Highlight Of Last Week
- GSEB APP: 25000+ Free Question Bank VSA,MCQ,SA,LA for Standard 10,11,12 Sci and Com and Board Paper
- 100 થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી
- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023,
- LIC BEST INCOME PLAN
- બહુ જલ્દી માર્કેટ આવશે આ કંપનીની ઇલેક્ટ્રિક કાર, જાણો કેટલી હશે કિંમત
Search This Website
Sunday, June 20, 2021
ઑટો / મિડલ ક્લાસનું સપનું થશે સાકાર: મારૂતિ લોન્ચ કરશે Altoથી પણ સસ્તી કાર, જાણો કિંમત અને ફિચર્સ
ઑટો / મિડલ ક્લાસનું સપનું થશે સાકાર: મારૂતિ લોન્ચ કરશે Altoથી પણ સસ્તી કાર, જાણો કિંમત અને ફિચર્સ
ઑટો / મિડલ ક્લાસનું સપનું થશે સાકાર: મારૂતિ લોન્ચ કરશે Altoથી પણ સસ્તી કાર, જાણો કિંમત અને ફિચર્સ
કોરોનાકાળમાં કારનું વેચાણ વધ્યુ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરવાનું લોકો ટાળી રહ્યાં છે અને તેને ધ્યાનમાં રાકીને જ મારુતિ સુઝુકી સસ્તી કાર લઇને આવ્યું છે.
મારુતિ લાવશે અલ્ટો કરતા સસ્તી કાર
ઇલેક્ટ્રીક કારનું પણ ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
1000CC એન્જીન સાથે લૉન્ચ થશે કાર
મારુતિ સુઝુકીએ અત્યાર સુધીની સસ્તી કાર બનાવી છે. આ કારની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. મારુતિ સુઝુકીની આ કાર અલ્ટોની રિપ્લેસમેન્ટ હશે અથવા તો તેનું નવુ વર્ઝન હશે. તેને નવા રંગરૂપ સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે.
મારુતિની આ નાની કારમાં અલ્ટો કરતા પણ સારા ફીચર્સ હશે તેનું કહેવામાં આવી રહ્યું છે. AC વેરિએન્ટમાં ખાસ ફીચર આપવામાં આવ્યા છે. આ કારનું લોન્ચિંગ જલ્દી જ થઇ શકે છે. અત્યારે મારુતિ અલ્ટોનું ટોપ મૉડલ 4.16 લાખ રૂપિયાનું આવે છે.
મારુતિ પોતાની ગાડીઓને Heartect પ્લેટફોર્મ પર શિફ્ટ કરી રહી છે. આવામાં મારુતિની નવી અલ્ટો જેને S-pressoના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કાર 1000સીસી એન્જીન સાથે આવશે અને તેના ટોપ વેરિએન્ટમાં પાવર વિન્ડો જેવા ફિચર હોઇ શકે છે. સાથે જ ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ કારમાં આપે તેવી શક્યતાઓ છે.
જાણકારી અનુસાર મારુતિ સુઝુકીની આ ઇલેક્ટ્રીક કારને હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. કંપની ભારતમાં હવે આ કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે અને આ કારના ફ્યુલ વર્ઝન પહેલેથી જ ભારતમાં છે અને હવે આ મોડલ પણ ભારતના ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કારની રેન્જ 200 કીમી હશે એટલે કે સિંગલ ચાર્જ પર આ કાર 200 કીમી ચાલી શકશે. ફાસ્ટ ચાર્જરની મદદથી આ કારને 1 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે અને તમે આ કાર ઘણીવાર ઉપયોગમાં લઇ શકો છો.
જો કિંમતની વાત કરીએ તો આ કારની કિંમત કંપની 12 લાખ રૂપિયા રાખી શકે છે અને હાલમાં કોઇ ઓફિશીયલ જાણકારી મળી શકી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ફેસ્ટિવ સિઝન સુધી ભારતમાં લોન્ચ થઇ જશે.
Source : Vtv ન્યૂઝ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment