
UPમાં 2 મોટી ઘટના: એકબાજુ ગંગા કાંઠેથી મળી દફન કરેલ મૃતદેહો, બીજી બાજુ 16 ડોક્ટરોના ધડાધડ રાજીનામાં
posted on at
- ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 2 મોટી ઘટનાથી ખળભળાટ
- ગંગા કાંઠેથી મળી આવી દફન કરેલી લાશ
- 16 ડોક્ટરોએ અચાનક ધરી દીધા રાજીનામાં
ઉલ્લેખનીય છે કે, 2 સ્થળોએ પર સ્થાનિક લોકોએ દફન કરેલા આ શબ જોયા હતા. જેમાં મોટાભાગના શબ કેસરી કપડામાં લપેટવામાં આવ્યા હતા. જો કે, આ વાત અંગેની કોઇ ચોક્કસ પુષ્ટી થઈ નથી કે, આ શબ કોવિડ દર્દીઓના છે કે નહીં.
અધિકારીઓને કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
ઉન્નાવના જિલ્લા અધિકારી રવિન્દ્ર કુમારે કહ્યું કે, કેટલાક લોકો શબના અંતિમ સંસ્કાર નથી કરતા પરંતુ તેમને નદીની નજીક રહેલ રેતીમાં કફન કરે છે. જો કે, બનાવ અંગેની વિગત મળતા જ અધિકારીઓને કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
..તો ગંગા કાંઠે આવી જશે શબ
સ્થાનિક વ્યવસાયી શિરીષ ગુપ્તાએ કહ્યું હતું કે, મોનસૂનને હવે એક મહિનો દૂર છે અને ફરી એકવાર ગંગા નદીમાં પાણી આવ્યા બાદ શબ કિનારે આવી જશે. જિલ્લા વહીવટી તંત્રએ શબ હટાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ અને તેના અંતિમ સંસ્કાર કરવા જોઇએ. તો જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમે તે શબ હટાવીશું તો તે એક કાનૂની વ્યવસ્થાની સમસ્યા ઊભી થશે.
થોડા દિવસ મળી હતી તરતી લાશો
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીમાંથી મળેલા 71 મૃતદેહોની સંખ્યા હવે 100થી વધુ થઈ ગઈ છે. આ ઘટના બાદ લોકોમાં એક ગંગા નદીના માધ્યમથી કોરોના ફેલાવાની તથા લાશમાંથી વાયરસ ફેલાવાને લઈને અનેક આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
આ તરફ ઉન્નાવમાં 16 ડોક્ટર્સના રાજીનામા
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 16 ડોક્ટરે સામૂહિક રાજીનામા ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો. રાજીનામા આપનાર ડોક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ યોગ્ય રીતે વાતચીત કરતા નથી. તેમનું વર્તન ખરાબ છે.
Best eCOGRA Sportsbook Review & Welcome Bonus 2021 - CA
ReplyDeleteLooking https://deccasino.com/review/merit-casino/ for an eCOGRA Sportsbook Bonus? At this septcasino eCOGRA 토토사이트 Sportsbook review, we're herzamanindir.com/ talking apr casino about a variety of ECCOGRA sportsbook promotions.