સ્પેસની દુનિયાની 5 દુર્ઘટના:લેન્ડિંગ યોગ્ય થયું, પૃથ્વી પર તાળીઓ વાગવા લાગી, સ્પેસક્રાફટની અંદર જોયું તો યાત્રીઓનાં મોં-નાક-કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું, તેઓ મૃત્યુ પામ્યા હતા
હ્યુસ્ટન, અમે ખતરામાં છીએ. ચંદ્ર પર જનારી પ્રથમ વ્યક્તિ નીલ આર્મ્સસ્ટ્રોગના મિશન પર બનેલી ફિલ્મ અપોલો 13ના ડાયલોગ આજે પણ આંખમાં આસુ લાવી દે છે. સ્પેસ સાથે જોડાયેલા મિશનની વાસ્તવિક તસવીર હોય કે પછી કોઈ ફિલ્મ, એને જે જુએ તે થોડાક સમય માટે એક અજીબ પ્રકારનો ડર અનુભવે છે. આ ડર આમ જ નથી હોતો, પરંતુ સ્પેસ સાથે જોડાયેલી ઘટનાઓ આ વાતની સાક્ષી છે. ગત 11 જુલાઈએ જ્યારે પ્રથમ વખત 6 સામાન્ય માણસો સ્પેસયાત્રા કરી રહ્યા હતા, ત્યારે ટ્વિટર, યુ-ટ્યૂબ જ્યાંથી પણ એને લાઈવ બતાવવામાં આવી રહી હતી ત્યાં સૌથી વધુ એ સવાલ પૂછવામાં આવ્યો કે શું બધું યોગ્ય ચાલી રહ્યું છે ?
આ પાછળનું સૌથી મોટું કારણ તો એ છે કે સામાન્ય માણસ તો ઠીક છે, વર્ષોવર્ષ અંતરીક્ષમાં જનારા ઘણા વૈજ્ઞાનિકો જ સ્પેસમાં ગયા પછી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અમે અહીં અંતરીક્ષની આવી જ 5 ભયાનક ઘટના વિશે જણાવી રહ્યા છે...
સોયૂજ 1ઃ રશિયાએ ઉતાવળમાં અંતરીક્ષમાં મોકલી દીધું હતું યાન
વર્ષ 1967, પશ્ચિમી દેશો અને સોવિયત સંઘની વચ્ચે અંતરીક્ષમાં પહોંચવાની હોડ લાગી હતી. ત્યારે સોવિયત ક્રાંતિનાં 50 વર્ષ પૂરાં થવાની ઈવેન્ટ આવી હતી. રશિયાએ વધુ તપાસ કર્યા વગર જ સોયૂજ 1 યાનને વ્લાદિમીર કોમેરેવની સાથે લોન્ચ કર્યું. એક અંતરીક્ષ યાત્રીએ એક બુકમાં આ ઘટના વિશે લખ્યું છે કે રશિયાએ મિશનને ઉતાવળથી લોન્ચ કરાયું હતું. જ્યારે એ હવામાં ઊડ્યું તો એમાં ઘણી ટેક્નિકલ ખામીઓ હતી. પરિણામ એ આવ્યું કે અંતરીક્ષમાં સ્પેસક્રાફટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. પરત ફરતી વખતે કોમેરોવની પેરાશૂટ ન ખૂલી અને તેમનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાએ વિશ્વના અંતરીક્ષ યાત્રીઓને હલાવી નાખ્યા હતા. એને અંતરીક્ષ યાત્રાની પ્રથમ મોટી દુર્ઘટના પણ કહેવામાં આવે છે.
અંતરીક્ષ યાન દુર્ઘટનાગ્રસ્ત થવા પર વ્લાદિમીર કોમરેવ એમાંથી બચીને નીકળી ગયા હતા.
સોયૂજ 11ઃ મોં, કાન અને નાકમાંથી લોહી નીકળ્યું, ત્રણે અંતરીક્ષ યાત્રીઓનાં મૃત્યુ
સોયૂજ 1ની દુર્ઘટનાના 4 વર્ષ પછી 1971માં રશિયાએ સોયૂજ 11ને 3 યાત્રી વિક્ટર પેત્સયેવ, વ્લાદિસ્લેવ વોલકોવ અને જ્યોર્જીની સાથે સ્પેસમાં મોકલ્યું. તેણે રશિયાના સ્પેસ સ્ટેશન સેલ્યૂટ 1 પર પહોંચવાનું હતું. અગાઉ કરવામાં આવેલી ભૂલને રિપીટ કરવામાં આવી ન હતી. સંપૂર્ણ તૈયારી હતી. આ કારણે યાન સ્પેસ સ્ટેશન પર એકદમ યોગ્ય રીતે લેન્ડ થઈ ગયું. નીચે રશિયાના વૈજ્ઞાનિકો ખુશ થઈ ગયા. જોકે થોડા સમય પછી જ્યારે સ્પેસક્રાફટમાં કોઈ હલચલ ન થઈ તો યાનની અંદર લાગેલા કેમેરાને જોવામાં આવ્યા. એ પછી ધરતી પર હાજર અંતરીક્ષ વૈજ્ઞાનિકોના ચહેરાના રંગ બદલાઈ ગયા. ત્રણે યાત્રીઓનાં મોં, નાક અને કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેઓ મૃત્યુ પામ્યા હતા.
આ ત્રણ અંતરીક્ષ યાત્રીઓની યાદમાં રશિયા સિવાય વિશ્વના સ્પેસની દુુનિયામાં રુચિ દેખાડનારી દરેક વ્યક્તિ રડી પડી હતી.
લોન્ચ થયાની 73 સેકન્ડ પછી ટુકડાઓમાં વહેંચાઈ ગયું NASAનું શટલ ચેલેન્જર
બે દુર્ઘટના પછી રશિયાના સ્પેસવાળા પ્રોજેક્ટ ઢીલા પડી ગયા. જોકે આ દુર્ઘટનાનાં 17 વર્ષ પછી 28 જાન્યુઆરી 1986એ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના અંતરીક્ષ યાન સ્પેસ શટલ ચેલેન્જરની જે સ્થિતિ થઈ એનાથી સમગ્ર દુનિયા હલી ગઈ. આ એવી દુર્ઘટના હતી કે 73 સેકન્ડ પહેલાં ધરતી પરથી નીકળતી વખતે જે 7 યાત્રીની ખુશી સમાતી ન હતી, તેમના માત્ર એક મિનિટ પછી ચીંથરાં ઊડી ગયાં હતાં. લોન્ચિંગ પછી ઓ-રિંગે કામ કરવાનું બંધ કરી દીધું અને તે બધાની સામે જ ફાટી ગયું. આ દુર્ઘટના થવા પાછળનું કારણ ઠંડી હોવાનું કહેવાઈ રહ્યું છે.
યાન ઊડે એ પહેલાં યાત્રીઓના ચહેરા પર ખુશી હતી.
એ દુર્ઘટના, જેણે ભારતની પુત્રી કલ્પના ચાવલાનો જીવ લઈ લીધો
નાસાના શટલ ચેલેન્જરવાળી દુર્ઘટનાના 17 વર્ષ પછી 1 ફેબ્રુઆરી 2003એ સમગ્ર વિશ્વમાં ખુશી છવાઈ ગઈ હતી. ખાસ કરીને ભારતમાં. એક ભારતીય મૂળની છોકરી કલ્પના ચાવલા સ્પેસની યાત્રા પૂરી કરવાની હતી. કોલંબિયા સ્પેસ શટલ ધરતી પર પરત ફરી રહ્યું હતું, જોકે શટલની વિંગની ગરમી રોકનારી ટાઈલ્સ ઊખડી ગઈ. શટલ જ્યારે પૃથ્વીના વાયુમંડળમાં આવ્યું તો ગરમ હવાઓનો સામનો ન કરી શક્યું. કલ્પના ચાવલા સહિત યાનમાં બેઠેલા તમામ 7 અંતરીક્ષ યાત્રીનાં મૃત્યુના 41 સેકન્ડ પહેલાં જ ખ્યાલ આવ્યો હતો કે તેમનું યાન નિયંત્રણ ગુમાવી ચૂક્યું છે.
તસવીરમાં વચ્ચે દેખાઈ રહેલી ભારતીય મૂળની કલ્પના ચાવલાને દેશ આજે પણ યાદ કરે છે.
સ્પેસમાં યાત્રીઓને આગે ચારેતરફથી ઘેરી લીધા, જોકે તેમણે પોતાનો જીવ બચાવી લીધો
અંતરીક્ષમાં ઘટનારી મોટી દુર્ઘટનાઓમાં ચંદ્ર પર જનાર અપોલો મિશનની પણ ગણતરી થાય છે. એવું બન્યું કે જ્યારે યાન અંતરીક્ષમાં હતું ત્યારે કેબિનમાં આગ લાગી હતી. વાસ્તવિક રીતે ત્યાં કેટલીક જ્વલનશીલ વેલકરો સ્ટ્રિપ રાખવામાં આવી હતી, ત્યાં જ શુદ્ધ ઓક્સિજન પણ હતો. જોકે સમય જતાં યાત્રીઓનું ત્યાં ધ્યાન ન રહ્યું અને ગુસ ગ્રિસોમ તથા અડવર્ડ વ્હાઈટની કોકપિટને ચારેતરફથી આગે ઘેરી લીધી. જોકેે આવા કપરા સમયમાં પણ બંનેએ હાર ન માની અને પોતાને બચાવવા માટે કૂદી પડ્યા. આ કારણે 27 જૂન 1967ના રોજ અંતરીક્ષમાં ગયેલા અપોલો 1માં કોઈનો પણ જીવ ન ગયો.
No comments:
Post a Comment