Search This Website

Tuesday, March 30, 2021

પાન-આધાર લિંક માટે માત્ર એક દિવસનો સમય, 1 એપ્રિલથી રુ. 1000નો દંડ




પાન-આધાર લિંક માટે માત્ર એક દિવસનો સમય, 1 એપ્રિલથી રુ. 1000નો દંડ




નવી દિલ્હીઃ પર્માનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર લિંક (PAN Aadhaar Link)કરવા માટે હવે એક જ દિવસનો એટલે કે બુધવાર સુધીનો જ સમય રહ્યો છે. પછી 1 એપ્રિલથી તેના માટે 1000 રુપિયાનો દંડ થશે. જો આધારને પાન સાથ લિંક કરેલું નહીં હોય તો તેની સાથે સંકળાયેલા કામ પુરાં કરવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે.
લિંક માટે છેલ્લી તારીખ 31 માર્ચ છે

PANને આધાર સાખે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો 31 માર્ચ પહેલાં પાનને આધાર સાથે લિંક નહીં કરીએ તો પાન કાર્ડ એક મહિનાની અંદર રદ થઇ જશે. છેલ્લી તારીખ બાદ પાન-આધાર લિંક કરવા માટે રુપિયા 1000નો દંડ થશે.
કેન્દ્રે લોકસભામાં નાણા વિધેયક પસાર કર્યો

કેન્દ્ર સરકારે ગત સપ્તાહે લોકસભામાં એક નાણા વિધેયક 2021 પસાર કર્યો હતો. જ્યાં એક નવું સેક્શન 234H નાંખવામાં આવ્યું હતું. જેની હેઠળ આધાર સાથે પાનને જોડવા (PAN Aadhaar Link)માં વિલબ કરવા બદલ એક હજાર રુપિયા સુધીની લેટ ફી ભરવી પડશે.
CBDT પણ તારીખ લંબવાવા કરેલો છે ઇનકાર

બીજી બાજુ કેન્દ્રી પ્રત્યેક્ષ કર બોર્ડ (CBDT) પણ ઘણી વખત પાન કાર્ડ હોલ્ડર્સને આધાર લિંકિંગની અપીલ કરી ચૂક્યું છે. સીબીડીટી તરફથી કહેવામાં આવ્યું હતું કે હવે પાન-આધાર માટે ડેડલાઇન લંબાવવામાં આવશે નહીં.

જો સમયસર આધાર-પાન લિંક (PAN Aadhaar Link) કરવામાં નહીં આવે તો તેનાથી બે મોટા નુકસાન છે. પહેલું તમારું પાન કાર્ડ 1 એપ્રિલ 2021 પછીથી રદ થઇ જશે. બીજુ જો 31 માર્ચ બાદ તેને લિંક કરવાનું હશે તો લેટ ફી તરીકે 1000 રુપિયા ભરવા પડશે. રિટર્ન ભરવાથી લઇ બેન્કમાં KYC સુધીના કામોમાં પાન અને આધારની જરુર પડે છે. અથવા બંનેમાંથી એક કામમાં આવે છે.
આજની તારીખમાં PAN સૌથી મહત્વનું નાણા દસ્તાવેજ

નોંધનીય છે કે આજની તારીખમાં પાન કાર્ડ દરેક નાણાકીય કામ માટેનું બહુ જરુરી દસ્તાવેજ છે. બેન્ક એકાઉન્ટ ખોલાવવા અને મ્યુચ્યુઅલ ફંડ કે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે પણ પાનની જરુર પડે છે. ઉપરાંત 50,000 રુપિયાથી વધુની લેવડ દેવડ માટે પણ પાન કાર્ડ જરુરી છે

No comments:

Post a Comment