Search This Website

Wednesday, March 31, 2021

CM રૂપાણીનો જનતાજોગ સંદેશ, વિનમ્રતાથી હાથ જોડી ગુજરાતની જનતાને કરી આ અપીલ
CM રૂપાણીનો જનતાજોગ સંદેશ, વિનમ્રતાથી હાથ જોડી ગુજરાતની જનતાને કરી આ અપીલ

ગુજરાતના મુખ્યમંત્રી રુપાણીએ કોરોના વેક્સિનની માહિતી આપતા એક મહત્વની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલ રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજયના તમામ લોકોને પોતાની અન્ટી બોડી ડેવલપ કરવા માટે વેક્સિન લેવી ખુબ જ જરુરી છે.


1 એપ્રિલથી 45થી વધારે વર્ષના ઉંમરના લોકોને વેક્સિન આપવા માટેની શરુઆત કરવામાં આવશે. તેઓએ જણાવ્યુ છે કે, રાજકોટ શહેરમાં જયારે કોરોનાનો વાયરસનો પ્રથમ કેસ આવ્યો હતો અને તે 18 માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારથી જ રાજય સરકાર કોરોના સામે લડવા માટે તૈયાર થઈ ગઈ હતી અને સજ્જ બનીને આ કોરોનાને મ્હાત કરવા આપણે સૌ સામુહિક પ્રયત્ન કરી રહ્યા છીએ.

શરૂઆતમાં કોરોના એક નવો રોગ હતો. કઈ દવા, કઇ ટ્રિટમેન્ટ, શું વ્યવસ્થા કરવી પડશે. આ કલ્પના પણ ન હતી. મને બરાબર યાદ છે કે, અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલના નિર્ણયની જેહારાત કરી હતી ત્યારે લોકોએ કહ્યું હતું કે, 1200 બેડ જોઈશે. ત્યારે મેં એમ પણ કહ્યું હતું કે, ભગવાનને પ્રાર્થના કરું છું કે એક પણ બેડ ભરાય નહીં. પરંતુ જો મહામારીનો વ્યાપ વધે તો તેની ભવિષ્યની તૈયારી એટલા માટે આ 12 બેડની જાહેરાત કરી હતી.


આપણે તમામ મહાનગરોમાં પણ મોટી મોટી હોસ્પિટલો બનાવી. ખાનગી હોસ્પિટલોને પણ આ કાર્યમાં જોડી. ગુજરાત સરકારે દવાઓ, વેન્ટિલેટર, ધનવંત્રી રથ, ટેસ્ટિંગની વ્યવસ્થા, 104 સંજીવની રથ, લોકોને તરત વ્યવસ્થા અને લોકોને માર્ગ દર્શન મળે. લોકોને તરત ટ્રિટમેન્ટ મળે. પોતાના ઘર આંગણે ટેસ્ટિંગની વ્યવસ્થા મળે તેની વ્યાપક વ્યવસ્થાઓ કરી અને અત્યારસુધીના અલગ અલગ મહિનાઓમાં આવેલા સંક્રમણને આપણે ખાડી શક્યા છીએ.

પીએમ મોદીની દ્રઢ ઇચ્છા શક્તિ અને આપણા વૈજ્ઞાનિકોના પરિશ્રમથી આપણી પાસે કોરોના સામે લડવા માટે બે સ્વદેશી વેક્સીન કોવિશિલ્ડ અને કોવેક્સીન ઉપલ્બધ છે. આત્મનિર્ભર અભિયાન અંતર્ગત નિર્માણ થયેલી બંને વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે અને વિશ્વના અસંખ્ય દેશો ભારતમાં બનેલી આપણી વેક્સીનનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતમાં લગભગ 6 કોરોડ લોકોએ વેક્સીન લીધી છે અને ગુજરાતમાં 6 હજાર વેક્સીન કેન્દ્રો પર 1 લાખ 50 હજારથી વધુ આરોગ્ય કર્મચારી, સરકારી કર્મચારી અને સ્વયંસેવકો દ્વારા વેક્સીનેશનનું કાર્ય આપણે સફળતા પૂર્વક કરી રહ્યા છીએ. 31 માર્ચ સુધીમાં ગુજરાતમાં ટોટલ લગભગ 55 લાખ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આપણે ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર, 60 વર્ષથી ઉપરના લોકો, 45 વર્ષથી ઉપરના અન્ય રોગ ધરાવતા લોકોને વેક્સીન આપી છે. સફળતા પૂર્વક આપી છે.

ગુજરાતમાં વેક્સીનની ઉત્તમ વ્યવસ્થાઓને કારણે ગુજરાત વેક્સીનેશનમાં આજે અગ્રમિ સ્થાન ધરાવે છે. આવતીકાલથી શરૂ થતાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન ગુજરાત સરકાર આપવાની છે. વ્યવસ્થા સુપેરે બનાવી છે. આ સાથે કોરોના સંક્રમણ વચ્ચે સીએમ રૂપાણીએ જન અભિયાનના સ્વરૂપમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2360 કોરોના કેસ, 9 મોત

રાજ્યમાં બે દિવસ કોરોનાના કેસોમાં આંશિક ઘટાડા પછી આજે બુધવારે ફરી રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2360 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 9 દર્દીના મોત થયા છે.
રાજ્યના 4 મહાનગરોમાં ચિંતાજનક સ્થિતિ

રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટને કોરોનાએ ભરડામાં લીધો હોય એવું જણાઇ રહ્યું છે. અહીં દૈનિક કેસોમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. જેથી લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આજ રોજ અમદાવાદમાં 620 કેસ, 3 લોકોના મોત, સુરતમાં 744 કેસ, 3 લોકોના મોત, વડોદરામાં 341, રાજકોટમાં 208 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત ભાવનગરમાં 49 કેસ, જામનગરમાં 61, ગાંધીનગરમાં 47, જૂનાગઢમાં 16 કેસ, અમરેલી, આણંદમાં 18-18, અરવલ્લી 3 કેસ, બનાસકાંઠામાં 2, ભરૂચમાં 14, બોટાદમાં 4 કેસ, છોટા ઉદેપુરમાં 6, દાહોદમાં 9, ડાંગમાં એક કેસ, ગીર સોમનાથમાં 2, ખેડામાં 20, કચ્છમાં 18 કેસ, મહિસાગરમાં 14, મહેસાણામાં 22, પંચમહાલમાં 16 કેસ, મોરબી અને નર્મદામાં 19-19, નવસારીમાં 6 કેસ, પાટણમાં 26, સાબરકાંઠામાં 9, સુરેન્દ્રનગરમાં 9 કેસ, તાપીમાં 4, વલસાડમાં 9 કેસ નોંધાયા છે.
રાજ્યમાં એક્ટિવ દર્દીની સંખ્યા વધી

કોરોનાના નવા નોંધાયેલા કેસોની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા ઓછી છે. જેથી રિકવરી રેટમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો ગુજરાતમાં 94.43 ટકા નોંધાયો છે. હાલ રાજ્યમાં 12,610 એક્ટિવ કેસ રહેલા છે, જેમાંથી 152 દર્દીઓની હાલત નાજૂક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે 12,458 દર્દીઓની હાલત સ્થિર છે.
Read More »

BREAKING: રાજ્યના કર્મી,ફીકસ પગારદારો અને કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય

 

BREAKING: રાજ્યના કર્મી,ફીકસ પગારદારો અને કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય


*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય*. 
*આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે* 
*મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે*. 
*આ ૧૦ દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે* 
………

સીએમ રુપાણીએ રાજયના સરકારે એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ કોરોના સંક્રમિત થશે તો તેઓને ખાસ 10 દિવસની રજા આપવામાં આવશે. જો કે, તેઓની કોઈ રજા જમા નહીં પણ હોય તો પણ તે લોકોને ખાસ રજા આપવામાં આવશે. આ 10 દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે.

Read More »

"વેક્સિનનો એક કે બંને ડોઝ લીધા હોય એમને પણ કોરોના થાય છે"

 

"વેક્સિનનો એક કે બંને ડોઝ લીધા હોય એમને પણ કોરોના થાય છે" 


"વેક્સિનનો એક કે બંને ડોઝ લીધા હોય એમને પણ કોરોના થાય છે" ......વેક્સિન ન લેવા માટે કે વેક્સિનના વિરોધ માટે આ બહાનું હમણાંથી વારંવાર આગળ ધરવામાં આવી રહ્યું છે.


યાદ રાખીએ કે વેક્સિન એ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ અથવા તો ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ જે કામ આપે છે એવું કામ આપવાની. સીટબેલ્ટ કે હેલ્મેટ અકસ્માતને નથી રોકતા પણ એનાથી થતાં નુકશાનની તીવ્રતા ઓછી કરીને મહામૂલી જિંદગી બચાવવામાં ઉપયોગી સાબિત થાય છે.

 

કોઈ પણ વેક્સિન લીધા પછી શરીર એ રોગના એન્ટિજન (જીવાણુ, વિષાણુ અથવા તો કોવિડ વાયરસ જેવા કિસ્સામાં એમાંનું પ્રોટીન) સામે પ્રતિકાર કરવા માટે એન્ટિબોડી બનાવતા શીખી જાય છે (રોગ થાય ત્યારે પણ શરીર તો આ જ પ્રોસેસ કરે પણ એમાં ઘણીવાર ઇન્ફેક્શન તીવ્ર હોય તો શરીરની પ્રતિકાર શક્તિ હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે). આ એન્ટિબોડી બની ગયા હોય અથવા તો એક વાત શરીરને એ બનાવતા આવડી ગયા હોય પછી જ્યારે આવા રોગનું સંક્રમણ થાય ત્યારે શરીરને એની સામે લડવાની હથોટી આવી ગઈ હોઈને સ્વાસ્થ્યને ઓછામાં ઓછું નુકશાન પહોંચે છે. 


વેક્સિનનું કામ "નેટ પ્રેક્ટિસ" જેવું છે. વિરોધી સામે કેમ લડીશું એની આગોતરી તાલિમ વેક્સિન શરીરને અપાવી દે છે. એક વાર સાયકલ કે સ્કૂટર ચલાવવાનું શીખ્યા પછી વર્ષો બાદ પણ એ ચલાવો તો કોઈ ખાસ તકલીફ વિના ચલાવી શકાય છે. બસ આવું જ વેક્સિનના કિસ્સામાં છે. એકવાર શરીર પ્રતિકાર કરતા શીખી ગયું એટલે ભવિષ્યમાં એ વધુ સજ્જતાથી દુશ્મનનો સામનો કરવા તૈયાર હોવાનું. કોવિડ જેવા વાયરસમાં એક મુશ્કેલી એ છે કે એ વારંવાર mutation થી પોતાનું સ્વરૂપ બદલતા હોઈને નવી સ્ટ્રેઈન સામે લડવું ક્યારેક અઘરું પડે છે. એન્ટિજન-એન્ટિબોડી રીએકશન એ lock and key mechanism પર આધારિત છે. જેમ ચોક્કસ પ્રકારની ચાવી જ કોઈ તાળાને ખોલી શકે એમ ચોક્કસ પ્રકારના એન્ટિબોડી જ સામેના એન્ટિજનનો મુકાબલો કરતા હોય. એટલે એન્ટિજન (સ્ટ્રેઈન) બદલાય ત્યારે એને અનુરૂપ એન્ટિબોડી શરીર પાસે ન હોય તો સામનો ન થઈ શકે. પણ જ્યાં સુધી વાયરસ (પ્રોટીન) સ્ટ્રક્ચર મૂળ રીતે સમાન હોય ત્યાં સુધી વેક્સિન સ્વાભાવિક રીતે અસરકારક નીવડે. 


વેક્સિનનો વિકલ્પ નથી. આપના, આપના પરિવારજનોના અને વિશાળ દેશહિતમાં વેક્સિન લેવાનો આગ્રહ રાખો અને બીજાઓ પાસે રખાવો. અત્યારના સંજોગોમાં કોરોનાને નાથવાનો એ એક જ હાથવગો ઉપાય છે. આભાર.


☘️કોરોના વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ સંક્રમિત થવાનું કારણ ખૂબ જાણવાલાયક છે. 

☘️કોરોના વેક્સિન ફર્સ્ટ ડોઝ પછી 28 દિવસ બાદ સેકન્ડ ડોઝ લેવાનો હોય છે. 

☘️જ્યારે વેક્સિન માણસના બોડીમાં એન્ટર થાય કે તરત જ વેક્સિન એન્ટી બોડી બનવવાનું સ્ટાર્ટ કરે છે. 

☘️જ્યારે આપણું બોડી એન્ટી બોડી બનતું હોય છે ત્યારે આપણી ઈમ્યુનિટી એકદમ લો થઈ જાય છે. 

☘️જ્યારે 28 દિવસ પૂર્ણ થાય કે આપણે વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈએ છીએ.

 ☘️તે ટાઈમ પિરીયડમાં આપણું બોડી ડબલ લો એમ્યુનિટી અનુભવે છે.

 ☘️☘️સેકન્ડ ડોઝના 14 દિવસ બાદ આપણું બોડી ફુલી એન્ટી બોડી અનુભવે છે અને એમ્યુનિટી પાવર ફાસ્ટલી ક્રિએટ થાય છે. 

☘️આ દોઢ માસનાં ટાઈમ પિરીયડ દરમિયાન લો ઈમ્યુનિટીનાં કારણે કોરોના વાઈરસ આપણાં બોડીમાં એન્ટર થવાની પોસિબીલીટી ઘણી સ્ટ્રોન્ગ હોય છે. 

☘️તેથી કોરોના સંક્રમિત થઈ જવાય છે. 

☘️તેથી આ દોઢ માસનાં ટાઈમ પિરીયડ દરમિયાન ઘરની બહાર નીકળવું ઘણું જ રિસ્કી હોય છે.


 ☘️☘️વેક્સિનનાં બે ડોઝ લેવાઈ ગયા બાદ પણ સંક્રમિત થઈ કોરોના વાઈરસનાં કોપનો ભોગ બની શકીએ છીએ.

 દોઢ માસ બાદ 100 થી 200 સુધી ઈમ્યુનિટી પાવર આપણાં બોડીમાં ક્રિએટ થાય છે ત્યારબાદ આપણે ઘણાં સેઈફ થઈએ છીએ.

 ☘️ફર્સ્ટ ડોઝથી દોઢ માસ સુધી તો જાળવીને જ રહીએ અને સેઈફ થઈએ. 🙏🏻🙏🏻

😷માસ્ક...જરુરથી પહેરો..

💃જરૂરી.હોય તો જ બહાર નીકળો

🔥આવીને ગરમ પાણી થી નહાવ 

કપડા પણ બોળી દયો.

👩‍👦વૃદ્ઘ તથા નાના બાળકો નુ ખાસ ઘ્યાન રાખો.

🥁💤આ વખત નો આફ્રિકન સ્ટૈ્ઇન આખા પરિવાર ને એકસાથે ઝપટ મા લ્ચે છે.

બેફિકર ન રહો..પરિવાર ખાતર 

સાવચેત રહો.સૂરક્ષિત રહો.🙏🏿🙏

Read More »

Tuesday, March 30, 2021

પાન-આધાર લિંક માટે માત્ર એક દિવસનો સમય, 1 એપ્રિલથી રુ. 1000નો દંડ
પાન-આધાર લિંક માટે માત્ર એક દિવસનો સમય, 1 એપ્રિલથી રુ. 1000નો દંડ
નવી દિલ્હીઃ પર્માનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર લિંક (PAN Aadhaar Link)કરવા માટે હવે એક જ દિવસનો એટલે કે બુધવાર સુધીનો જ સમય રહ્યો છે. પછી 1 એપ્રિલથી તેના માટે 1000 રુપિયાનો દંડ થશે. જો આધારને પાન સાથ લિંક કરેલું નહીં હોય તો તેની સાથે સંકળાયેલા કામ પુરાં કરવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે.
લિંક માટે છેલ્લી તારીખ 31 માર્ચ છે

PANને આધાર સાખે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો 31 માર્ચ પહેલાં પાનને આધાર સાથે લિંક નહીં કરીએ તો પાન કાર્ડ એક મહિનાની અંદર રદ થઇ જશે. છેલ્લી તારીખ બાદ પાન-આધાર લિંક કરવા માટે રુપિયા 1000નો દંડ થશે.
કેન્દ્રે લોકસભામાં નાણા વિધેયક પસાર કર્યો

કેન્દ્ર સરકારે ગત સપ્તાહે લોકસભામાં એક નાણા વિધેયક 2021 પસાર કર્યો હતો. જ્યાં એક નવું સેક્શન 234H નાંખવામાં આવ્યું હતું. જેની હેઠળ આધાર સાથે પાનને જોડવા (PAN Aadhaar Link)માં વિલબ કરવા બદલ એક હજાર રુપિયા સુધીની લેટ ફી ભરવી પડશે.
CBDT પણ તારીખ લંબવાવા કરેલો છે ઇનકાર

બીજી બાજુ કેન્દ્રી પ્રત્યેક્ષ કર બોર્ડ (CBDT) પણ ઘણી વખત પાન કાર્ડ હોલ્ડર્સને આધાર લિંકિંગની અપીલ કરી ચૂક્યું છે. સીબીડીટી તરફથી કહેવામાં આવ્યું હતું કે હવે પાન-આધાર માટે ડેડલાઇન લંબાવવામાં આવશે નહીં.

જો સમયસર આધાર-પાન લિંક (PAN Aadhaar Link) કરવામાં નહીં આવે તો તેનાથી બે મોટા નુકસાન છે. પહેલું તમારું પાન કાર્ડ 1 એપ્રિલ 2021 પછીથી રદ થઇ જશે. બીજુ જો 31 માર્ચ બાદ તેને લિંક કરવાનું હશે તો લેટ ફી તરીકે 1000 રુપિયા ભરવા પડશે. રિટર્ન ભરવાથી લઇ બેન્કમાં KYC સુધીના કામોમાં પાન અને આધારની જરુર પડે છે. અથવા બંનેમાંથી એક કામમાં આવે છે.
આજની તારીખમાં PAN સૌથી મહત્વનું નાણા દસ્તાવેજ

નોંધનીય છે કે આજની તારીખમાં પાન કાર્ડ દરેક નાણાકીય કામ માટેનું બહુ જરુરી દસ્તાવેજ છે. બેન્ક એકાઉન્ટ ખોલાવવા અને મ્યુચ્યુઅલ ફંડ કે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે પણ પાનની જરુર પડે છે. ઉપરાંત 50,000 રુપિયાથી વધુની લેવડ દેવડ માટે પણ પાન કાર્ડ જરુરી છે

Read More »

Sunday, March 28, 2021

28 અને 29 Mar 2021 કરન્ટ અફેર

 

29 Mar 2021

ગોકુલમ કેરલે આઈ-લીગનો ખિતાબ જીત્યો 

• કોલકત્તાની સીઝનની અંતિમ મેચમાં ગોકુલમ કેરલે ટીઆરએયુને 4-1થી હરાવીને આઈ-લીગનો ખિતાબ જીત્યો 

• આઇ-લીગ ચેમ્પિયન તરીકે ગોકુલમે નીચેની સીઝનમાં AFC ગ્રૃપના તબક્કા માટે ક્વોલિફાય કર્યું હતું, જે એશિયાની બીજી-સ્તરની ક્લબ સ્પર્ધા છે.

• કપ કે તે આઈ-લીગનો ખિતાબ જીતનાર કેરળની પહેલી ક્લબ પણ બની હતી.
29 Mar 2021

એક અધ્યયન મુજબ હડપ્પન સંસ્કૃતિના ખોરાકનો પતો મળ્યો છે

• એક અધ્યયન મુજબ હડપ્પન સંસ્કૃતિ દરમિયાન રહેતા લોકો, લગભગ ,4,000 વર્ષ પહેલાં, મલ્ટિગ્રેન 'લાડુ' ખાતા હતા.

• રાજસ્થાનમાં ખોદકામ દરમિયાન મળી આવેલી સામગ્રીના વૈજ્ઞાનિક અધ્યયનમાં આ વાત સામે આવી છે.

• આ અભ્યાસ બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસિઅન્સ (BSIP), લખનઉ અને ભારતના પુરાતત્ત્વીય સર્વે, નવી દિલ્હી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો.
29 Mar 2021

ભારતનો સ્માર્ટફોન માર્કેટ રેકોર્ડ 45%

• 2020 માં ભારતનો ઓનલાઇન સ્માર્ટફોન બજાર તેનો સૌથી વધુ શેર 45 ટકા સુધી પહોંચ્યો હતો.

• ફ્લિપકાર્ટ 48 ટકા શેર સાથે ટોચના ઓનલાઇન પ્લેટફોર્મ પર રહ્યો છે, ત્યારબાદ એમેઝોન 44 ટકા શેર સાથે.

• કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર, એમેઝોન 34 ટકા (વર્ષ-દર) વૃદ્ધિ પામ્યું છે અને ઓનલાઇન પ્લેટફોર્મ સૌથી ઝડપથી વિકસિત છે.  

• રિયાલિટી 2020 માં ફ્લિપકાર્ટ પર ટોચનો સ્માર્ટફોન બ્રાન્ડ બનીને રહી.
29 Mar 2021

ટાટા પાવર: મુંબઇમાં 100% હરિત ઊર્જા ઓફર

• ટાટા પાવર કંપનીએ જાહેરાત કરી છે કે તે મુંબઇમાં તેના છૂટક ગ્રાહકોને વધારાના 66 પૈસા પ્રતિ યુનિટ વધારાની 100% ગ્રીન એનર્જી અપનાવવાનો વિકલ્પ આપે છે.

• તે મુંબઇના રિટેલ ગ્રાહકો તેમજ રાજ્યભરમાં ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ માટે લાગુ છે.

• આ યોજના આગામી 3-6 મહિનામાં શરૂ કરવામાં આવશે.
29 Mar 2021

ભારત વિરુદ્ધ USTR ની બદલો લેવાયેલી વેપાર કાર્યવાહી

• યુનાઇટેડ સ્ટેટ્સના વેપાર પ્રતિનિધિ (USTR) એ ભારત અને કેટલાક અન્ય દેશો વિરુદ્ધ બદલો વેપારી કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી છે.

• USTR એ ઇ-કોમર્સ કંપનીઓ પર સમાન લેવી / ડિજિટલ સર્વિસ ટેક્સ લાગુ કર્યો છે.

• યુ.એસ દ્વારા ટ્રેડ એક્ટ, 1974 ની કલમ 301 હેઠળ ભારત અને અન્ય દેશો દ્વારા અપનાવવામાં આવેલી ડિજિટલ સેવાઓ પર કર લાગુ કરવા સામે જૂન 2020 માં યુ.એસ. દ્વારા શરૂ કરાયેલ તપાસનું આ પરિણામ છે.
29 Mar 2021

રેસિડેન્સિયલ હોકી સેન્ટર ઓફ એક્સેલન્સ ની સ્થાપના લખનૌ માં સ્થાપવામાં આવશે

• ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રેસિડેન્સિયલ હોકી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે.

• તે રાજ્યનું હોકી માટેનું પ્રથમ એડવાન્સ્ડ સેન્ટર ઓફ એક્સેલન્સ હશે.

• છોકરાઓ અને છોકરીઓ માટે 100 બેડની હોસ્ટેલ આધુનિક સ્પોર્ટ્સ મેડિસિન અને ફિઝીયોથેરાપી સેન્ટર તેમજ ટોચના કોચ સેન્ટરનો ભાગ હશે.

• તેનું સંચાલન ઉત્તર પ્રદેશ રમત નિર્દેશાલય કરશે.
29 Mar 2021

દિલ્હી સરકારે ઇ-બસોની ખરીદી માટે મંજૂરી આપી છે

• 26 માર્ચે, દિલ્હી કેબિનેટે 300 ટ્રાંસ્પોર્ટિંગ કોર્પોરેટ (DTC) ની 300 લો-ફ્લોર સંપૂર્ણ ઇલેક્ટ્રિક એર કન્ડિશન્ડ બસો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી.

• આ બસો કેન્દ્ર સરકારના "ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણ અને વિનિર્માણ" હેઠળ ખરીદવામાં આવશે.

• ઇ-બસોનો પ્રથમ પ્રોટોટાઇપ DTC દ્વારા જૂન 2021 માં પ્રાપ્ત થવાની સંભાવના છે.
29 Mar 2021

એર ઇન્ડિયાનું 100% ખાનગીકરણ

• 27 માર્ચ 2021 ના ​​રોજ, ઉડિયન મંત્રી હરદીપસિંહ પુરીએ એર ઇન્ડિયાના સંપૂર્ણ ડિસઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી.

• એર ઇન્ડિયા એ પ્રથમ દરની સંપત્તિ છે, પરંતુ તેનું 60,000 કરોડનું દેવું છે.

• સરકારે એર ઈન્ડિયામાં તેનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે 2007 માં ઇન્ડિયન એરલાઇન્સમાં ભળી ગયા બાદ નુકસાન વેઠી રહ્યુ છે.
29 Mar 2021

યુપી: મહત્તમ આંતરરાષ્ટ્રીય હવાઇમથકોવાળુ રાજ્ય

• ઉત્તર પ્રદેશ ટૂંક સમયમાં દેશમાં મહત્તમ આંતરરાષ્ટ્રીય હવાઇમથકો વાળુ રાજ્ય બનશે.

• રાજ્યમાં ટૂંક સમયમાં પાંચ આંતરરાષ્ટ્રીય વિમાનમથકો આવશે. જેવર આંતરરાષ્ટ્રીય હવાઇમથક NCR ક્ષેત્રમાં આવે છે, 2023 સુધીમાં તૈયાર થઈ જશે.

• અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક 2023 ની શરૂઆતમાં શરૂ થવાની સંભાવના છે.

આવનાર કુશીનગર એરપોર્ટ VIP ઉત્તરપ્રદેશનું ત્રીજું લાઇસન્સ પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય વિમાનમથક હશે.
29 Mar 2021

ફોર્ડ, HP 3 D પ્રિન્ટિંગ વેસ્ટ્સના ફરીથી ઉપયોગ માટે પહોંચી

• ફોર્ડ મોટર ટેક કંપની HP સાથે મળીને 3 D પ્રિન્ટીંગ કચરોને ફરીથી ઇન્જેક્શન મોલ્ડેડ ઓટોમોટિવ ભાગો સાથે વાપરવા માટે તૈયાર કર્યો, જેનો ઉપયોગ કરવા માટે તૈયાર છે.

• ઇન્જેક્શન મોલ્ડેડ ફ્યુઅલ જેવા ઓટો પાર્ટ્સ - 3 D પ્રિન્ટિંગ વેસ્ટમાંથી બનાવેલી લાઇન ક્લિપ્સ, ફોર્ડની સુપર ડ્યુટી F - - 250 ટ્રક પર પહેલાથી ઇન્સ્ટોલ થઈ ચૂકી છે.

• આ ઇન્જેક્શન મોલ્ડેડ ભાગો પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાવાળા છે.
28 Mar 2021

જમ્મુ કાશ્મીરમાં પ્રોજેક્ટ્સ અમલમાં મુકાયા છે

• જમ્મુ-કાશ્મીરમાં 58,627 કરોડના ખર્ચે 54 જેટલા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ કાર્યરત છે.

• આમાં રસ્તાઓ, વીજળી, આરોગ્ય, શિક્ષણ, પર્યટન, કૃષિ, કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ માટે પુનર્વસન યોજનાઓ, કૌશલ્ય વિકાસના ક્ષેત્રો વગેરે જેવા મોટા પ્રોજેક્ટ્સ શામેલ છે.

• જમ્મુ-કાશ્મીર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન અંતર્ગત રૂ. 997.27 કરોડના 800 પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે.
28 Mar 2021

ગોરખપુર - લખનઉ ફ્લાઇટને લીલી ઝંડી આપી 

• ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 28 માર્ચ 2021 ના ​​રોજ ગોરખપુરથી લખનઉ સુધીની ફ્લાઇટ સર્વિસને રવાના કરશે.

• ગોરખપુરની આ નવી વિમાન સેવા સાથે, નવી દિલ્હી, મુંબઇ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ અને પ્રયાગરાજ સહિત સાત મોટા શહેરો માટે ફ્લાઇટની સંખ્યા વધીને 12 થઈ જશે.

• તેઓ મહાયોગી ગુરુ ગોરખનાથ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ માટે શિલાન્યાસ પણ કરશે.
28 Mar 2021

હોન્ડા બ્રિટીશ કાર પ્લાન્ટને પનટોનીને વેચવાની સંમતિ આપી 

• હોન્ડાએ દક્ષિણ ઇંગ્લેન્ડના સ્વીન્ડનમાં પોતાનો એક માત્ર બ્રિટીશ કાર પ્લાન્ટ જાયન્ટ લોજિસ્ટિક્સ પનટોનીને વેચવાની સંમતિ આપી છે.

• યુકેમાં 1.5 મિલિયન કાર ઉત્પાદનમાં દસમા ભાગનું ઉત્પાદન કરનારા જાપાની ઓટોમેકર દ્વારા 2019 માં તેના સ્વિન્ડન પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરવાનો ઇરાદો જાહેર કર્યાના બે વર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

• પ્લાન્ટ બંધ થવાને કારણે 3,500 નોકરીઓ ખોવાઈ જશે.
28 Mar 2021

ડોલ્બી લેબોરેટરીઝ સાથે હંગામા મ્યુઝિકની ભાગીદારી

• હંગામા મ્યુઝિક ડોલ્બી લેબોરેટરીઝ સાથે ભાગીદારી કરે છે, જે વપરાશકર્તાઓને ડોલ્બી-સક્ષમ મોબાઇલ ઉપકરણો દ્વારા ડોલ્બી ફોર્મેટમાં સંગીત સાંભળવા માટે સક્ષમ બનાવે છે.

• તેણે તેની આસપાસની ધ્વનિ ટેકનોલોજી માટે જોડાણ કર્યું છે જેને ડોલ્બી એટોમસ કહેવામાં આવે છે જે સંગીતને વધુ સ્પષ્ટતા અને ઊંડાઈ પ્રદાન કરે છે.

•  ડોલ્બી લેબોરેટરીઝ એ સાન ફ્રાન્સિસ્કો સ્થિત કંપની છે જે ફિલ્મો, ટેલિવિઝન, સંગીત, રમતો અને ગેમિંગમાં દ્રષ્ટિ અને ધ્વનિ અનુભવોને વધારે છે.

9 અબજ ડોલરના મૂલ્યાંકન સાથે વિવર્ક જાહેર 

• વિવર્ક  1.3 અબજ એકત્રિત કરતી મર્જર ટ્રાન્ઝેક્શન દ્વારા જાહેર બજારોમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.

• વીવર્કનો સોદો ત્રીજા ક્વાર્ટર સુધીમાં બંધ કરવાનો છે.

• વિશેષ હેતુ સંપાદન કંપની અથવા SPAC સાથે મર્જ કરવાનું ચાલ તાજેતરના વલણને અનુરૂપ છે, જે સાર્વજનિક સૂચિની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે.
28 Mar 2021

JSW સ્ટીલ 45 MTPA ક્ષમતા પ્રાપ્ત કરવાની યોજના શરૂ કરી

• ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL) ની સંપાદન સાથે દેશના પૂર્વીય ક્ષેત્રમાં પ્રવેશ દ્વારા, જેએસડબ્લ્યુ સ્ટીલ 2030 ના લક્ષ્યાંકથી વાર્ષિક 45 મિલિયન ટન ક્ષમતા પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહી છે.

• JSW સ્ટીલ ઇન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ, 2016 ની જોગવાઈઓ હેઠળ ભૂષણ પાવર અને સ્ટીલ હસ્તગત કરી છે.

28 Mar 2021

ISRO એ GISAT - 1 નું સુધારિત શેડ્યૂલ લોંચ 

• ઈસરોએ અવકાશયાનમાં થોડી સમસ્યા બાદ GSLV - F10 રોકેટ પર જીયો-ઇમેજિંગ સેટેલાઇટ GISAT - 1 ના લોંચિંગ પ્રોગ્રામમાં ફેરફાર કર્યો છે.

• તે અગાઉ 28 માર્ચ, 2021 ના ​​રોજ સેટેલાઇટ લોન્ચ કરવાનું વિચારી રહ્યો હતો.

• આશરે 2,268 કિલો વજનનું, GISAT - 1 એ GSLV - F10 દ્વારા જિઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં પહોંચાડવામાં આવેલો એક અદ્યતન ચપળ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે.
28 Mar 2021

મહિન્દ્રાએ અનીશ શાહને MD, CEO તરીકે નિયુક્ત કર્યા

• મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે 2 એપ્રિલ, 2021 થી અમિષદ નિયામક અને મુખ્ય કાર્યકારી તરીકે અનીશ શાહની નિમણૂકની ઘોષણા કરી છે.

• શાહ મહિન્દ્રા ગ્રુપની તમામ કંપનીઓની કામગીરીનું નિરીક્ષણ કરશે અને પવન ગોએન્કાની જગ્યા લેશે.

• હાલમાં તે મહિન્દ્રાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય નાણાકીય અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
28 Mar 2021

IPL2021: કોર્નિટોઝ દિલ્હીની રાજધાનીમાં જોડાશે

• ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ટીમની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલએ જાહેરાત કરી છે કે નાચોસ બ્રાન્ડ કોર્નિટોઝ તેના સત્તાવાર ભાગીદારોમાંના એક તરીકે IPL ની આગામી આવૃત્તિમાં જોડાશે.

• કોર્નિટોસ લોગો ટીમના સત્તાવાર રમતો અને તાલીમ જર્સી પર દર્શાવવામાં આવશે.

• ગ્રીનડોટ હેલ્થ ફૂડ્સ પ્રા.લિ. દ્વારા ઉત્પાદિત, કોર્નિટોસ બ્રાન્ડમાં નાચો ક્રિસ્પ્સ, શેકેલા બદામ વગેરે શામેલ છે.
28 Mar 2021

બિડેન 40 નેતાઓને આબોહવા સંમેલનમાં આમંત્રણ આપ્યું

• યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને 40 વિશ્વ નેતાઓને એપ્રિલ 2021 માં યોજાનારી આબોહવા પરના વર્ચુઅલ નેતાઓની પરિષદમાં આમંત્રણ આપ્યું.

• બે દિવસીય સંમેલન 22 થી 23 એપ્રિલ 2021 સુધી યોજાશે.

• તેમણે સંમેલનના 40 નેતાઓને આમંત્રણ આપ્યું છે જેમ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન વગેરે.

• દક્ષિણ પૂર્વ એશિયાથી, તેમણે આમંત્રણ આપ્યું છે - જેમાં પીએમ મોદી, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સહિત અન્ય છે.
Read More »

સસ્તામાં સોનુ ખરીદવાની તક ન ગુમાવતા : જલ્દી 48 હજારને પાર થઇ શકે કિંમત, જાણો આજનો લેટેસ્ટ ભાવ

 

સસ્તામાં સોનુ ખરીદવાની તક ન ગુમાવતા : જલ્દી 48 હજારને પાર થઇ શકે કિંમત, જાણો આજનો લેટેસ્ટ ભાવ


gold price today

જો તમે હોળી પર સોનાની ખરીદી કરવાનુ વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણકે સોનુ સસ્તુ થઇ ગયુ છે.

  • સોનાના ભાવમાં ઘટાડો
  • ચાંદીની કિંમતમાં પણ ઘટાડો
  • વધી શકે છે સોના-ચાંદીના ભાવ

: MCX પર સોના (Gold) ના જૂન વાયદા હળવા ઘટાડા સાથે ખુલ્યા, ટ્રેડિંગ એક સિમિત દાયરામાં થઈ રહ્યો છે. પરંતુ ચાંદીમાં સતત ઘટાડો ચાલુ છે. MCX પર ચાંદીનો મે વાયદો 500 રૂપિયાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈ કાલે ચાંદી મે વાયદા 1000  રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે બંધ થયો હતો. ચાંદીના ભાવમાં ત્રણ દિવસમાં 1400 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. 


MCX Gold: આજે MCX પર સોનાના જૂન વાયદાની શરૂઆત થઈ છે. હાલ 130 રૂપિયાની નબળાઈ સાથે 44300ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજે સોનામાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 300 રૂપિયાથી વધુ મજબૂતી સાથે બંધ થયો હતો. આ અગાઉ સોમવારે સોનાનો MCX વાયદો 44,000 ની નીચે ગયો. આ દરમિયાન સોનાએ 43320 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઈન્ટ્રા ડે પણ સ્પર્શ્યો. વીતેલા એક સપ્તાહની વાત કરીએ તો ગત અઠવાડિયે સોમવારે સોનું 44905 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં સોનું 600 રૂપિયાથી વધુ સસ્તું થઈ ચૂક્યું છે. 


અત્રે જણાવવાનું કે સોનાના આ નવા ભાવ વીતેલા એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ગત અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં પાંચવાર ઘટાડો નોધાયો છે. 


ભારતમાં સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સોનાના ભાવમાં 160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો નોંધાયો છે. ઘટાડા બાદ સોનાનો ભાવ પણ બદલાયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 43920થી ઘટીને 43760 રૂપિયા થયો હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 44920 થી ઘટીને 44760 રૂપિયા થયો છે. છેલ્લા 6 મહિનામાં સોનાનો ભાવ 10000 રૂપિયા જેટલો ઘટ્યો છે. 


ગુડ રિટર્ન વેબસાઇટ પર દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને ચેન્નઇમાં 10 ગ્રામ સોનાની કિંમત 42160 રૂપિયા છે. મુંબઇમાં સોનાનો ભાવ 43760 રૂપિયા છે. 

22 અને 24 કેરેટ સોનાની કિંમત 
આજે કેરળમાં જો તમે 22 કેરેટ સોનુ ખરીદી રહ્યાં છો તો તમારે 41700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આપવા પડશે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 45490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 અને 24 કેરેટ સોનાની કિંમત 47840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પટનામાં 22 કેરેટ અને 24 કેરેટનો ભાવ ક્રમશ: 4370 અને 44760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

48000 સુધી પહોંચી શકે છે સોનુ
ગુપ્તાએ કહ્યું કે સોનાની કિંમત વર્તમાનમાં 44400 છે પરંતુ તે જલ્દી જ 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ શકે છે. અનુજ ગુપ્તાએ કહ્યું કે આગલા બે મહિનામાં સોનાના ભાવ 48000 સુધી જઇ શકે છે. જ્યારે ચાંદી આગલા બે મહિનામાં 70000 થી 72000 રૂપિયા સુધી પહોંચી શકે છે. 

શુક્રવારે ઘટ્યો ભાવ 
હોળી વિકેન્ડમાં આવી રહી છે અને શુક્રવારના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગુડ રિટર્ન વૅબસાઇટ અનુસાર જો તમે આજે સોનુ ખરીદવા ઇચ્છો છો તે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 43,920 રૂપિયા છે. જયારે 24 કેરેટ સોનાનો ભાવ 44,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

MCX પર સોનાનો ભાવ 159 રૂપિયા ઘટીને 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 345 રૂપિયા ઘટાડો આવ્યો અને 64,900 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ ગયો છે. 

ઇનવેસ્ટ કરવુ કેટલુ ફાયદાકારક ? 
કોમોડિટી વિશેષજ્ઞો અનુસાર સોના અને ચાંદી બંનેના સેન્ટિમેન્ટ્સ સકારાત્મક છે અને ઇનવેસ્ટર્સને સોના અને ચાંદી બંનેમાં ઇનવેસ્ટ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે MCX પર સોનાની કિંમત 48000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 72000 રૂપિયા પ્રતિ 1 કિલો પહોંચવાની શક્યતા છે. 

IIFL સિક્યોરીટીઝમાં કોમોડીટીઝ અને કરન્સી ટ્રેડના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાએ સોના અને ચાંદીની કિંમતો પર વાત કરતા કહ્યું કે સોનાની કિંમતમાં આ ઘટાડો વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતના કારણે આવ્યો છે. Read More »

સચિન તેંડૂલકર બાદ યુસુફ પઠાણ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી

 

સચિન તેંડૂલકર બાદ યુસુફ પઠાણ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી


વડોદરા: પૂર્વ ભારતીય ક્રિકેટર યૂસુફ પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યૂસુફે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે. Yusuf Pathan 

ઉલ્લેખનીય છે કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર પણ કોરોના સંક્રમિત થયો છે. સચિન પછી હવે યૂસુફને પણ કોરોના પોઝિટિવ થતા ચિંતાનો વિષય છે.

યૂસુફે સોશિયલ મીડિયા પર જાણ કરતા લખ્યું કે, તેઓ કોરોના સંક્રમિત થયા છે, કોવિડ ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેઓ કોરોના પોઝિટિવ છે. જે બાદ હું સેલ્ફ ક્વારન્ટાઇન છું. યૂસુફે પોતાના ટ્વીટમાં એ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે, જે લોકો તેના સંપર્કમાં આવ્યા હોય. Yusuf Pathan 

અગાઉ તેંડુલકરે પણ કોરોના પોઝિટિવ થયાના સમાચાર સોશિયલ મીડિયાના પર માધ્યમથી આપ્યા હતા. તેંડૂલકરે પણ હાલ ક્વોરન્ટિનમાં છે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં યૂસુફ અને સચિન બંને શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આ ટૂર્નામેન્ટમાં યૂસુફે 5 મેચમાં 139 રન કર્યા હતા અને સાથે જ 9 વિકેટ ઝડપી હતી.

ટૂર્નામેન્ટના ફાઇનલમાં યૂસુફે નિર્ણાયક પ્રદર્શન કરી ઇન્ડિયા લેજન્ડ્સને જીત અપાવી હતી.

જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઇરફાનના મોટા ભાઈ યૂસુફે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. યૂસુફે પોતાનું ડેબ્યૂ વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ કર્યું હતું. Yusuf Pathan 

સચિન અને યૂસુફના કોરોના પોઝિટિવ આવતા હવે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમનાર બીજા ખેલાડીઓને પણ તપાસ કરાવવી પડી શકે છે. આ ટૂર્નામેન્ટમાં રમનાર ખેલાડીઓ પર કોરોના સંકટ વધી ગયુ છે

તાજેતરમાં રોડ સેફ્ટી વિશ્વ સિરીઝમાં યૂસુફ પઠાણ પણ તેંડુલર સાથે રમતા જોવા મળ્યો હતો. સચિન અને યૂસુફ આ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડના સભ્ય હતા.


Read More »