હાર્દિકની લક્ઝરી લાઈફ:સ્વિસ કંપની પાટેક ફિલિપની ઘડિયાળ પહેરે છે પંડ્યા, એકની કિંમત 5 કરોડ; 14 કરોડથી વધુની કાર
posted on at
હાર્દિક પંડ્યા એક વખત ફરી સમાચારમાં છે. આ વખતે તે તેમની બેટિંગ કે બોલિંગ સાથે સંકળાયેલી વાતોને લઈને ન્યુઝમાં નથી. આ સિવાય તેમની ગર્લફ્રેન્ડ સાથે સંકળાયેલો પણ કોઈ મામલો નથી. જોકે તેમની પાસેથી બે ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. આ ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હાર્દિકનું કહેવું છે તે લગભગ 1.5 કરોડની છે. કસ્ટમ વિભાગ મામલાની તપાસ કરી રહ્યું છે. હાર્દિકને મોંઘી ઘડિયાળ પસંદ છે. આ અંગેનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયો છે.
હાર્દિકે આ વર્ષે 13 ઓગસ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા હતા. તેમાં એક ફોટો તેમની ઘડિયાળનો પણ હતો. આ ઘડિયાળ પાટેક ફિલિપ કંપનીની છે. તેનું મોડલ પાટેક ફિલિપ નોટિલસ પ્લેટિનમ 5711 છે. દેખાવમાં ખૂબ જ સાધારણ લાગતી આ ઘડિયાળની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. તેમની પાસે કંપનીની રોઝ ગોલ્ડન વોચ પણ છે. અંતે આ ઘડિયાળની કિંમત આટલી વધુ શાં માટે છે? તે અંગે જાણીએ…
પાટેક ફિલિપની નોટિલસના ઘણા મોડલ હાજર
પાટેક ફિલિપ SA લક્ઝરી ઘડીયાળ બનાવનારી સ્વિસ કંપની છે. આ કંપની 1839થી ઘડિયાળ બનાવી રહી છે. તેના સમગ્ર વિશ્વમાં 400થી વધુ ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર છે. હાર્દિક પંડ્યાની પાસે હાલની પાટેક ફિલિપની નોટિલસ સિરિઝની વોચ છે. આ વોચના ઘણા મોડલ આવે છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટના જણાવ્યા મુજબ, નોટિલસના કુલ 31 મોડલ આવે છે. તેમાં સ્ટેનલેસ સ્ટીલથી લઈને, રોઝ ગોલ્ડન, વ્હાઈટ ગોલ્ડ, પ્લેટિનમ ચેન જેવા ઘણા મોડલ આવે છે. હાર્દિકની પાસે નોટિલસ પ્લેટિનમનું 5711 મોડલ છે.
નોટિલસ પ્લેટિનમ 5711ની ખાસ વાતો
ઘડિયાળમાં પ્લેટિનમ ચેન આપવામાં આવી છે. તેમાં 40mmનું ડાયલ આપવામાં આવ્યું છે. ડાયલમાં સફાયર-ક્રિસ્ટલ કેસ આપવામાં આવ્યું છે, જે ઓટોમેટિક બ્લૂ અને બ્લેક થાય છે. આ વોચનો 120 મીટર પાણીની અંદર પણ ઉપયોગ કરી શકાય છે. કંપનીની ઘડિયાળમાં 2 વર્ષની મેન્યુફેકચરિંગ વોરન્ટી પણ આપવામાં આવે છે. તેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે.
No comments:
Post a Comment