઋણ લઈને ફ્લાઈંગ કેક્સ નામની એક દુકાન ખોલી. લગભગ એક વર્ષ સુધી તેમણે કોઈ નફા વિના કામ કર્યુ. તેઓ મોટી મોટી કંપનીઓની ઓફિસ સામે પોતાની દુકાનના કાર્ડ વહેંચતા હતા જેથી કસ્ટમર્સને તેમના વિશે ખ્યાલ રહે.

એક દિવસ એક મહિલા પોતાના પુત્રના જન્મદિન માટે તેમની દુકાનમાં આવી. એ મહિલાને સુનીલની દુકાનની કેક ખૂબ પસંદ પડી. બીજા દિવસે એ મહિલાએ સુનીલને પોતાની ઓફિસે બોલાવ્યા અને પોતાના સમગ્ર સ્ટાફના બર્થડે સેલિબ્રેશન માટે તેમની સાથે ટાઈઅપ કરી લીધું. એ મહિલા એક મોટી કંપનીમાં સિનિયર પોસ્ટ પર હતી.સુનીલ માટે આ ટર્નિંગ પોઈન્ટ હતો. તેમને તેનાથી પૈસા તો વધુ ન મળ્યા પણ બિઝનેસના હિસાબે તેમને ભરપૂર સપોર્ટ મળ્યો. માર્કેટમાં તેમની સારી એવી ઓળખ થવા લાગી. ધીમે ધીમે બીજી કંપનીઓ પાસેથી પણ તેમને ઓર્ડર મળવા લાગ્યા. આ રીતે તેમનો કારોબાર વધવા લાગ્યો. કસ્ટમર્સની ડિમાન્ડ અનુસાર તેઓ નવી નવી ફ્લેવર લોન્ચ કરવા લાગ્યા.

અત્યારે સુનીલ પાસે 30થી વધઉ ફ્લેવરની કેક છે. દિલ્હી, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરુ, સમસ્તીપુર, કોલકાતા સહિત દેશના 15 શહેરોમાં તેમની દુકાન છે. જ્યાં 100થી વધઉ લોકો કામ કરે છે. તેઓ સોશિયલ મીડિયા અને રિટેલરશિપ દ્વારા માર્કેટિંગ કરે છે. અનેક લોકોને તેમણે ફ્રેન્ચાઈઝી આપી રાખી છે. ટૂંક સમયમાં જ તેઓ દેશના અન્ય શેહોરમાં પણ પોતાનું આઉટલેટ શરૂ કરશે. કેકની સાથે, પિઝા, બર્ગર અને સેન્ડવિચ લોન્ચ કરવાનું પણ તેઓ પ્લાનિંગ કરી રહ્યા છે.Read More »

હિનાએ એક વર્ષ અગાઉ ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, આજે દર મહિને 2.5 લાખનો બિઝનેસ, 5 મહિલાને નોકરી પણ આપી.

હિનાએ એક વર્ષ અગાઉ ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, આજે દર મહિને 2.5 લાખનો બિઝનેસ, 5 મહિલાને નોકરી પણ આપી.


કોરોના આવ્યા પછી દુનિયાભરમાં હેલ્થ સપ્લિમેન્ટ્સની માગ વધી ગઈ છે. મોટા ભાગના લોકો ઈમ્યુનિટી બૂસ્ટરનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ મહામારી વચ્ચે અનેક નવી નવી બ્રાન્ડ્સ અને સ્ટાર્ટઅપ શરૂ થયાં છે, એમાં એની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી રહ્યા છે અને તેમને ઉત્તમ નફો પણ મળી રહ્યો છે. મુંબઈના રહેવાસી હિના યોગેશ પણ તેમાંનાં એક છે. ગત વર્ષે ઓગસ્ટમાં તેમણે ઘરેથી જ હેલ્થ સપ્લિમેન્ટ્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. આજે તેમની પાસે 20થી વધુ પ્રોડક્ટ્સ છે, દેશભરમાં માર્કેટિંગ કરી રહ્યાં છે. દર મહિને 2.5 લાખનું ટર્નઓવર તેઓ મેળવી રહ્યાં છે.

37 વર્ષીય હિના મુંબઈમાં ઊછર્યાં, MBAનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે કેટલાંક વર્ષો સુધી કામ કર્યું. એ પછી તેમના લગ્ન થઈ ગયા અને પોતાના પતિ સાથે ચેન્નઈ શિફ્ટ થયા. ત્યાર બાદ સંતાનો થયાં અને તેઓ ફરી નોકરી જોઈન ન કરી શક્યાં. ઘરેથી જ તેઓ થોડુંઘણું ફ્રિલાન્સ વર્ક કરતાં હતાં.

પુત્ર રમતી વખતે જલદી થાકી જતો હતો
આ બિઝનેસને શરૂ કરવાના પ્લાન અંગે હિના કહે છે કે અમારો પુત્ર ફિઝિકલી થોડો નબળો હતો. તે રમતી વખતે જલદી થાકી જતો હતો. આ કારણથી અમે ખૂબ પરેશાન રહેતાં હતાં. ત્યાર પછી ડોક્ટર અને એક્સપર્ટ્સની સલાહ પછી અમે હોમમેડ હેલ્થ સપ્લિમેન્ટ્સ આપવાનું શરૂ કર્યું. એમાં એવી પ્રોડક્ટ્સ હતી જે અમારાં દાદી અગાઉથી ઉપયોગ કરતાં આવ્યા ંછે, જેમ કે તુલસીનાં પાન, મોરિંગા પાઉડર, હળદર-મરીથી બનેલી પ્રોડક્ટ પોતાના બાળકને આપવાનું શરૂ કર્યું.

એનું સારું પરિણામ પણ મળ્યું. 6 મહિનાથી પણ ઓછા સમયમાં પુત્રની ઈમ્યુનિટી વધી ગઈ. વરસાદમાં ભીંજાયા પછી પણ તે બીમાર પડતો નહોતો, તેની સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ વધી ગઈ. એ પછી અમે એનો રેગ્યુલર ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું.

હિના વધુમાં કહે છે, જ્યારે અમને આવી પ્રોડક્ટ્સના ઉપયોગથી ઉત્તમ રિઝલ્ટ મળ્યું તો એને લઈને રિસર્ચ કરવાનું શરૂ કર્યું કે અન્ય કઈ કઈ પ્રોડક્ટ્સનો ઉપયોગ અમે કરી શકીએ છીએ. લગભગ બેથી ત્રણ વર્ષના રિસર્ચ પછી અમે અન્ય કેટલીક પ્રોડક્ટ્સ એમાં સામેલ કરી. એનો પણ રિસ્પોન્સ સારો રહ્યો. જે બીજા લોકોને અમે ઉપયોગ માટે આપ્યા, એ લોકોએ પણ અમારી પ્રશંસા કરી.

અગાઉથી નહોતો કોઈ બિઝનેસ પ્લાન
તે કહે છે કે અગાઉથી અમારો કોઈ આવો બિઝનેસ પ્લાન નહોતો. જ્યારે ગત વર્ષે કોવિડ આવ્યો તો એ પ્રકારની પ્રોડક્ટ્સની માગ વધી ગઈ. લોકો નવાં નવાં હેલ્થ સપ્લિમેન્ટ્સની ડિમાંડ કરવા લાગ્યા. અમારી પાસે અગાઉથી રિસર્ચ વર્કનો અનુભવ હોવાથી અમે કેટલીક પ્રોડક્ટ પણ તૈયાર કરી હતી અને એનો ઉપયોગ પણ કરી રહ્યા હતા, આથી નક્કી કર્યું કે આને કમર્શિયલ લેવલ પર શરૂ કરવામાં આવે. એના પછી તેમણે પોતાની બચતમાંથી 2 લાખ રૂપિયા ખર્ચ કર્યા અને ઓગસ્ટ 2020માં yuva soul નામથી પોતાની કંપની રજિસ્ટર કરાવી. ઓનલાઈન વેબસાઈટ લોન્ચ કરી. થોડાં મશીનો ખરીદ્યાં અને કામ કરવાનું શરૂ કર્યું.

અગાઉ તેમણે સ્થાનિક લોકો અને પોતાના પરિચિતોને ઉપયોગ કરવા પ્રોડક્ટ્સ આપી. તેમનો રિસ્પોન્સ સારો રહ્યો અને તેમના દ્વારા બીજા લોકો પણ જોડાતા ગયા. એના પછી વેબસાઈટ અને સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ શરૂ કરી દીધું. ધીમે ધીમે બિઝનેસ વધવા લાગ્યો. અલગ-અલગ શહેરોમાંથી તેમની પાસે ઓર્ડર આવવા લાગ્યા.

શરૂઆતના ત્રણ મહિને ન થઈ ખાસ કમાણી
તે વધુમાં જણાવ્યું હતું કે અમે ઉત્તમ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા હતા. લોકોનો રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો હતો, જેમને એવી પ્રોડક્ટ્સની જરૂર હતી. એને કારણે શરૂઆતના ત્રણ મહિના નહીંવત્ કમાણી થઈ. એ પછી અમે ઓનલાઈન પેઈડ પ્રમોશન કરવાનું શરૂ કર્યું. માર્કેટિંગની સ્ટ્રેટેજી બદલી. ફ્લિપકાર્ટ અને અમેઝોન જેવા પ્લેટફોર્મની મદદ લીધી. એનો અમને ફાયદો પણ મળ્યો અને અમે ટૂંક સમયમાં જ 50 હજાર પ્રતિ માસનો બિઝનેસ કરવા લાગ્યા.

આજે અમે લોકો ઓનલાઈનની સાથે જ અનેક શહેરોમાં રિટેલરશિપ માર્કેટિંગ પણ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ દેશભરમાં પણ રિટેલ માર્કેટિંગ કરીશું. હાલમાં દર મહિને 2.5 લાખ રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ આ આંકડો વધી જશે.


કઈ રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ્સ?
હિનાએ પોતાની સાથે 5 સ્થાનિક મહિલાને રાખી છે, જે પ્રોડક્ટની પ્રોસેસિંગ અને પેકેજિંગમાં તેમની મદદ કરે છે. પ્રોડક્ટ બનાવવાની પ્રોસેસને લઈને તે કહે છે, સૌપ્રથમ અમે સ્થાનિક કિસાનો પાસેથી રૉ મટીરિયલ ખરીદીએ છીએ. પછી એને તડકામાં સૂકવીએ છીએ અને ગ્રાઈન્ડરની મદદથી પાઉડર બનાવીએ છીએ. એ પછી અગાઉથી તૈયાર ફોર્મ્યુલા અનુસાર અલગ-અલગ પ્રોડક્ટને એકબીજાની સાથે નક્કી ક્વોન્ટિટીમાં મિક્સ કરીએ છીએ. એ પછી એનો ક્વોલિટી ટેસ્ટ થાય છે. પછી તેનું પ્રોસેસિંગ અને પેકેજિંગનું કામ થાય છે.

હાલમાં હિનાની પાસે 21 પ્રોડક્ટ્સ છે. એમાં 11 હેલ્થ સપ્લિમેન્ટ્સ પાઉડર અને 10 અલગ-અલગ પ્રકારની હર્બલ ટી છે. જે સંપૂર્ણપણે નેચરલ રીતે બનાવવામાં આવેલી હોય છે. એમાં કોઈપણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ તેઓ કરતા નથી. તેમના પ્રમાણે તમામ પ્રોડક્ટ એક્સપર્ટની દેખરેખમાં બની છે અને લેબમાં તેમનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.


તમે આ પ્રકારનો બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકો છો?
કોરોનાકાળમાં હેલ્થ સપ્લિમેન્ટની ડિમાન્ડ વધી છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન હેલ્થ સપ્લિમેન્ટના માર્કેટમાં બમણો વધારો નોંધવામાં આવ્યો છે. જો તમે આ સેક્ટરમાં બિઝનેસ શરૂ કરવા માગો છો તો ઉત્તમ સ્કોપ છે, પરંતુ તેના અગાઉ તમારે રિસર્ચ અને સ્ટડીની જરૂર પડશે. કઈ કઈ પ્રોડક્ટ્સથી હેલ્થ સપ્લિમેન્ટ્સ બનાવી શકાય છે અને તેમને તૈયાર કરવાની રીત શું હશે, એ તમારે જાણવાનું રહેશે. એ માટે તમે કોઈ હેલ્થ એક્સપર્ટનું મંતવ્ય લઈ શકો છો.

અત્યારે એલોવેરા, સરગવો, લેમન ગ્રાસ, તુલસીનાં પાન, હળદર- કાળા મરી જેવી નેચરલ ચીજો દ્વારા મોટે પાયે હેલ્થ સપ્લિમેન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. અનેક લોકો તો ઘરમાં જ આ પ્રકારની પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યા છે. તેને તૈયાર કરવાની રીત અને આ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા પણ ખૂબ મુશ્કેલ નથી. એના માટે ખૂબ વધુ બજેટ પણ જરૂરી નથી. જો ઉત્તમ રીતે માર્કેટિંગ કરવામાં આવે તો સારો નફો કમાઈ શકાય છે. પુણેના રહેવાસી પ્રમોદ પણ સરગવાનાં પાનમાંથી આરોગ્યપ્રદ નાસ્તો અને ચોકલેટ તૈયાર કરી રહ્યા છે. એનાથી તેમને સારીએવી કમાણી થઈ રહી છે.
Read More »

શિક્ષણ બોર્ડની મોટી જાહેરાત:ધો.10 બોર્ડમાં હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ અપાશે, વિજ્ઞાન પ્રવાહમાં ન જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને થશે લાભ
શિક્ષણ બોર્ડની મોટી જાહેરાત:ધો.10 બોર્ડમાં હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ અપાશે, વિજ્ઞાન પ્રવાહમાં ન જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને થશે લાભ
ગુજરાતના વિદ્યાર્થીઓ ગણિતમાં કાચા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જે ધોરણ 10ના પરિણામમાં ગણિત વિષયમાં માર્ક્સ પરથી જાણવા મળ્યું છે. સતત નીચે જઈ રહેલ ગ્રાફ હજુ વધુ નીચે ના જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરિક્ષા માટે 2 વિકલ્પ આપવામાં આવશે. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રહેશે.


ધો. 10ની ગણિતની પરીક્ષામાં બે વિકલ્પ મળશે
ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય, જોકે બોર્ડની પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ હશે. બંને પ્રકારના પરીક્ષામાં પ્રકરણ બાદ ગુણ ભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણ ભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણ ભાર રહેશે.


સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી સામાન્ય-વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે
જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરશે તે ધોરણ 11માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે. પરંતુ જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરે તે વિદ્યાર્થીઓ માત્ર સામાન્ય પ્રવાહમાં જ પ્રવેશ મેળવી શકશે. ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હોય તો તે વિદ્યાર્થીએ જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે. સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષાના નિયમોને આધીન ફરીથી ગણિત સ્ટાન્ડર્ડ અથવા બેઝિક ગણિત વિકલ્પ આપી પૂરક પરિક્ષામાં ઉપસ્થિત રહી શકશે. વિદ્યાર્થીઓએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વાલીઓની લેખિત સંમિત લેવાની રહેશે.


Read More »

બ્રિટનમાં વેક્સીન લગાવી ચૂકેલા 50 ટકા લોકો કોરોનાથી સંક્રમિત
બ્રિટનમાં વેક્સીન લગાવી ચૂકેલા 50 ટકા લોકો કોરોનાથી સંક્રમિત
- બ્રિટનમાં ઝડપથી વધી રહેલો કોરોના

- બ્રિટન માટે આગામી સાત દિવસ અત્યંત મહત્ત્વના: આરોગ્ય નિષ્ણાત

લંડન : બ્રિટનમાં કોરોનાનો ચેપ ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં રસી લેનારા પુખ્ત લોકોમાં પણ કોરોનાનો ચેપ ઝડપતી વધી રહ્યો છે.

આ અંગે બ્રિટનની કિંગ્સ કોલેજ લંડનના વરિષ્ઠ વાઇરસ ટ્રેકિંગ સ્પેશ્યાલિસ્ટ પ્રો. ટીમ સ્પેક્ટરનું કહેવું છે કે બ્રિટનમાં કોરોનાના રોગચાળાની ત્રીજી લહેર ટોચ પર છે. અહીં કોરોનાગ્રસ્ત લોકોમાં ૮૭.૨ ટકા લોકો એવા છે જેમને રસી લગાવાઈ ચૂકી છે.

છ જુલાઈના રોજ ૧૨૯૦૫ એવા લોકોમાં વાઇરસને સમર્થન મળ્યું જેને રસી લાગી ચૂકી હતી. આનાથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે છ જુલાઈએ કોરોના પોઝિટિવના મળેલા કેસોમાં ૫૦ ટકા કેસ રસી લઈ ચૂકનારા લોકોમાં મળ્યા હતા. પ્રોફેસર સ્પેક્ટરના અનુમાન મુજબ આગામી સમયમાં આ ગ્રાફ હજી પણ ઉચકાઈ શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે હજી પણ રોગચાળાને વધારે ભયાનક થતી રોકવા માટેની તક છે, જો તેનો ઉપયોગ કરવામાં ન આવ્યો તો પછી સ્થિતિ વણસતા વાર નહી લાગે.

સાઉથ ટાઇનેસાઇડ કાઉન્સિલના પબ્લિક હેલ્થ ડિરેક્ટર પ્રોફેસર ટોમ હોલ મુજબ બ્રિટનમાં ત્રીજી લહેરમાં કોરોનાની રસી લીધી હોય તેવા લોકોને પણ તેનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડયું છે. આ કેસો ઝડપથી વધી રહ્યા છે. આ સંજોગોમાં બ્રિટનમાં આગામી સાત દિવસ ઘણા મહત્ત્વના છે. લોકોને અપીલ છે કે તે કોરોનાના નિયમોનું પાલન કરે, જેથી ચેપને અંકુશમાં લાવી શકાય. નિયમોમાં જરા પણ બેદરકારી દાખવવામાં આવી તો સ્થિતિ બગડી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં રસી લેનારા બ્રિટિશ નાગરિકોમાં લક્ષણવાળા કોરોના સંક્રમણમાં ૨.૪ ટકાનો ઘટાડો થયો છે. પાંચ જુલાઈના રોજ કોરોનાના ૨૦,૯૭૩ કેસ મળ્યા હતા તો છ જુલાઈના રોજ તેની સંખ્યા ઘટીને ૨૦,૪૮૭ થઈ ગઈ હતી. આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સમયમાં ત્રણ હજારથી વધારે દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવા પડી શકે છે, જેથી તેમના માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.
Read More »

કોરોનામાં વર્ક ફ્રોમ હોમના કારણે સાઇબર હુમલાનું પ્રમાણ વધવાની ભીતિ
કોરોનામાં વર્ક ફ્રોમ હોમના કારણે સાઇબર હુમલાનું પ્રમાણ વધવાની ભીતિ
- એફએસબીના અહેવાલમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

- કોવિડ પહેલા પ્રતિ સપ્તાહ 5000થી પણ ઓછા હુમલા કોવિડ પછી પ્રતિ દિન 11 લાખ


લંડન : કોરોના કાળમાં સમગ્ર વિશ્વમાં કર્મચારીઓમાં વર્ક ફ્રોમ હોમનું પ્રમાણ વધતા સાઇબર હુમલામાં પણ વધારો થઈ રહ્યો છે, આના પગલે ફાઇનાન્સિયલ ફર્મ્સે તેમની સંરક્ષણ હરોળને વધારે મજબૂત બનાવવાની જરુર છે, એમ ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી બોર્ડ (એફએસબી)એ જણાવ્યું હતું.

જી-૨૦ દેશોના નાણાકીય નિયમોમાં સંકલન પર ધ્યાન રાખતી એફએસબીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના લીધે વિવિધ અર્થતંત્રોએ લોકડાઉન લાદતા રિમોટ વર્કિંગના કે વર્ક ફ્રોમ હોમના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. આના પગલે સાઇબર હુમલાની સંભાવનામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં હવે વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએચ) ઉદ્યોગમાં કેટલાક સમય સુધી ટકે તેમ માનવામાં આવે છે.

એફએસબીએ જી૨૦ મિનિસ્ટર્સ અને મધ્યસ્થ બેન્કોના અહેવાલમાં જણાવ્યું હતું કે મોટાભાગના સાઇબર ફ્રેમવર્ક્સે આ પ્રકારની પરિસ્થિતિની કલ્પના કે સમીક્ષા જ કરી નથી કે હવે લગભગ દરેક દેશમાં વર્ક ફ્રોમ હોમનું એક ચલણ બની ગયું છે ત્યારે સાઇબર હુમલામાં જંગી વધારો થાય તો તેને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ.

આ અહેવાલ રોગચાળાની નાણાકીય સ્થિરતા પર પડેલી અસરમાંથી શીખેલા પદાર્થપાઠની સમીક્ષા છે. ૨૦૦૮ની સબપ્રાઇમ કટોકટી પછી કોવિડ-૧૯ એવો પ્રથમ મહત્ત્વનો આંતરરાષ્ટ્રીય બનાવ છે જેણે નાણાકીય નિયમોની રીતસરની આકરી પરીક્ષા લીધી છે. વિશ્વના મોટાભાગની નાણાકીય સિસ્ટમે કોવિડ-૧૯નો સામનો સારી રીતે કર્યો છે, એમ એફએસબીએ જણાવ્યું હતું.

લોકડાઉનના નિયંત્રણો હળવા થઈ ગયા છે પરંતુ ફાઇનાન્સિયલ ફર્મ્સે કર્મચારીઓને જણાવ્યું છે કે તેઓ સપ્તાહના અમુક દિવસ વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. બાકીના સમયમાં તે ઓફિસેથી કામ કરી શકે.

સાઇબર પ્રવૃત્તિઓ જેવી કે ફિશિંગ, રેન્સમવેર અને મેલવેર ફેબુ્રઆરી ૨૦૨૦ સુધી પ્રતિ સપ્તાહ પાંચ હજારથી પણ ઓછી હતી, જ્યારે એપ્રિલ ૨૦૨૧માં તે પ્રતિ સપ્તાહ બે લાખથી પણ વધુ વધી ગઈ હતી.

એફએસબીએ જણાવ્યું હતું કે નાણાકીય સંસ્થાઓ તો સામાન્ય રીતે મજબૂત હોય છે, પરંતુ તેણે સાઇબર રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ, સાઇબર ઇન્સિડન્ટ રિપોર્ટિંગ, રિસ્પોન્સ અને રિકવરીની પ્રવૃત્તિઓ તથા મહત્ત્વના થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડરના મેનેજમેન્ટ જેમકે ક્લાઉડ સર્વિસને વધારરે ધારદાર બનાવવાની જરૂર છે.

ફેડરલ રિઝર્વના વાઇસ ચેરમેન રેન્ડલ ક્વોરલ્સના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં અગ્રણી નાણાકીય કેન્દ્રોના રેગ્યુલેટરો અને મધ્યસ્થ બેન્કોતેનો અંતિમ અહેવાલ ઓક્ટોબરમાં આપશે.

Read More »

Wednesday, July 14, 2021

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા દરદીમાં વધારો થતાં સરકાર ચિંતામાં
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા દરદીમાં વધારો થતાં સરકાર ચિંતામાં
રાજ્યમાં નવા 8602 કેસ, 170 દરદીના મોત, મુંબઈમાં 10ના મોત, નવા 635 કેસ


મુંબઇ : મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાની દૈનિક સંખ્યામાં વધારો નોંધાયો છે. આથી સરકાર ચિંતામાં પડી ગઈ છે. આજે કોરોનાના નવા ૮૬૦૨ દરદી નોંધાયા હતા અને ૧૭૦ દરદીના મોત થયા હતા. જ્યારે ૬૦૬૭ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં કોરોનાના ૧,૦૬,૭૬૪ દરદી સક્રીય છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૧,૮૧,૨૪૭ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૧૨૬૩૯૦ થઈ છે.

જ્યારે કોરોનના ૫૯,૪૪,૮૦૧ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. અને અત્યારે ૫,૮૦,૭૭૧ દરદી હોમ ક્વોરન્ટાઇન છે અને ૪૩૦૯ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટાઇન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના નવા ૬૩૫ કેસ નોંધાયા હતા અને ૧૦ દદીના મોત થયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૨૯૨૫૦ થઈ છે. મરણાંકની સંખ્યા ૧૫૬૫૪ થઈ છે. શહેરમાં આજે કોરોનાના ૫૮૨ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે કોરોનાના ૫૮૨ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે કોરોનાના ૭૦૪૨૫૯ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. જ્યારે શહેરમાં ૬૯૮૯ કોરોના એક્ટિવ કેસ હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
Read More »

લોકડાઉનમાં દુબઈની નોકરી છૂટી તો પત્ની સાથે ઝૂંપડીમાં મશરૂમની ખેતી શરૂ કરી, હવે દર મહિને 2.5 લાખની કમાણી.
આજના પોઝિટિવ સમાચાર:લોકડાઉનમાં દુબઈની નોકરી છૂટી તો પત્ની સાથે ઝૂંપડીમાં મશરૂમની ખેતી શરૂ કરી, હવે દર મહિને 2.5 લાખની કમાણી.

કોરોનાના કહેરામાં લાખોના મોત તો થયા પણ સાથે જ મોટી સંખ્યામાં લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી. અનેક લોકોનાં ધંધા બંધ થઈ ગયા તો અનેક લોકોને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યા. ઉત્તરાખંડના પૌડી જિલ્લાના રહેવાસી સતિન્દર રાવત પણ આમાંના એક છે. તેઓ દુબઈમાં એક ખાનગી કંપનીમાં મેનેજર હતા. સારો એવો પગાર હતો. એપ્રિલ 2020માં લોકડાઉનના કારણે તેમની નોકરી જતી રહી. તેના પછી તેઓ પરત ગામમાં આવી ગયા અને પત્નીની સાથે મળીને મશરૂમની ખેતી શરૂ કરી. અત્યારે તેઓ દર મહિને તેનાથી 2.5 લાખની કમાણી કરી રહ્યા છે. તેમણે 10 એવા લોકોને પણ રોજગારી સાથે જોડ્યા છે જેમની નોકરી કોરોનાના કારણે ગઈ છે.

45 વર્ષના સતિન્દરનો રિટેલ માર્કેટિંગમાં સારો અનુભવ રહ્યો છે. લગભગ 20 વર્ષ સુધી તેમણે આ ફિલ્ડમાં કામ કર્યુ છે. અગાઉ ભારતમાં અને પછી તેઓ દુબઈ શિફ્ટ થઈ ગયા. જ્યારે તેમના પત્ની સપનાએ બાયોલોજી સાથે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે.અગાઉ નહોતી ખેતીની કોઈ જાણકારી
સતિન્દર કહે છે કે અગાઉ અમારો કોઈ બિઝનેસ પ્લાન નહોતો. ખેતી સાથે તો ખાસ લગાવ પણ નહોતો. જ્યારે એપ્રિલમાં કંપની તરફથી નોટિસ મળી તો અમે કરિયર અંગે આગળનો પ્લાન કરવાનું શરૂ કરી દીધું. મારી પત્નીની રૂચિ ફાર્મિંગમાં હતી, આથી અમે નક્કી કર્યુ કે ગામમાં આવીને ખેતી કરીશું.

જૂન-જુલાઈમાં સતિન્દર ગામમાં આવ્યા. અહીં આવીને તેમણે બિઝનેસ પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધું. અલગ અલગ લોકોને મળ્યા. સપનાના પિતાજી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં રહ્યા હતા તો તેમની પણ સલાહ લીધી. તેના પછી તેમણે મશરૂમની ખેતીનો પ્લાન કર્યો. કેમકે તેઓ પારંપરિક ખેતી ન કરીને એવી ખેતી કરવા માગતા હતા કે જેનાથી ઓછા સમયમાં સારો નફો થઈ શકે અને બીજા લોકો માટે રોજગારીની તકો પણ મળી શકે.

ઝૂંપડીમાં મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યુ જેથી ખર્ચ ઓછો થાય
સતિન્દરે રામનગરના એક ખેડૂત પાસેથી મશરૂમ ફાર્મિંગની ટ્રેનિંગ લીધી. તેનાથી મશરૂમ ઉગાડવા અને ખાતર તૈયાર કરવાની પ્રોસેસ શીખી. તેના પછી સપ્ટેમ્બર 2020માં તેમણે લીઝ પર 1.5 એકર જમીન લીધી અને મશરૂમની ખેતીની શરૂઆત કરી. તેના માટે તેમણે પાકા ઘર બનાવવાના બદલે ઝૂંપડી એટલે કે હટ મોડેલ પર કામ કરવાનું શરૂ કર્યુ. જેથી ઓછા બજેટમાં અને ગામોમાં પણ આસાનીથી તે કરી શકાય. બીજા ખેડૂતો પણ આ મોડેલથી ખેતી કરી શકે.
સતિન્દરે બે ઝૂંપડી એટલે કે હટ લગાવી છે. જાન્યુઆરીમાં તેમણે પ્રથમવાર પ્લાન્ટિંગ કર્યુ. બે મહિના પછી એટલે કે માર્ચથી મશરૂમ નીકળવાના શરૂ થયા. તેના પછી તેમણે લોકલ બજારોની સાથે મોટી હોટેલ અને રેસ્ટોરાંવાળાઓને સપ્લાઈ કરવાનું શરૂ કરી દીધું. ત્યારે લગભગ તેમને 6 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. અત્યારે તેઓ બે પ્રકારના એટલે કે બટન મશરૂમ અને ઓઈસ્ટર મશરૂમની ખેતી કરી રહ્યા છે. લગભગ 2.5 ટન મશરૂમનું માર્કેટિંગ તેમણે કર્યું છે.

માર્કેટિંગ માટે હાલમાં તેઓ સોશિયલ મીડિયા અને લોકલ રિટેલર્સની મદદ લઈ રહ્યા છે. તેમણે પોતાની કંપનીનું નામ શ્રીહરી એગ્રોટેક રાખ્યું છે. જેના દ્વારા ઉત્તરાખંડની બહાર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન પણ પોતાના મશરૂમ મોકલી રહ્યા છે. લોકલ લેવલ પર તેઓ બજારો અને રેસ્ટોરાંને સપ્લાઈ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા પણ માર્કેટિંગ કરશે. લગભગ 10 લોકોને તેમણે રોજગારી પણ આપી છે. તેની સાથે જ ઝૂંપડી પાસે ખાલી પડેલી જમીનમાં તેમણે શાકભાજીની ખેતી શરૂ કરી છે. આગામી થોડા દિવસમાં પ્રોડક્ટ્સ નીકળવાનું પણ શરૂ થઈ જશે.મશરૂમની ખેતી કેવી રીતે કરવી?

સતિન્દર કહે છે કે મશરૂમની ખેતી તમે ઝૂંપડી બનાવીને અથવા પોતાના ઘરમાં પણ કરી શકો છો. તેના માટે 15થી 20 ડિગ્રીનું ટેમ્પરેચર હોવું જોઈએ. જો ગરમી વધુ હોય તો AC લગાવી શકાય છે. અલગ અલગ વેરાઈટી માટે અલગ ટેમ્પરેચરની જરૂર રહે છે. આની ખેતી માટે સૌપ્રથમ આપણે ખાતરની જરૂર પડે છે. ખાતર બનાવવા માટે ઘઊંનું ભુસું, ચોખા, સલ્ફર નાઈટ્રેટ, જિપ્સમ, મરઘીનું ખાતર અને ગોળની જરૂર પડે છે. આ બધાને મેળવીને સિમેન્ટના બનેલા બેડ પર પાથરી દેવાય છે. એક બેડની લંબાઈ અને ઊંચાઈ બંને પાંચ ફૂટની હોવી જોઈએ. તેના પછી તેમાં પાણી મેળવવામાં આવે છે. લગભગ 30 દિવસ પછી ખાતર સૂકાઈને તૈયાર થઈ જાય છે.

ખાતર તૈયાર થયા પછી તેમાં મશરૂમના બીજને મેળવી દેવામાં આવે છે. એક ક્વિન્ટલ ખાતર માટે એક કિલો બીજની જરૂર હોય છે. તેના પછી તેને પોલી બેગમાં પેક કરીને ઝૂંપડી કે રૂમમાં રાખી દેવાય છે અને દરવાજાને સારી રીતે બંધ કરી દેવામાં આવે છે જેથી હવા અંદર બહાર ન નીકળી શકે. લગભગ 15 દિવસ પછી પોલી બેગ ખોલી દેવાય છે. તેમાં બીજું ખાતર એટલે કે નારિયેળ પિટ્સ અને ધાનના બળેલા ભૂંસા મેળવવામાં આવે છે. પછી ઉપરથી દરરોજ હળવી માત્રામાં પાણી નાખવામાં આવે છે. લગભગ 2 મહિના પછી આ બેગથી મશરૂમ નીકળવા લાગે છે. એક બેગથી લગભગ 2થી 3 કિલો સુધી મશરૂમ નીકળે છે.

ક્યાંથી લઈ શકાય છે તેની ટ્રેનિંગ?

દેશમાં અનેક એવી સંસ્થાઓ છે જ્યાં મશરૂમની ખેતીની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેના માટે સર્ટિફિકેટ અને ડિપ્લોમા લેવલનો કોર્સ થાય છે. તમે ICMR-ખુમ્બ સંશોધન ડિરેક્ટોરેટ, સોલનથી તેની ટ્રેનિંગ લઈ શકાય છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં કેટલીક સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓ છે. જ્યાં તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસેથી આ મામલે જાણકારી મેળવી શકાય છે. આ સાથે જ અનેક ખેડૂતો વ્યક્તિગત રીતે પણ તેની ટ્રેનિંગ આપે છે. અનેક લોકો ઈન્ટરનેટ દ્વારા પણ જાણકારી હાંસલ કરે છે.વર્ષે 8થી 10 લાખ રૂપિયાની કમાણી આસાનીથી કરી શકે છે.
સતિન્દરના પ્રમાણે મશરૂમની ખેતીથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સારો નફો મેળવી શકાય છે. જો તમારી પાસે અગાઉથી કોઈ પાકા બાંધકામનું ઘર છે તો સારૂં છે, નહીં તો તમે પણ ઝૂંપડી મોડેલ અપનાવી શકો છો. તેમાં ખર્ચ ઓછો આવશે. તેના પછી ખાતર તૈયાર કરવા અને મશરૂમના બીજનો ખર્ચ આવશે. પછી મેઈન્ટેનન્સમાં પણ થોડા પૈસા લાગશે. બધુ મળીને 3થી 4 લાખ રૂપિયામાં નાના પાયે મશરૂમની ખેતીની શરૂઆત કરી શકાય છે.

સતિન્દરના અનુસાર એક વર્ષમાં ત્રણ વાર ઉપજનો લાભ લઈ શકાય છે. એટલે કે 8થી 10 લાખ રૂપિયાની કમાણી આસાનીથી કરી શકાય છે. જો તમે મોટા શહેરોમાં પોતાની પ્રોડક્ટ મોકલી શકતા નથી તો કેટલીક હોટેલો અને રેસ્ટોરાંવાળાઓ સાથે ડીલ કરી શકાય છે. તેમને મશરૂમની સારી એવી ડિમાંડ રહે છે. આજકાલ મોટા પાયે મશરૂમનું પ્રોસેસિંગ પણ કરવામાં આવે છે અને નવી નવી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તેનાથી પણ સારી એવી કમાણી થઈ જાય છે.

મિલિટરી મશરૂમ પણ અજમાવી શકો છો, કમાણીનો ભરપૂર સ્કોપ છે.
મિલિટરી મશરૂમ એક મેડિસિનલ પ્રોડક્ટ છે. આ પહાડી વિસ્તારોમાં નેચરલી મળી આવે છે. ચીન, ભૂટાન, તિબેટ, થાઈલેન્ડ જેવા દેશોમાં તેની ખેતી થાય છે. તેને ‘કિડા જડી’ પણ કહે છે. મિલિટરી મશરૂમ હેલ્થ માટે ઘણું લાભપ્રદ હોય છે. આ હાઈ એનર્જેટિક હોય છે. એથલીટ્સ અને જિમમાં જનારા લોકો મોટાપાયે તેનો ઉપયોગ કરે છે. એક કિલો મશરૂમ તૈયાર કરવામાં 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તેને બે લાખ રૂપિયાના ભાવે વેચી શકાય છે. એટલે કે પ્રતિ કિલો મશરૂમ પર સવા લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે.
Read More »

સુપર હિટ યોજના: પીએમ કિસાનનો 9મો હપ્તો આવે તે પહેલા સરકારે કર્યો છે મોટો ફેરફાટર, ક્યાંક અટકી ન જાય આપના રૂપિયા, ચેક કરી લો
સુપર હિટ યોજના: પીએમ કિસાનનો 9મો હપ્તો આવે તે પહેલા સરકારે કર્યો છે મોટો ફેરફાટર, ક્યાંક અટકી ન જાય આપના રૂપિયા, ચેક કરી લોપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મોદી સરકાર ખેડૂતોના ખાતામાં અત્યાર સધીમાં 8 હપ્તા નાખી ચુકી છે. હવે ખેડૂતોના ખાતામાં 9મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પણ તે અગાઉ આ યોજનામાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. આવો વિગતે જાણીએ.

પીએમ કિસાન યોજનાની શરૂઆત ફક્ત એ ખેડૂતો માટે પાત્ર માને છે, જેની પાસ ખેતી યોગ્ય 2 હેક્ટર અથવા 5 એકર જમીન હતી. પણ મોદી સરકારે હવે આ માપદંડો ખતમ કરી દીધા છે. જેથી તેનો લાભ દરેક ખેડૂતોને મળી શકે છે. એટલે કે હવે 14.5 કરોડ ખેડૂતો તેનો લાભ લઈ શકશે.

આધાર કાર્ડ જરૂરી

પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમનો લાભ એ ખેડૂતોને જ મળશે, જેની પાસે આધાર કાર્ડ હોય. આધાર કાર્ડ વગર આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. સરકારે લાભાર્થીઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કર્યુ છે.

આ મહિનામાં આવશે 9મો હપ્તો

પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા ખેડૂતો માટે ખુશખબર છે. કેન્દ્ર સરકાર જલ્દીથી આગામી હપ્તો એટલે કે 9 મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર ઓગસ્ટ મહિનામાં 9 મા હપ્તો ટ્રાન્સફર કરી શકે છે. મોદી સરકાર 2000 રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે.

મોદી સરકારની સુપરહિટ યોજના

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કરોડો ખેડૂતો જોડાયા છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી અનેક યોજનાઓ શરૂ કરી છે. તેમાંથી એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ.આ સરકારની આવી યોજના છે, જેમાં સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે. દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર થાય છે.

જાણો કોને 9મો હપ્તા માટે 2 હજાર રૂપિયા મળશે

આ યોજના અંતર્ગત ઘણા ખેડૂતો નોંધાયેલા છે, જેનો હપતો નથી આવતો. આનું કારણ તમારા આધારકાર્ડમાં નામ અને બેંક ખાતામાં થોડી ગરબડ હોઈ શકે છે. જો તમે ઇચ્છો, તો તમે ઘરે બેઠા બેઠા ખૂબ જ સરળતાથી આ કારણો શોધી શકો છો. આ સાથે, તમે પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને આખા ગામની સૂચિ પણ જોઈ શકો છો. કોણે કેટલો હપ્તો લીધો છે અને કોના ખાતામાં ખોટુ થયું છે.

આ રીતે તમારું એકાઉન્ટ તપાસો

પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
અહીં તમને જમણી બાજુએ Farmers Cornerનો વિકલ્પ મળશે.
અહીં લાભકારક સ્થિતિના વિકલ્પ પર ક્લિક કરો, અહીં એક નવું પેજ ખુલશે.
નવા પેજ પર, આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો.
આ ત્રણ નંબરો દ્વારા, તમે ચકાસી શકો છો કે તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે કે નહીં.
તમે પસંદ કરેલ વિકલ્પની સંખ્યા દાખલ કરો. તે પછી Get Data પર ક્લિક કરો.
અહીં ક્લિક કર્યા પછી તમને વ્યવહારની બધી માહિતી મળશે. એટલે કે, તમારા ખાતામાં હપ્તો ક્યારે આવ્યો અને કયુ બેંક ખાતું જમા થયું.
તમને અહીં 9 મો અને 8 માં હપ્તાને લગતી માહિતી પણ મળશે.
જો તમે જોશો કે FTO is generated and Payment confirmation is pending જનરેટ થયો છે અને ચુકવણીની પુષ્ટિ બાકી છે, તો તેનો અર્થ એ કે તમારી રકમ પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.

Read More »