Search This Website

Thursday, November 18, 2021

ધોરણ-10ની પરીક્ષા માટે 22 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાશે




ધોરણ-10ની પરીક્ષા માટે 22 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાશે





ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાનારી ધો.10ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. બોર્ડ દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થયાના બીજા જ દિવસ એટલે કે 22 નવેમ્બરથી ધો.10ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 



વિદ્યાર્થીઓ રેગ્યુલર ફી સાથે 21 ડિસેમ્બર સુધી ફી ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.10ના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થયા બાદ ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સના ફોર્મ ભરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને દિવાળી વેકેશનમાં કાર્યવાહી શરૂ કરી હતી. 



જેમાં 9 નવેમ્બરથી સ્કૂલ રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ 10 નવેમ્બરથી શિક્ષકોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ પર લીધી હતી. આ કાર્યવાહી શરૂ કરાયા બાદ પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી.

દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધો.10ના ફોર્મ ભરાવવાની કાર્યવાહી અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. જે મુજબ ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ 22 નવેમ્બરના રોજથી ભરાવવામાં આવશે. રાજ્યમાં 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને 22 નવેમ્બરથી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે બીજા સત્રના પ્રારંભ સાથે જ ધો.10ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરાશે.



 આ કામગીરી એક માસ જેટલો સમય ચાલશે. વિદ્યાર્થીઓ 21 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે.

ધો.10ના ફોર્મ ભરાવવાની કાર્યવાહી બાદ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સના ફોર્મ ભરાવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. જેમાં નવેમ્બરના અંતમાં આ બંને ધોરણના ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે.


 જોકે, બોર્ડ દ્વારા હાલમાં તો માત્ર ધો.10ના ફોર્મ ભરવાની સત્તાવાર તારીખ જાહેર કરી છે. પરંતુ આગામી દિવસોમાં અન્ય ધોરણના ફોર્મ માટેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ધો- 10ની બોર્ડની પરીક્ષા માટે રૂ.355 ફી ભરવી પડશે

શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. ધો.10માં રેગ્યુલર વિદ્યાર્થીઓની ફી રૂ. 355 રાખવામાં આવી છે. જ્યારે નિયમિત રિપીરટની એક વિષયની ફી રૂ. 130, બે વિષયની રૂ. 185, ત્રણ વિષયની રૂ. 240 અને ત્રણ કરતા વધુ વિષયની રૂ. 345 ફી છે. ખાનગી રિપીટર વિદ્યાર્થીઓની પણ ત્રણ વિષય કરતા વધુની ફી રૂ. 345 રાખવામાં આવી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ધો-12ની પરીક્ષા માટેની ફી પણ નક્કી કરાઈ

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 સાથે ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સની પરીક્ષા ફી પણ નક્કી કરી છે. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ માટેની ફી રૂ. 490 રાખવામાં આવી છે. જ્યારે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ. 140, બે વિષયની રૂ. 220, ત્રણ વિષયની રૂ. 285 અને ત્રણ કરતા વધુ વિષયની રૂ. 490 ફી રહેશે. જ્યારે ધો.12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓની રૂ. 605 ફી રહેશે.


 જ્યારે નિયમિત રિપીટરની એક વિષયની રૂ. 180, બે વિષયની રૂ. 300, ત્રણ વિષયની રૂ. 420 અને ત્રણ કરતા વધુ વિષયની રૂ. 605 ફી રાખવામાં આવી છે.

No comments:

Post a Comment