Search This Website

Tuesday, July 20, 2021

ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ:વલસાડ જિલ્લામાં નદી-નાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યા, 500થી વધુ લોકો સંપર્ક વિહોણા, પાણીના વ્હેણમાંથી પસાર થવા લોકો મજબૂર




☔ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ:વલસાડ જિલ્લામાં નદી-નાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યા, 500થી વધુ લોકો સંપર્ક વિહોણા, પાણીના વ્હેણમાંથી પસાર થવા લોકો મજબૂર






વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જોકે, ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પ્રભાવિત વિસ્તારોમાં રાહત થઇ છે. બે દિવસથી સતત વરસતાં વરસાદના પગલે અંતરિયાળ વિસ્તારોના રસ્તાઓ થયા બંધ થઇ ગયા છે. જેથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કપરાડાના મોહનાકાવચાલીનો માર્ગ પર નદીના પાણી ફરી વળતા કોઝવે પાણીમા ડૂબ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અંદાજીત 500થી 600 લોકો સંપર્ક વિહોણા બન્યા છે. તો મધુબન ડેમની સપાટી 71.50 મીટર પર છે. જેમાં ઇન ફ્લો 12550 અને આઉટ 21085 ફ્લો ક્યુસેક પાણી છે. ગઇકાલે ડેમના 7 દરવાજા ખોલાય હતાં જેમાથી 3 દરવાજા 2 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે.



ધરમપુરના નાની વાહિયાળ ખાતે આમલી ફળિયાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો
વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસતા વરસાદને પગલે ધરમપુરના નાની વાહિયાળ ખાતે આમલી ફળિયાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે કપરાડા અને ધરમપુરમાં વરસાદને લઈ રસ્તાઓ બંધ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અંદાજીત 500થી 600 લોકો સંપર્ક વિહોણા બન્યા છે.



આમધા ગામે ઝરી ફળિયામાં આવેલ કોઝવે પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું
કપરાડા તાલુકાના આમધા ગામે ઝરી ફળિયામાં આવેલ કોઝવે પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે. દર વર્ષે આ કોઝવે પુલને ઊંચો બનાવવા રજૂઆતો કરવા છતાં તંત્ર વહીવટી ઘોરનિદ્રામાં રહેતાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. ગ્રામજનો અને વાહન ચાલકોએ જીવના જોખમે લોઝવે ઉપરથી પસાર થઇ રહેલા વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.



રાત્રે 8 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીનો વરસાદ
કપરાડા- 10 મીમી
ધરમપુર- 17 મીમી
પારડી- 02 મીમી
વલસાડ- 03 મીમી
વાપી- 07 મીમી



સાવરે 08 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો વરસાદ
ઉમરગામ- 01 મીમી
ધરમપુર- 12 મીમી
પારડી- 9 મીમી
વલસાડ- 09 મીમી
વાપી- 04 મીમી



​​​​​મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
દક્ષિણ ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના પગલે વલસાડના મધુબન ડેમમાં અંદાજે 90 હજાર ક્યુસેક પાણીની આવક થતાં ગઇકાલે ડેમના સાત દરવાજા ત્રણ મીટર સુધી ખોલાયા હતા. જોકે, સાત પૈકી ચાર દરવાજા આજે બંધ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે ત્રણ દરવાજા બે મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યાં છે. કપરાડામાં ભારે વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. કપરાડાના સિલધા ચવાચે નદીના પાણી કોઝવે પુલ ઉપર ફરી વળતાં સાત ફળિયાના લોકો સંપર્ક વિહોણા થયા હતા.

No comments:

Post a Comment