Search This Website

Sunday, June 20, 2021

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન વિભાગની આગાહી




રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન વિભાગની આગાહી








રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર સાથે જ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે, જો કે હવામાન વિભાગે 23-24 જૂનના ભારે વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત અનેક પંથકોમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. જામનગર, દેવભૂમિ દ્વારકામાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.



હવામાન વિભાગે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે 23-24 જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના છે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ ચુક્યો છે. સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે.


આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. જ્યારે બાકીના દિવસોમાં વરસાદ સામાન્ય રહેશે. રાજ્યના અનેક પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેથી અમદાવાદ, સુરત, આણંદ સહિતના વિસ્તારોમાં તેમજ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ સતત વરસાદ વરસ્યો.


અમદાવાદનાં વિવિધ વિસ્તારો જેવા કે બોપલ, ઘૂમા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, વેજલપુર, શિવરંજની, જીવરાજપાર્ક, થલતેજ, સોલા, ગોતા, મણિનગર, સેટેલાઈટ, કાંકરિયામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે ઘોડાસર, ઈસનપુર, સી.ટી.એમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

આજે રાજ્યનાં વિવિધ જિલ્લા અને તાલુકામાં મેઘ મહેર થતા ક્યાંક પાણી ભરાવાનાં તો કેટલાક વિસ્તારોનું વરસાદી પાણી કેનાલમાં ઠલવાતા કેનાલ અવોરફ્લો થવાની સમસ્યા સર્જાઇ હતી, પાટણમાં પડેલા વરસાદનાં કારણે પાણી ભરાતા તંત્રની પોલ ખુલી છે, આવી સ્થિતી કડી અને પાલનપુરમાં પણ જોવા મળી છે.

રાજ્યનાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં આગામી 2 દિવસમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. પવનની ગતિ 50થી 60 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે.



No comments:

Post a Comment