"વેક્સિનનો એક કે બંને ડોઝ લીધા હોય એમને પણ કોરોના થાય છે"
"વેક્સિનનો એક કે બંને ડોઝ લીધા હોય એમને પણ કોરોના થાય છે" ......વેક્સિન ન લેવા માટે કે વેક્સિનના વિરોધ માટે આ બહાનું હમણાંથી વારંવાર આગળ ધરવામાં આવી રહ્યું છે.
યાદ રાખીએ કે વેક્સિન એ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ અથવા તો ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ જે કામ આપે છે એવું કામ આપવાની. સીટબેલ્ટ કે હેલ્મેટ અકસ્માતને નથી રોકતા પણ એનાથી થતાં નુકશાનની તીવ્રતા ઓછી કરીને મહામૂલી જિંદગી બચાવવામાં ઉપયોગી સાબિત થાય છે.
કોઈ પણ વેક્સિન લીધા પછી શરીર એ રોગના એન્ટિજન (જીવાણુ, વિષાણુ અથવા તો કોવિડ વાયરસ જેવા કિસ્સામાં એમાંનું પ્રોટીન) સામે પ્રતિકાર કરવા માટે એન્ટિબોડી બનાવતા શીખી જાય છે (રોગ થાય ત્યારે પણ શરીર તો આ જ પ્રોસેસ કરે પણ એમાં ઘણીવાર ઇન્ફેક્શન તીવ્ર હોય તો શરીરની પ્રતિકાર શક્તિ હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે). આ એન્ટિબોડી બની ગયા હોય અથવા તો એક વાત શરીરને એ બનાવતા આવડી ગયા હોય પછી જ્યારે આવા રોગનું સંક્રમણ થાય ત્યારે શરીરને એની સામે લડવાની હથોટી આવી ગઈ હોઈને સ્વાસ્થ્યને ઓછામાં ઓછું નુકશાન પહોંચે છે.
વેક્સિનનું કામ "નેટ પ્રેક્ટિસ" જેવું છે. વિરોધી સામે કેમ લડીશું એની આગોતરી તાલિમ વેક્સિન શરીરને અપાવી દે છે. એક વાર સાયકલ કે સ્કૂટર ચલાવવાનું શીખ્યા પછી વર્ષો બાદ પણ એ ચલાવો તો કોઈ ખાસ તકલીફ વિના ચલાવી શકાય છે. બસ આવું જ વેક્સિનના કિસ્સામાં છે. એકવાર શરીર પ્રતિકાર કરતા શીખી ગયું એટલે ભવિષ્યમાં એ વધુ સજ્જતાથી દુશ્મનનો સામનો કરવા તૈયાર હોવાનું. કોવિડ જેવા વાયરસમાં એક મુશ્કેલી એ છે કે એ વારંવાર mutation થી પોતાનું સ્વરૂપ બદલતા હોઈને નવી સ્ટ્રેઈન સામે લડવું ક્યારેક અઘરું પડે છે. એન્ટિજન-એન્ટિબોડી રીએકશન એ lock and key mechanism પર આધારિત છે. જેમ ચોક્કસ પ્રકારની ચાવી જ કોઈ તાળાને ખોલી શકે એમ ચોક્કસ પ્રકારના એન્ટિબોડી જ સામેના એન્ટિજનનો મુકાબલો કરતા હોય. એટલે એન્ટિજન (સ્ટ્રેઈન) બદલાય ત્યારે એને અનુરૂપ એન્ટિબોડી શરીર પાસે ન હોય તો સામનો ન થઈ શકે. પણ જ્યાં સુધી વાયરસ (પ્રોટીન) સ્ટ્રક્ચર મૂળ રીતે સમાન હોય ત્યાં સુધી વેક્સિન સ્વાભાવિક રીતે અસરકારક નીવડે.
વેક્સિનનો વિકલ્પ નથી. આપના, આપના પરિવારજનોના અને વિશાળ દેશહિતમાં વેક્સિન લેવાનો આગ્રહ રાખો અને બીજાઓ પાસે રખાવો. અત્યારના સંજોગોમાં કોરોનાને નાથવાનો એ એક જ હાથવગો ઉપાય છે. આભાર.
☘️કોરોના વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ સંક્રમિત થવાનું કારણ ખૂબ જાણવાલાયક છે.
☘️કોરોના વેક્સિન ફર્સ્ટ ડોઝ પછી 28 દિવસ બાદ સેકન્ડ ડોઝ લેવાનો હોય છે.
☘️જ્યારે વેક્સિન માણસના બોડીમાં એન્ટર થાય કે તરત જ વેક્સિન એન્ટી બોડી બનવવાનું સ્ટાર્ટ કરે છે.
☘️જ્યારે આપણું બોડી એન્ટી બોડી બનતું હોય છે ત્યારે આપણી ઈમ્યુનિટી એકદમ લો થઈ જાય છે.
☘️જ્યારે 28 દિવસ પૂર્ણ થાય કે આપણે વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈએ છીએ.
☘️તે ટાઈમ પિરીયડમાં આપણું બોડી ડબલ લો એમ્યુનિટી અનુભવે છે.
☘️☘️સેકન્ડ ડોઝના 14 દિવસ બાદ આપણું બોડી ફુલી એન્ટી બોડી અનુભવે છે અને એમ્યુનિટી પાવર ફાસ્ટલી ક્રિએટ થાય છે.
☘️આ દોઢ માસનાં ટાઈમ પિરીયડ દરમિયાન લો ઈમ્યુનિટીનાં કારણે કોરોના વાઈરસ આપણાં બોડીમાં એન્ટર થવાની પોસિબીલીટી ઘણી સ્ટ્રોન્ગ હોય છે.
☘️તેથી કોરોના સંક્રમિત થઈ જવાય છે.
☘️તેથી આ દોઢ માસનાં ટાઈમ પિરીયડ દરમિયાન ઘરની બહાર નીકળવું ઘણું જ રિસ્કી હોય છે.
☘️☘️વેક્સિનનાં બે ડોઝ લેવાઈ ગયા બાદ પણ સંક્રમિત થઈ કોરોના વાઈરસનાં કોપનો ભોગ બની શકીએ છીએ.
દોઢ માસ બાદ 100 થી 200 સુધી ઈમ્યુનિટી પાવર આપણાં બોડીમાં ક્રિએટ થાય છે ત્યારબાદ આપણે ઘણાં સેઈફ થઈએ છીએ.
☘️ફર્સ્ટ ડોઝથી દોઢ માસ સુધી તો જાળવીને જ રહીએ અને સેઈફ થઈએ. 🙏🏻🙏🏻
😷માસ્ક...જરુરથી પહેરો..
💃જરૂરી.હોય તો જ બહાર નીકળો
🔥આવીને ગરમ પાણી થી નહાવ
કપડા પણ બોળી દયો.
👩👦વૃદ્ઘ તથા નાના બાળકો નુ ખાસ ઘ્યાન રાખો.
🥁💤આ વખત નો આફ્રિકન સ્ટૈ્ઇન આખા પરિવાર ને એકસાથે ઝપટ મા લ્ચે છે.
બેફિકર ન રહો..પરિવાર ખાતર
સાવચેત રહો.સૂરક્ષિત રહો.🙏🏿🙏
No comments:
Post a Comment