ગુજરાતમાં આજે કોરોનાનાં 33 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત, રિક્વરી રેટ 98.72 ટકા
રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે.કોરોનાની બીજી લહેર જાણે હાંફતી જોવા મળે છે. આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. જ્યારે 71 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. જોકે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યનો રિક્વરી રેટ 98.72 ટકા થયો છે.
રાજ્યના અત્યાર સુધીમાં કુલ 10,076 નાગરિકોનો કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ 8,13,924 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ કુલ 493 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 493 પહોંચી ગઈ છે.
રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે વડોદરા કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, તાપી 4, અમરેલી 2, બનાસકાંઠા 2, ગીર સોમનાથ 2, જામનગર કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, રાજકોટ 1, વડોદરા 1, વલસાડ 1, કેસ નોંધાયા છે.
રાજ્યનાં 5 કોર્પોરેશન વિસ્તાર અને 10 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે, જ્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, મોરબી, કચ્છ, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી.
No comments:
Post a Comment