Search This Website

Thursday, November 18, 2021

સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો અને સુગર મિલ સંચાલકોની ચિંતા વધારી




સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો અને સુગર મિલ સંચાલકોની ચિંતા વધારી






 



એક તરફ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજરોજ એટલે કે ગુરુવારના દિને બપોરના સમયે અચાનક સુરત જિલ્લાના બારડોલી, માંગરોળ, કામરેજ અને મહુવા પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. 




એક તરફ ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળો પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ કમોસમી વરસાદને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાશે તેવું જાણવા મળી રહ્યું છે. 



તો બીજી તરફ સુરત જીલ્લામાં સુગર મિલોએ પણ શેરડીનું પીલાણ શરૂ કરી દીધું છે પરંતુ કમોસમી વરસાદને પગલે શેરડી કાપણીમાં પણ તકલીફ ઊભી થશે મુજબનું જાણવા મળે છે.

ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સિઝનમાં કમોસમી વરસાદ પડતો હોય જેને પગલે એવું કહી શકાય કે ગુજરાતમાં ચોમાસું હવે બારેમાસ બની ગયુ છે. હાલ ભરશિયાળે ગુજરાતના હવામાનમાં પલ્ટો જોવા મળ્યો છે. રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 



ત્યારે સુરત જિલ્લામાં પણ આજરોજ બપોરના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. લોકોએ સ્વેટરની જગ્યાએ હવે રેઈનકોર્ટ કાઢવાની જરૂર પડી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં 27 મી.મી, માંગરોળમાં 04 મી.મી, કામરેજમાં 03 મીમી અને મહુવામાં 02 મીમી વરસાદ નોંધાયો છે. 




ત્યારે જીલ્લામાં સુગર ફેક્ટરીઓ શરૂ થઈને હજુ માંડ માંડ પંદરેક દિવસ થયા છે. ત્યાં તો કમોસમી વરસાદે મિલ સંચાલકો તેમજ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગાજવીજ સાથે પડેલ ધોધમાર વરસાદને પગલે ખેતરો પણ ભીના થતાં શેરડી કાપણી પર તેની અસર જોવા મળશે.

No comments:

Post a Comment