Search This Website

Friday, June 4, 2021

શું ૩૬ લાખ વર્ષમાં સૌ પ્રથમવાર વાયુમંડળના કાર્બન સ્તરમાં વધારો થયો છે?

 

શું ૩૬ લાખ વર્ષમાં સૌ પ્રથમવાર વાયુમંડળના કાર્બન સ્તરમાં વધારો થયો છે?

પ્રથમવાર કાર્બનનું સ્તર ૪૨૪.૨૧ પીપીએમ પર પહોંચ્યું છે

૧૯૫૯માં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વાર્ષિક સરેરાશ ૩૧૫.૯૭ હતું


ન્યૂયોર્ક,૪ જૂન,૨૦૨૧,શુક્રવાર 

 ગત ૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ મૌના લોઆ વેધશાળા દ્વારા નોંધવામાં આવેલા આંકડા મુજબ માનવ ઇતિહાસમાં પ્રથમવાર કાર્બન ડાયોક સાઇડનું સ્તર ૪૨૪.૨૧ પીપીએમ પર પહોંચ્યું હતું. કાર્બન ડાયોકસાઇડનો આ વધારો ૩૬ લાખ વર્ષમાં પ્રથમવાર વધારો થયો છે. આ પહેલા નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર મે ૨૦૨૦માં વાયુ મંડળીય કાર્બન ડાયોકસાઇડનું સ્તર ૪૧૭.૬૪ પીપીએમ સુધી પહોંચ્યું હતું. આ એ સમયગાળો હતો જયારે આર્થિક મંદીના કારણે કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જનમાં ૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. 


તાજેતરના આંકડા મુજબ ઔધોગિક્ ક્રાંતિની શરુઆતથી માંડીને અત્યાર સુધી વાયુમંડળમાં કાર્બનનું પ્રમાણ ૫૦ ટકા જેટલું વધ્યું છે. હવાઇ અમેરિકા સ્થિત મૌના લોવા ઓબર્ઝવેટરીએ ૧૯૫૦ના દશકાથી પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડના પ્રમાણને નોંધે છે. તેના જણાવ્યા અનુસાર જયારે ૧૯૫૯માં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વાર્ષિક સરેરાશ ૩૧૫.૯૭ હતું. ઉલ્લેખનિય છે કે ૨૦૧૮માં ૯૨.૫૫ થી વધીને ૪૦૮.૫૨ સુધી પહોંચ્યું હતું. ૨૦૧૪માં પ્રથમવાર વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું સ્તર ૪૦૦ પીપીએમને પાર કરી ગયું હતું.

જો તેની સરેરાશ જોઇએ તો ૧૯૫૯ થી ૨૦૧૮ સુધી વાયુમંડળમાં દર વર્ષે કાર્બન ડાયોકસાઇડના પ્રમાણમાં ૧.૫૭ પીપીએમની વૃધ્ધિ થતી હતી. સ્કિપ્સ ઇન્સ્ટીટયૂશન ઓફ ઓશનોલોજી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં મે ૨૦૨૦માં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ૪૧૭.૧ પીપીએમ સુધી પહોંચી ગયું હતું. જેમાં ૨૦૨૦ની વાર્ષિક સરેરાશ જોઇએ તો ૪૧૩.૯૪ પીપીએમ હતું. કાર્બન ડાયોકસાઇડ એક મહત્વનો હીટ મેપિંગ ગ્રીનહાઉસ ગેસ છે વૃક્ષોનું છેદન, જીવાશ્મ ઇંધણ, જવાળામુખી વિસ્ફોટ અને ઉત્સર્જન દ્વારા વાતાવરણમાં ફેલાય છે. 


ભારતની વાત કરીએ તો ભારત દુનિયાનો ત્રીજા ક્રમનો સૌથી મોટો કાર્બન ઉત્સર્જક દેશ છે. દુનિયા ભરમાં કાર્બનડાયોકસાઇડનું વધતું જતું સ્તર ભારત માટે પણ ચિંતાનો વિષય છે. જો કે સીધી રીતે કાર્બન ડાયોકસાઇડની ભારત પર શું અસર થશે તેનો કોઇ જ અભ્યાસ કરવામાં આવ્યો નથી. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાર્યમેન્ટ દ્વારા કરવામાં આવેલો સ્ટડી બતાવે છે કે ૨૦ મી સદીની શરુઆત પછી ભારતમાં વાર્ષિક સરેરાશ તાપમાનમાં ૧.૨ ટકાનો વધારો થયો છે. જેના પરીણામ સ્વરુપ અતિ વૃષ્ટિ, દુષ્કાળ જેવી પરીસ્થિતિ સર્જાવા લાગી છે એટલું જ નહી કૃષિ આધારિત અર્થ વ્યવસ્થાને પણ ભારે નુકસાન થઇ રહયું છે.

No comments:

Post a Comment