Search This Website

Saturday, October 16, 2021

ICC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક, કોણ થયું બહારઆઈસીસી વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને તક આપવામાં આવી છે

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.


રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.  


એમએસ ધોનીને મળી મોટી જવાબદારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી20 વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે.


અનુભવી ઓપનર શિખર ધવનને ટી20 વિશ્વકપની ટીમમાં તક મળી નથી. ધવનને બીસીસીઆઈએ બહાર કરી દીધો છે. તો રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ બાદ લિમિટેડ ઓવર્સ ક્રિકેટની ટીમમાં વાપસી થઈ છે. અશ્વિન છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમ્યો હતો. તો ભારતે સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલને પણ નજરઅંદાજ કર્યો છે. 


ભારતીય ટીમમાં પાંચ સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર
બીસીસીઆઈએ વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં પાંચ સ્પિનરોને તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, રાહુલ ચાહર, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તી છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને તક મળી છે. 

Read More »

ગુજરાતમાં શિયાળાનું આગમન, મોડી રાત્રે ઠંડીનો ચમકારો


  ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ધીમે ધીમે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. નવરાત્રી પુરી થઈ અને હવે થોડા દિવસમાં દિવાળીનો તહેવાર પણ આવશે. અટેલે શિયાળો ધીમે ધીમે જામવા લાગશે. હવે વરસાદે સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. મોડી રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે.

હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. .

આગામી પાંચ દિવસમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. ભાદરવા મહિનાનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે. ઠંડી શરૂ થતાં જ ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો થયો છે.

હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે.

આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.

Read More »

આનંદો! ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત


CM Bhupendra Patel took an important decision for government employees

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાત,દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે તેવું નિર્ણય કર્યો છે

 • સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે
 • દિવાળીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય 
 • પેન્શનરોના પેન્શન વહેલા જમા થશે

ગુજરાતના 17માં મુખ્યમંત્રી બનતા જ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં રહ્યા છે, એક પછી એક મોટા નિર્ણયો લઈને સૌને ચોંકાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે.


દિવાળીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય 

અહીં ઉલ્લેખનિય છે કે આ વખતે દિવાળી 4 નવેમ્બરે આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓનો પગાર 25 કે 26 ઓક્ટોબર સુધીમાં કરી દેવામાં આવશે,એટલું જ નહીં વધુમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન વહેલા જમા થશે, જેથી કર્મચારીઓ દિવાળી આનંદથી ઉજવી શકે, આ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. 

Read More »

Success Story: એક 22 વર્ષનો છોકરો MPથી અમદાવાદ આવ્યો અને ચા વેચી બન્યો કરોડપતિફુલ્લે અમદાવાદમાં મેકડોનાલ્ડ્સમાં નોકરી શરૂ કરી. અહીં પ્રફુલને 37 રૂપિયા પ્રતિ કલાકના દરે પગાર મળતો હતો, પપ્પા પાસે જુઠુ બોલી ભણવાના નામે 10,000 હજાર માંગ્યા અને...


નવી દિલ્હી : ટોચની IIM માંથી બિઝનેસ અને entrepreneurship અભ્યાસ એ લાખો ઉમેદવારોનું સ્વપ્ન હોય છે, જે દર વર્ષે CAT, XAT અને MAT સહિત MBA પ્રવેશ પરીક્ષામાં બેસે છે. મધ્યપ્રદેશના લબરાવાડા ગામના ખેડૂતના પુત્ર પ્રફુલ બિલોરે (Praful Billore) પણ આ જ સપનું જોયું હતું. પ્રફુલ્લ અમદાવાદ IIM અમદાવાદનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો. ત્યાં, સતત ત્રણ વર્ષ સુધી કોમન એડમિશન ટેસ્ટ (CAIT) ની તૈયારી કરવા છતાં, જ્યારે તે CATની પરીક્ષા પાસ કરી શક્યો નહીં, ત્યારે તેણે ચાની દુકાન ખોલીને તેનું નામ 'MBA ચાઇવાલા' રાખ્યું. આજે, એમબીએ ચાઇવાલાના દેશભરમાં 22 થી વધુ આઉટલેટ્સ છે અને હવે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય આઉટલેટ ખોલવા જઈ રહ્યો છે. હાલમાં પ્રફુલ્લ કરોડપતિ છે. આવો જાણીએ તેની સફળતાની કહાની.

ધારના એક નાનકડા ગામ લબરાવડાનો ખેડૂત પરિવારના પ્રફુલ્લ બિલૌર આઇઆઇએમ અમદાવાદમાંથી એમબીએ કરવા માંગતો હતો, પરંતુ જ્યારે સફળતા ન મળી ત્યારે તેણે દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરો તરફ વળ્યો પરંતુ દિલ લાગ્યું તેનું અમદાવાદમાં. પ્રફુલ્લને અમદાવાદ શહેર એટલું ગમ્યું કે તેણે ત્યાં સ્થાયી થવાનું વિચારવાનું શરૂ કર્યું. હવે તેને જીવવા માટે પૈસાની જરૂર પડે અને તેણે પૈસા માટે કંઈક કરવું પડશે, એમ વિચારીને પ્રફુલ્લે અમદાવાદમાં મેકડોનાલ્ડ્સમાં નોકરી શરૂ કરી. અહીં પ્રફુલને 37 રૂપિયા પ્રતિ કલાકના દરે પગાર મળતો હતો અને તે દિવસમાં લગભગ 12 કલાક કામ કરતો હતો.

કામ શરૂ કરવા માટે પ્રફુલે તેના પિતા પાસે ખોટું બોલ્યું અને અભ્યાસના નામે 10 હજાર રૂપિયા માંગ્યા. આ પૈસાથી પ્રફુલે ચાનો સ્ટોલ ઉભો કરવાનું શરૂ કર્યું.


આજે એમબીએ ચાયવાલા એક બ્રાન્ડ બની ગઈ છે. દેશના 22 મોટા શહેરોમાં તેના આઉટલેટ્સ છે અને હવે ફ્રેન્ચાઇઝી વિદેશમાં પણ ખોલવા જઇ રહી છે. પ્રફુલ્લ બિલૌર કહે છે કે, તેના પરિવારે તેને ઘણો સાથ આપ્યો છે, તે માને છે કે જો તમે કોઈ પણ કાર્ય માટે નિષ્ઠાપૂર્વક કામ કરો છો તો સફળતા ચોક્કસ મળે છે


હવે આખા દેશમાં તેની પ્રશંસા થઈ રહી છે

પ્રફુલની સફળતાએ તેની મજાક ઉડાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો, પ્રફુલે કહ્યું કે, હવે લોકો મારી સલાહ માગે છે. હું તેમને કહું છું, ડિગ્રી હોય એ જરૂરી નથી. મને જે ગમે છે તે હું કરું છું. તમને જણાવી દઈએ કે, પ્રફુલે એમબીએ છોડી દીધું અને ચાનો સ્ટોલ કર્યો. ચાનો ધંધો શરૂ કર્યાના 4 વર્ષમાં જ તેણે 3 કરોડ રૂપિયાની કમાણી કરી અને દેશભરમાં પ્રશંસા મેળવી. પ્રફુલ્લ બિલારેની દુકાન એમબીએ ચાયવાલા આજે યુવાનોમાં લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે.

Read More »

Friday, October 15, 2021

IPL 2021 FINAL: ધોનીના સુપર કિંગ્સનો શાનદાર વિજય, ચોથી વખત જીતી ટ્રોફી

IPL 2021 FINAL: ધોનીના સુપર કિંગ્સનો શાનદાર વિજય, ચોથી વખત જીતી ટ્રોફી

ચેન્નાઈ અને કોલકત્તા વચ્ચેની આજે ફાઈનલમાં ચેન્નાઈનો શાનદાર વિજય થયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સને 27 રને પરાજય આપી ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શકી હતી.

ચેન્નઈએ આપેલા સ્કોરને પુરો કરવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સે મજબૂત શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પાવરપ્લેમાં 55 રન જોડી દીધા હતા. ગિલ અને વેંકટેશે પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.

વેંકટેશ અય્યરે આ સીઝનની ચોથી અડદી સદી ફટકારતા 51 રન બનાવ્યા હતા. અય્યર 51 રન બનાવી ચાહરનો શિકાર બન્યો હતો. શુભમન ગિલ 50 રન બનાવી આઉટ થયો હતો. નીતિશ રાણા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. સુનીલ નારાયણ બે રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. મોર્ગનની વિકેટ હેઝલવુડને મળી હતી.

દિનેશ કાર્તિક 9 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. શાકિબ અલ-હસન શૂન્ય રને જાડેજાની ઓવરમાં LBW આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી માત્ર બે રન બનાવી શક્યો હતો. શિવમ માવી 13 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈને ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે દમદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પારવપ્લેમાં 50 રન જોડી દીધા હતા. ચેન્નઈને પ્રથમ ઝટકો ઈનિંગની 9મી ઓવરમાં ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો. ગાયકવાડ 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સાથે 32 રન બનાવી સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો.

ચેન્નઈના સીનિયર ઓપનર ફાફ ડુ પ્લેસિસે ચેન્નઈની ઈનિંગની કમાન સંભાળી હતી. ફાફે પ્રથમ વિકેટ માટે ગાયકવાડ સાથે 61 રન તો ઉથપ્પા સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. મોઇન અલી અને ડુ પ્લેસિસે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. ફાફ ડુ પ્લેસિસે 57 બોલનો સામનો કરતા 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં ત્રણ સિક્સ અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા રોબિન ઉથપ્પાએ ચેન્નઈની ઈનિંગને ગતિ આપી હતી. ઉથપ્પાએ માત્ર 15 બોલમાં ત્રણ સિક્સ સાથે 31 રનની ઈનિંગ રમી હતી. મોઇન અલીએ પણ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર 190ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. મોઇન અલી 20 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 37 રન બનાવી અણનમ રહ્યો હતો.

Read More »

યોગાસનોમાં આસનોના રાજા અને આસનોની રાણી વિશે

શીર્ષાસન ( આસનોનો રાજા )

શીર્ષાસનને

આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. ખાસ કરીને નાડીતંત્રને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે
શીર્ષ એટલે મસ્તક, માથું અને આ આસનમાં માથા પર ઉભા રહેવાનું હોય છે, એટલે એને શીર્ષાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત શીર્ષનો બીજો એક અર્થ પણ છે-શ્રેષ્ઠ, ઉત્તમ. આસનોમાં આ આસન શ્રેષ્ઠ છે, આથી પણ એને શીર્ષાસન કહેવામાં આવે છે. એ સૌથી મહત્ત્વનું અને લાભકારી આસન હોવા સાથે જો એને ભુલભરેલી પદ્ધતીથી કરવામાં આવે તો નુકસાન પણ એટલું જ થાય છે. આથી એને યોગ્ય રીતે કરવું ખુબ મહત્ત્વનું છે.

શીર્ષાસન એક એવું આસન છે જેનો અભ્યાસ કરવાથી અનેક નાની બીમારીઓ દુર થઈ શકે છે. મનુષ્ય શરીરનાં બધાં જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને નાડીતંત્ર (જ્ઞાનતંત્ર)ને ચેતનવંતું બનાવવા તથા શારીરીક અને માનસીક તનાવમાંથી મુક્તી મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસનથી આપણું પાચનતંત્ર સારું રહે છે, રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે. શરીરને બળ પ્રાપ્ત થાય છે. તેનાથી મસ્તીષ્કમાં રક્ત સંચાર વધે છે, જેનાથી સ્મરણશક્તી વધી શકે છે. હીસ્ટીરીયા તથા અંડકોષ વૃદ્ધી, હર્નીયા, કબજીયાત વગેરે રોગો નથી થતા. તેનાથી વાળ કસમયે ખરતા નથી તથા સફેદ થતા અટકે છે. આ આસનથી આપણા આખા શરીરની માંસપેશીઓ સક્રીય થઈ જાય છે. આથી શારીરીક બળ મળે છે.જો કે આ આસન કંઈક મુશ્કેલ છે. તે સીદ્ધ કરવું બધાં માટે સહજ નથી.

આસનો કરતી વખતે શીર્ષાસન ક્યારે કરવું? શરુઆતમાં, મધ્યમાં કે અંતે? કેટલાક લોકો શરુઆતમાં, લોહી ગરમ ન થયેલું હોય ત્યારે કરવામાં માને છે, કેટલાક બધી કસરતના અંતે કરવાનું કહે છે. હું થોડી વૉર્મીંગ અપની કસરત કર્યા પછી શીર્ષાસન કરું છું. એમાં તાડાસન, કમરઝુક, તીર્યક તાડાસન અને કોણાસનનો સમાવેશ થાયછે. આથી મેં શરુઆત આ આસનો અને કસરતથી કરી છે.

શીર્ષાસનની વીધીઃ

સૌથી પહેલાં સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી નરમ આસન બનાવો. અહીં પરદેશમાં મોટા ભાગનાં ઘરોમાં લાકડાના ફ્લોર (ભોંયતળીયા) પર કારપેટ હોય છે. એની નીચે નરમ રબર જેવા પદાર્થનું પડ (અન્ડરલે) પાથરેલું હોય છે. તેના પર બીજો કારપેટનો ટુકડો હોય છે. આથી એના પર બીજું કશું જ પાથરવાની જરુર વીના શીર્ષાસન કરી શકાય. હું વર્ષોથી એ રીતે કરું છું. જમીન પર કે સખત આસન પર શીર્ષાસન કરવું યોગ્ય નથી, કારણ કે એમાં માથાનો ભાગ આસન પર મુકી આખા શરીરનું વજન એના પર મુકવામાં આવે છે. એ જ રીતે પોચા ગાદલાં જેવું આસન પણ સારું ન કહી શકાય. પ્રમાણસર નરમ આસન શીર્ષાસન કરવા માટે ઉત્તમ છે. લાંબી આસનપાટ હોય તો તેની ગડી વાળી જોઈતી નરમાશવાળું આસન બનાવી શકાય.

પદ્ધતિ :

શીર્ષાસન કરવા માટે વજ્રાસનમાં બેસો. હવે આગળ તરફ ઝુકી બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડીને માથાને બંને હથેળીની વચ્ચે રાખો. શ્વાસ સામાન્ય રાખો. હાથના પંજાઓની વચ્ચેની જગ્યામાં માથાનો પાછલો ભાગ બરાબર આવે અને આસન દરમ્યાન કરોડ સીધી રહે એ રીતે માથાનો ભાગ આસન પર મુકવો જોઈએ. આ સ્થીતીમાં માથાનો ટોચનો ભાગ આસન પર હશે અને પાછળનો ભાગ બે પંજા વચ્ચે હશે. બીજી રીતે જોઈએ તો આ સમયે બે હાથની કોણીથી ત્રીકોણની બે બાજુઓ જેવો આકાર થશે અને બંને બાજુઓ જ્યાં મળે ત્યાં માથાનો ભાગ હશે. ત્રીકોણની ત્રીજી ખુલ્લી બાજુએ શરીર ઘુંટણના આધારે હશે. માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પુરું વજન માથા ઉપર છોડીને શરીરને ઉપર ઉઠાવો. શરીરનો ભાર માથા ઉપર લઈ લો. આ વખતે હજુ પગ ઘુંટણમાંથી વળેલા હશે. એને ધીમે ધીમે સીધા કરવુ

શરીર સીધું કરી લો એટલે શીર્ષાસન.


સર્વાંગાસન( આસનોની રાણી)યોગાસનોમાં શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે કારણ કે શીર્ષાસન એ ખૂબ જ લાભદાયી છે. એવી જ રીતે સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી કહેવામાં આવે છે. એ પરથી સર્વાંગાસનની અગત્યતા સમજાશે. સર્વ અંગો ઉપર અસર કરતું આસન એટલે સર્વાંગાસન. આ આસન આપણા શરીરને અદભૂત લાભ આપે છે. આ આસન માત્ર શારીરિક નહિ પરંતુ આધ્યાત્મિક અને માનસિક લાભ માટે ખૂબ જ ઉપયોગી છે.

મૂળ સ્થિતિ : પીઠ પર ચત્તા સૂઈ જવું.

પદ્ધતિ :

 • પીઠ પર ચત્તા સૂઈ જાઓ.
 • બંને પગ ભેગા કરી શ્વાસ અંદરની તરફ ભરી બંને પગને એકી સાથે ધીમે ધીમે ઘૂંટણમાંથી વાળ્યા વગર ઊંચા કરો.
 • પગ કમરના ભાગથી થોડા ઊંચા થાય ત્યારે બંને હાથ પીઠ પાછળ ગોઠવી શરીરને ટેકો આપો.
 • હાથની કોણીઓ જમીન ઉપર રહેવી જોઈએ. બંને પગ આકાશતરફ 90o ખૂણે ગરદન અને ખભા જમીનને અડકીને રહેશે.
 • શરીર હલે નહિ તે રીતે પગ સીધા રાખો.
 • પંજા આકાશ તરફ ખેંચાયેલા રાખી સ્વાભાવિક રીતે શ્વાસોશ્વાસ લેતા રહો. થોડીવાર આ સ્થિતિમાં રહો.
 • એક મિનિટથી પાંચ મિનિટ સુધી આ આસન કરી શકાય.
 • આ આસનમાંથી પાછા ફરતી વખતે પગને માથા તરફ વાળી શરીરને ઢીલું કરી જમીન તરફ લાવો.
 • કમર ઉપર હાથને સરકાવતાં ધીરે ધીરે બંને પગ અને પીઠ મૂળ સ્થિતિમાં લાવો.
 • ઓછામાં ઓછી 60 સેકન્ડ માટે વિશ્રામ કરો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

 • પગને વાળવા નહિ.
 • પગને વધારે પડતા પાછળ ઝૂકાવી દેવા નહિ.
 • આસન દરમિયાન પગને જોડેલા રાખવા.
 • આસનમાંથી પાછા ફરતાં માથું જમીનથી ન ઉઠાવવું.
 • ઝટકા સાથે આસન ન છોડવૂં.
 • આ આસન દરમિયાન નજર પગની આંગળીઓ પર સ્થિર કરવી.

ફાયદા :

 • શરીરના તમામ તંત્રો જેવા કે ચેતાતંત્ર, પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શરીરના આંતરિક અવયવો ઉપર ખૂબ સારી અસર કરે છે.
 • સર્વાંગાસનથી થાઈરોઈડ ગ્રંથિના બધા કોષોને ઑક્સિજન અને પોષક તત્વો મળે છે.
 • સર્વાંગાસન થાઈરોઈડની ક્ષમતાને અને ક્રમશઃ આખા શરીરને સુધારવામાં સીધો ફાળો આપે છે.
 • આ આસનથી યાદશક્તી વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
 • આ આસન પાચન ક્રીયા શુદ્ધને કરે છે અને શરીરમાં રક્તની શુદ્ધી કરી રક્ત શોધકનું કામ પણ કરે છે. 
 • સર્વાંગાસનથી યકૃત અને બરોળના દોષો દૂર થાય છે.
 • કરોડના સર્વાઈકલ ભાગે ખેંચાણ આવવાથી કાર્યશક્તિ અને નમનીયતા વધે છે.
 • ખભા તથા બાહુઓને મજબૂત કરે છે અને કરોડરજ્જુને કુમાશવાળી રાખે છે.
 • મગજને વધારે  રક્તથી પોષણ આપે છે.
 • હ્રદયમાં શીરાઓનું વધારે રક્ત પહોંચાડીને હૃદયના સ્નાયુઓને ખેચાણ આપે છે.
 • કબજીયાતમાં સર્વાંગાસન ખૂબ જ લાભદાયી છે.
 • ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
 • સારણગાંઠ ની તકલીફ દૂર થાય છે.

સાવચેતી :

 • ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
 • થોઈરોઈડના અતિવિકાસવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
 • ખૂબ જ નબળા હૃદયવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
 • અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.
 • જેમણે કમરની ગાદીની તકલીફ હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.
 • જેમની આંખોની નસો નબળી હોય તેવા લોકોએ પણ આ આસન કરવું જોઈએ નહિ.
 • કાનમાં રસી આવતી હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.

Read More »

આજે IPL 2021ની ફાઇનલમાં બે વિશ્વ વિજેતા ટીમના કપ્તાનની ટીમો વચ્ચે ટક્કર


IPL 2021નો ફાઇનલ મુકાબલો શુક્રવારે સાંજે 7.30 કલાકે શરૂ થશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડરની એકબીજા સામે ટકરાશે. ચેન્નાઇ આ પહેલા 3 વખત IPL માં ચેમ્પિયન બની ચૂકી છે. જ્યારે કોલકત્તાની ટીમ 2 વખત IPLમાં ચેમ્પિયન રહી ચુકી છે. આજનો મુકાબલો રોમાંચક બની રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બંને ટીમોના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જણાઇ રહ્યાં છે. બંને ટીમો છેલ્લી 3 મેચથી જીત મેળવી ફાઇનલ મુકાબલા સુધી પહોંચી છે. ત્યારે ક્રિકેટ ચાહકોમાં આ વખતે કોણ ચેમ્પિયન બનશે તેને લઇ ઉત્તેજના દેખાઇ રહી છે.

IPLની ફાઇનલમાં બે એવી ટીમો વચ્ચે ટક્કર થશે જેમણે શરૂઆતના ભાગમાં નબળું પ્રદર્શન છતાં જોરદાર વાપસી કરી ફાઇનલ સુધી પહોંચી. ચેન્નાઇ સુપર કિંગની ટીમ ગત સિઝનમાં છેલ્લા ક્રમે રહી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સે વર્તમાન સિઝનના પ્રથમ 7માંથી 5 મેચ હારી ચુકી હતી ત્યારબાદ બીજી સિઝનમાં જોરદાર વાપસી કરી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સને દુબઇ કિંગ્સ તરીકે ઓળખવામાં આવી રહી છે.

બંને ટીમના કપ્તાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોત-પોતાની ટીમને વન-ડેમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. બંને વિશ્વ વિજેતા ટીમના કપ્તાનો કોઇ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રથમ વખત આમને સામેને ટકરાઇ રહ્યાં છે. બંનેની પ્રકૃતિ એક સમાન છે. શાંત ચીત્તે તેઓ રમતને પોતાની તરફેણમાં લઇ જવા સક્ષમ છે. બંને ટીમનો બેટિંગનો મદાર ટોપ 4 પર આધારિત છે. સ્પીન બોલિંગમાં બંને ટીમો પાસે શાનદાર બોલર્સ ઉપલબ્ધ છે.

આજની ફાઇલન મેચ જીતવા માટે ધોની એટલે સુપર કિંગ્સને ફેવરિટ માનવામાં આવી રહી છે. પરંતુ કોલકત્તાનું જે પ્રમાણેનું બીજા ભાગમાં પ્રદર્શન રહ્યું તે જોતા કોલકત્તા પણ ફાઇલન જીતી ત્રીજી વખત IPL ચેમ્પિયન બનવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. મેચનો આધાર ટોસ પરથી નક્કી થશે. જે ટીમ ટોસ જીતશે તેના ભાગમાં IPLની ચેમ્પિયનશીપ જીતવાની સંભાવનાઓ વધી જશે.

Read More »