ઉલ્લેખનીય છે કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર પણ કોરોના સંક્રમિત થયો છે. સચિન પછી હવે યૂસુફને પણ કોરોના પોઝિટિવ થતા ચિંતાનો વિષય છે.
યૂસુફે સોશિયલ મીડિયા પર જાણ કરતા લખ્યું કે, તેઓ કોરોના સંક્રમિત થયા છે, કોવિડ ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેઓ કોરોના પોઝિટિવ છે. જે બાદ હું સેલ્ફ ક્વારન્ટાઇન છું. યૂસુફે પોતાના ટ્વીટમાં એ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે, જે લોકો તેના સંપર્કમાં આવ્યા હોય. Yusuf Pathan
અગાઉ તેંડુલકરે પણ કોરોના પોઝિટિવ થયાના સમાચાર સોશિયલ મીડિયાના પર માધ્યમથી આપ્યા હતા. તેંડૂલકરે પણ હાલ ક્વોરન્ટિનમાં છે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં યૂસુફ અને સચિન બંને શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આ ટૂર્નામેન્ટમાં યૂસુફે 5 મેચમાં 139 રન કર્યા હતા અને સાથે જ 9 વિકેટ ઝડપી હતી.
ટૂર્નામેન્ટના ફાઇનલમાં યૂસુફે નિર્ણાયક પ્રદર્શન કરી ઇન્ડિયા લેજન્ડ્સને જીત અપાવી હતી.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઇરફાનના મોટા ભાઈ યૂસુફે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. યૂસુફે પોતાનું ડેબ્યૂ વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ કર્યું હતું. Yusuf Pathan
સચિન અને યૂસુફના કોરોના પોઝિટિવ આવતા હવે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમનાર બીજા ખેલાડીઓને પણ તપાસ કરાવવી પડી શકે છે. આ ટૂર્નામેન્ટમાં રમનાર ખેલાડીઓ પર કોરોના સંકટ વધી ગયુ છે
તાજેતરમાં રોડ સેફ્ટી વિશ્વ સિરીઝમાં યૂસુફ પઠાણ પણ તેંડુલર સાથે રમતા જોવા મળ્યો હતો. સચિન અને યૂસુફ આ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડના સભ્ય હતા.
No comments:
Post a Comment