Search This Website

Thursday, October 14, 2021

GOLD : દિવાળી સુધીમાં સોનું કેટલા રૂપિયા સુધી ઉછળી શકે છે, જાણો...

GOLD : દિવાળી સુધીમાં સોનું 49000 રૂપિયા સુધી ઉછળી શકે છે, વૈશ્વિક પરિબળો ભાવમાં વધારો કરે તેવી ધારણા





છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. અસ્થિરતાઓ વચ્ચે કિંમતો સ્થિર રહી છે. જોકે તહેવારોની સિઝનને જોતા સોનાના ભાવમાં વધારો થવા લાગ્યો છે. વૈશ્વિક પરિબળોને કારણે સોનાનો દર પણ વધી રહ્યો છે. તેમાં વધુ વધારો થવાની ધારણા છે. આ મહિને અત્યાર સુધી બુલિયન માર્કેટમાં સોનું તોલાના  499 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો  1,967 રૂપિયા મોંઘી થઈ છે.

મજબૂત ડોલરનું દબાણ
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તા કહે છે કે ડોલરની મજબૂતીના કારણે સોના અને ચાંદી પર દબાણ છે. જોકે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે આગામી મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. તેનાથી મોંઘવારી વધી શકે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળે સોનામાં વધારો થઈ શકે છે. તેમના મતે દિવાળી સુધીમાં સોનાની કિંમત 49 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.

No comments:

Post a Comment