Pfizer Vaccine: બ્રિટનમાં 12-15 વર્ષનાં બાળકોને લગાવવામાં આવશે ફાઇઝરની રસી
લંડન, 4 જુન 2021 શુક્રવાર
બ્રિટનમાં બાળકોને કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવવા માટે શુક્રવારે મહત્વનો નિર્ણય લીધો છે, બ્રિટિશ સરકારે 12થી 15 વર્ષનાં બાળકોને ફાઇઝર (Pfizer)ની રસી લગાવવાની મંજુરી આપી દીધી છે.
બ્રિટનની ડ્રગ રેગ્યુલેટરી ઓથીરિટીએ સમીક્ષા બાદ 12 થી 15 વર્ષની બાળકો માટે ફાઇઝર (Pfizer) – બાયોએનટેક (Pfizer Biontech) રસી ને મંજૂરી આપી છે. ફાઇઝર રસી 16 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકો માટે ઉપયોગ માટે પહેલેથી જ માન્ય છે.
યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા (US) માં પણ આ રસીથી બાળકો પર કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. આ રસીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે, બ્રિટનની મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીનાં ચીફ એક્ઝિક્યુટિવ ડો. જૂન રેને જણાવ્યું કે, 12-15 વર્ષની વયના બાળકોમાં રસીની સલામતીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એ જાણવા મળ્યું હતું જે 12 થી 15 વર્ષના બાળકોમાં ફાઇઝર- બાયોએનટેકની રસી વધારે સુરક્ષિત અને અસરકારક છે. તેમજ વેક્સિનનાં લાભ તેના જોખમ કરતાં વધારે છે.
ફાઈઝર – બાયોએનટેકે માર્ચ માસમાં 12 થી 15 વર્ષની વયના 2260 બાળકો પર ટ્રાયલ કરવામાં આવી હતી. યુરોપિયન મેડિકલ એસોસિએશન અને બ્રિટનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરીટીએ આ ટ્રાયલના ડેટાની સમીક્ષા કરી છે. અત્યાર સુધી, ઘણા દેશોએ તેમના બાળકોને રસી અપાવવા મંજૂરી આપી છે. અમેરિકા, જર્મની, કેનેડા, જાપાન અને સ્પેન પછી 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે.
No comments:
Post a Comment