⭕️*હેલ્થ ચમકાવવી હોય તો શિયાળા માં શું ખાશો ?*
સામાન્ય રીતે આપણું શરીર ઋતુ અનુસાર કામગીરી અને કાર્યશેલીમાં પરિવર્તન કરતુ રહે છે. શિયાળાની આ ઋતુમાં આપણું શરીર એકટીવ મોડમાં હોય છે. કુદરતે આપણને શિયાળાની મોસમ આખા વર્ષની શારીરિક શક્તિનો સંગ્રહ કરવા આપી છે.
શિયાળાની ગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શિયાળામાં ખાવા પીવાના વિકલ્પ પણ ખુબ જ મળે છે. શિયાળો એટલે જાત જાતના શાકભાજી અને પાક ખાવાની ઋતુ ,જેનો શિયાળો સારો તેનું આખું વર્ષ સારું.
લીલા શાકભાજી વધુ લેવા સાથે વસાણાં (પાક) વધુ લેવા જેનાથી આખું વર્ષ તંદુરસ્ત રહે.પણ વસાણાં(પાક) માં ઘી નું પ્રમાણ ઓછું રાખવું.
શિયાળામાં જઠરાગ્નિ ની ક્રિયા ઝડપથી થઈ જાય છે તેથી ભૂખ વધુ લાગે છે, અવાર નવાર કંઈક ખાવાની ઈચ્છા થાય છે,
શિયાળામાં શું ખાવું જોઈએ?
- આ ઋતુમાં શરદી-ઉધરસ થવાનો ભય વધુ રહે છે. એવામાં પોતાની શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આહારમાં કુદરતી એન્ટિઓક્સિડન્ટ ઉમેરવા ખુબ જ જરૂરી છે, જેવાકે આમળા, લીલી હળદર, ડુંગળી, લસણ, ખાટા ફળો જેવા કે લીંબુ, જામફળ, કીવી, વગેરે....
- તલ અને ગોળના લાડુ ઠંડીથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય મનાય છે.એટલે શિયાળામાં અને ખાસ કરીને મકર સંક્રાંતિ પર તલ અને સિંગની ચીક્કી ખાવામાં આવે છે.
- શિયાળામાં સૂકા મેવાનું સેવન લાભ દાયી છે,તેના પલાળીને કે દૂધ માં મેળવીને પ્રોટીન સેક બનાવી શકાય.
- શિયાળામાં ઘઉં ના બદલે બાજરીનો ઉપયોગ કરી શકાય જે શરીરને ગરમી આપે છે તેથી શિયાળામાં બાજરીના રોટલા અવશ્ય ખાવા તેમાં ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગુણો હોય છે બીજા ધાન્યોની સરખામણીમાં બાજરીમાં વધુ પ્રોટીન, મેગ્નેશ્યમ, કૅલ્શિયમ, મેંગેનીઝ, ટ્રીપ્ટોફેન ,ફાયબર, વિટામિન બી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
- આદુ આમ બારેમાસ સારું ,પણ ઠંડીમાં વધુ સારું માનવામાં આવે છે જેનો ઉપયોગ ચામાં અથવાતો ખોરાક માં કરી શકાય જેથી શરીરને ગરમી મળે, પાચન પણ સારું થાય.
- શરીરને સ્વસ્થ, નિરોગી ઉર્જાવાન રાખવા મધને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવે છે દરેક ઋતુમાં મધ ગુણકારી છે પણ ઠંડીમાં વધુ લાભ દાયી છે જેનાથી પાચન સારું રહેશે રોગપ્રતિકારક શક્તિ વધશે, મેટાબોલીસમ ઝડપી થતું હોવાથી શરીરની વધારાની ચરબી ઓગળશે.
- મગફળીનો ઉપયોગ પણ અવસ્ય કરવો જેમાં પ્રોટીન ચરબી ખનીજતત્વો, ફાયબર, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેડ વધુ હોય છે ગરીબો માટે મગફળી બદામ સમાન ગણી શકાય એક મુઠી મગફળી પલાળીને તમારા ડાયટમાં અવશ્ય ઉમેરો.
- શિયાળામાં શાકભાજી સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે તો શા માટે ન ખાવા ? શાકભાજી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે,સાથે વિટામિન મિનરલ્સ અને ફાઇબર્સ ભરપૂર માત્રામાં હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે.
- જે લોકોને કબજિયાતની તકલીફ હોય તે પોતાના ડાયેટમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ વધુ કરવો,કેમકે તેમાં સોલ્યુબલ અને ઇનસૉલ્યુબલ ફાઇબર્સ વધુ હોય છે
- જે લોકો શરીર ઉતારવા માંગતા હોય આ લોકો માટે ફળો સલાડ વધુ ફાયદાકારક છે.કેમકે કેલેરી ઓછી હોય અને પાણીનું પ્રમાણ વધારે હોય છે જેથી પેટ જલ્દીથી ભરાય જાય છે અને જંક ફૂડ અને અને કેલેરી યુક્ત ખોરાક ઓછો લેવાય છે, ખોરાકનો સંતોષ પણ મળે છે, આથી મેથી, પાલક, બીટ, કેબેજ, ગાજર, તાંદળજો, મૂળા, ટામેટા, જેવા શાકભાજી વધુ લેવા.
- આ દિવસોમાં રસીલા ફળો જેવાકે સંતરા, મોસંબીનું સેવન ઓછું કરવું.તે શરીરને ઠંડક આપે છે,જેથી શરદી થવાની શક્યતા રહેલી છે.આ દરમિયાન સફરજન, કેળા, પપૈયા, આંબળા, સીતાફળ ઉપયોગ કરી શકાય.
- શિયાળામાં આંબળા, આદુ,લીલી હળદર-અંબામોર, અને શાકભાજીના રસ લઈ શકાય.જેનાથી લોહીનું પ્રમાણ વધે છે અને લોહી શુદ્ધ થાય છે.
- ફળોના રસ કરતા આખા ફળ લેવા વધુ ફાયદાકારક છે.ફળોના રસમાં કેલેરીનું પ્રમાણ વધુ,ફાઇબર્સ નહિવત હોય છે જેનાથી વજન વધી શકે છે,દિવસમાં બે ફળ અવસ્ય લેવા.
- દિવસમાં બે ત્રણ કલાકના અંતરે ખોરાક લેતા રહેવો, હળવી કસરત કરવી,અને એકટીવ લાઈફ રાખવી.જેથી શરીરની તંદુરસ્તી જાળવી શકાય.
- તંદુરસ્ત સ્વાસ્થ્યનો મુખ્ય આધાર ખોરાક છે.અને શિયાળા દરિમયાન ગુજરાતમાં શાકભાજીથી લઈને વસાણાં સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ હોય છે.શિયાળામાં મેથીપાક, અડદિયાપાક, ગુંદરપાક, તલસાંકળી જેવા વસાણાં સ્વસ્થ વ્યક્તિ માટે આશીર્વાદ રૂપ બની રહે છે.
શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ *આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ.*
શિયાળા માં હેલ્થને ચમકાવવા માટે તમારા ખોરાકમાં કઈ-કઈ વસ્તુઓ નો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ .
🟥 *લીલું લસણ :*
લસણ ના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ *લીલું લસણ* ફક્ત શિયાળા માં મળે છે જેના ફાયદા સામાન્ય *લસણ* કરતાં પણ વધુ છે. *એ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે.* પાચન ને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા *ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે,* જેને લીધે *ઇન્ફેક્શન* થી રક્ષણ મળે છે. *એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.*
🟥 *બાજરો :*
આ એક એવું ધાન્ય છે જે *શિયાળા* માં જ ખાવું જોઈએ. *બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે.* એના લોટમાં *લીલું લસણ* નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો જેણે ખાધો હોય એ જ સમજી શકે એનું સુખ.
*બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે,* જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે. આ એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબો સમય *સુધી ભૂખ લાગતી નથી.* એમાં રહેલા જરૂરી *અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ* ને દૂર કરે છે. જોકે *બાજરા સાથે ઘી ખાવું જ.* જાડા થવાની ચિંતા ન કરો. બાજરો અને ઘી તમને જાડા નથી બનાવતા, પરંતુ જરૂરી પોષણ અને શક્તિ આપે છે.
🟥 *લીલી હળદર :*
શિયાળામાં *બે પ્રકારની હળદર મળે છે,* એક *લીલી હળદર* અને બીજી *આંબા હળદર.* બન્ને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર *હેલ્થ માટે ગોલ્ડ જેટલી કીમતી છે.* કોઈ પણ પ્રકારના *ઇન્ફેક્શન* સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે. *ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિવાઇરલ અને ઍન્ટિફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે.* હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે. આ ઉપરાંત એમાં રહેલા *ઍન્ટિઑક્સિડન્ટ* પણ ઘણા લાભદાયી છે.
🟥 *મૂળો :*
મૂળો ૧૨ મહિનામાંથી ૮ મહિના તો મળે જ છે, પરંતુ ખરેખર એ *શિયાળામાં મળતું કંદમૂળ છે.* એમાં ઘણા *ડાયટરી ફાઇબર્સ* રહેલા છે જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં *કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ અંદર જામી જાય છે એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે.* આ સિવાય એમાં *ઝિન્ક અને ફશૅસ્ફરસ* રહેલાં છે, જેને કારણે *સ્કિન-પ્રૉબ્લેમ્સ જેમ કે સૂકી ત્વચા, ઍક્ને કે લાલ ચાઠાં* જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
🟥 *આમળાં :*
આમળાં શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે. *વિટામિન ઘ્થી ભરપૂર આ આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે.* એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આમળાંની આમ તો અઢળક વાનગીઓ આપણે બનાવીએ છીએ, પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો *એને આખું જ ખાવું જોઈએ.* *આમળામાં રહેલું વિટામિન C વૉટર અને ઍર-સોલ્યુબલ છે.* એટલે કે જો એ પાણીના સંપર્કમાં આવે તો એ ઊડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઊડી જાય છે. *સવારે ઊઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે. એને મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમનેમ જ ખાઓ.*
🟥 *લીલાં પાનવાળી શાકભાજી :*
*મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન* જેવી કેટકેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે. આ ભાજીઓ મુંબઈમાં આમ તો બારેમાસ મળતી હોય છે, પરંતુ જે (•તુ) seasons માં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે. આ ભાજીઓમાં ઘણું પોષણ છે. એનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય. *રોટલા, પરોઠામાં* નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે. આ ભાજીઓમાં *આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે.* આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.
🟥 *તુવેર-વટાણા-વાલ-લીલા ચણા :*
આ પ્રકારની *બિયાંવાળી શાકભાજી* ફક્ત શિયાળામાં જ મળે છે. આજકાલ લોકો એને ફ્રિજરમાં આખું વર્ષ સાચવે છે. આ બિયાંની ખાસિયત એ છે કે એ *સુપાચ્ય પ્રોટીન ધરાવતી શાકભાજી છે.* આપણે *ઊંધિયા માં* આ બિયાંઓનો પ્રયોગ ખાસ કરીએ છીએ. એટલે જ આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે. *શાકાહારી લોકોને પ્રોટીન દાળ, કઠોળ કે દૂધની બનાવટોમાંથી જ મળે છે,* પરંતુ આ પ્રોટીન કરતાં શાકભાજીમાં થી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. શિયાળામાં મળતાં આ બિયાં જુદી-જુદી વાનગીઓમાં વપરાય છે અને *ચોક્કસ ખાવાં જોઈએ.*
*🆕હેલ્થ ટિપ્સ*
🟥 *ખજૂર :*
ખજૂર આપણે ત્યાં કોઈ પણ સીઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે, પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં અને એમ મનાતું કે *એ ગરમ પડે.* ખજૂર ખાવાનો અને એ ન માનવાનો *સારો સમય શિયાળો જ છે. ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી.* શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ બરાબર નથી. *ખજૂર અને ઘીની જોડી છે.* જો ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ નહીંતર એમનેમ થીણું ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાઓ. *ખાસ કરીને બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે.*
🟥 *તલ :*
તલ એક એવા પ્રકારનાં બીજ છે જેમાંથી આપણને ઘણી સારી *ક્વૉલિટીની ફૅટ્સ મળે છે.* એમાં ખૂબ સારી કક્ષાનું *પ્રોટીન* પણ રહેલું છે. આમ એમાંથી એવું પોષણ મળે છે જે પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. *તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. શરીર અંદરથી ગરમ રહી શકે છે.* તલ અને ગોળનું કૉમ્બિનેશન અત્યંત ગુણવાન માનવામાં આવે છે. *તલ કાળા હોય કે લાલ, બન્ને ઘણા જ ફાયદો કરે છે.* તલની ચીકી, તલના લાડુ અને તલની સાની આ શિયાળામાં ચોક્કસ ખાઓ.
🟥 *ગુંદર :*
ગુંદર કે ગુંદને આપણે ત્યાં ઘણો જ *પોષણયુક્ત* માનવામાં આવે છે, પરંતુ એનો ઉપયોગ આખું વર્ષ કરવામાં આવતો નથી. મોટા ભાગે શિયાળામાં જે પાક બનાવવામાં આવે એમાં જ એ નાખવામાં આવે છે. *ગુંદના લાડુ બને છે, ગુંદની રાબ પણ બને છે. સુખડી, મેથી લાડુ, અડદિયા, તલનો પાક જેવા જુદા-જુદા કેટલાય પાકમાં ગુંદ વપરાય છે.* એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે.
🟥 *અડદિયા :*
જાતજાતના પાક આમ તો ઘણા જ ગુણકારી છે. ખાસ કરીને અડદિયા ગુજરાતીઓમાં અતિ પ્રિય પાક છે. ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી, પરંતુ અડદિયા તેમને આપો એટલા ખવાઈ જાય. *આ પ્રકારના પાકમાં આપણે ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ્સ અને વસાણાં વાપરીએ છીએ એ પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે. અડદિયામાં કાળી અને ધોળી મૂસળી, ગોખરું, કૌચા, અક્કલગરો, પીપરીમૂળ, ખસખસ, એલચી, જાયફળ, જાવંત્રી અને સૂંઠ જેવા અત્યંત ગુણકારી પદાર્થો નાખવામાં આવે છે.* લોકો આજકાલ હાઈ કૅલરીના નામે એ ખાતા નથી, પરંતુ એ એક ભૂલ છે. *જે લોકો વેઇટલૉસ પણ કરતા હોય તેમણે પણ આ પાક ખાઈ શકાય.* જરૂરી છે કે તમે સમજો કે એ કેટલું અને ક્યારે ખવાય. શિયાળામાં સવારે એક પાકનું બટકું અને એક કપ દૂધ એ બેસ્ટ નાસ્તો ગણાશે. પાકનાં જમણ ન હોય. *પણ એ દરેક ઉંમરની વ્યક્તિએ ખાવા જ જોઈએ.*
No comments:
Post a Comment