Search This Website

Sunday, June 27, 2021

મહામારી / સ્કૂલો ખોલવાને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો ક્યારથી શરુ થઈ શકે




મહામારી / સ્કૂલો ખોલવાને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો ક્યારથી શરુ થઈ શકે




એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે બાળકો માટેની કોરોના વેક્સિન આવ્યા બાદ સ્કૂલો ખોલી શકાય છે.

બાળકો માટેની કોરોના વેક્સિન આવ્યાં બાદ સ્કૂલો ખોલી શકાય
જુલાઈ-સપ્ટેમ્બરમાં બાળકો માટેની કોરોના વેક્સિન આવી શકે
તે પછી સ્કૂલો ખોલવાનો વિચાર કરી શકાય-રણદીપ ગુલેરિયા

બાળકો માટેની બે વેક્સિન ટ્રાયલના માર્ગે

ગુલેરિયાએ કહ્યું કે ભારત બાયોટેકની 2-18 વર્ષના લોકો પર થયેલી વેક્સિનના ટ્રાયલના ડેટા સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે. સપ્ટેમ્બરની આસપાસ આ વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ જો આ પહેલા ફાઈઝરની વેક્સિનની મંજૂરી મળી ગઈ તો તે પણ એક મોટો વિકલ્પ બની શકે છે.




ગુલેરિયાએ જણાવ્યું કે જો ઝાયડસની વેક્સિનની મંજૂરી મળી તો ત્રીજો વિકલ્પ હોઈ શકે છે. તેમણે કહ્યું કે સ્કૂલોને ફરી વાર ખોલવી પડશે અને તેમાં વેક્સિનેશન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મહામારીમાંથી બેઠા થવાનો એકમાત્ર માર્ગ વેક્સિનેશન છે.

આવતા મહિને 10 જગ્યાએ થશે ટ્રાયલ
અદાર પુનાવાલાએ જણાવ્યું કે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાની મંજૂરી મળ્યા બાદ અમે આવતા મહિનાથી 10 સ્થળોએ 920 બાળકોમાં પીડિયાટ્રિક ટ્રાયલ શરુ કરવાની યોજના છે. 920 બાળકો પર કોવોવૈક્સ વેક્સિનની 2-3 ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ માટે કંપની ટૂંક સમયમાં ડ્ગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાની મંજૂરી માટે અરજી કરશે.

તેમણે જણાવ્યું કે પુણેમાં ભારતી હોસ્પિટલ તથા કેઈએમ હોસ્પિટલના વાડુ શાખામાં 10 જગ્યાએ પીડિયાટ્રીક ટ્રાયલ શરુ કરવામાં આવશે. જે બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે તેમની ઓછા ઓછા 6 મહિના સુધી દેખરેખ રાખવામાં આવશે.

આવી રીતે શરુ થશે ટ્રાયલ
પુનાવાલાએ જણાવ્યું કે પહેલા 12-17 વર્ષની વયના બાળકો પર ત્યાર બાદ 2-11 વર્ષની વયના બાળકો પર ટ્રાયલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું અમે પહેલા મોટા અને પછી નાના બાળકો પર ટ્રાયલ કરીશું. પહેલા 12-17 વર્ષના તથા પછી 2-11 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવશે અને તેમની છ મહિના સુધી દેખરેખ રાખવામાં આવશે.

કેટલી હદ સુધી છે અસરકારક
બ્રિટનમાં થયેલી ટ્રાયલ અનુસાર, બીજા ડોઝના એક અઠવાડિયા બાદ આ વેક્સિન 90 ટકા સુરક્ષા પ્રદાન કરે છે. આ વેક્સિન બાળકોને ગંભીર બીમાર થતા પણ બચાવે છે. નીતિ આયોગના સભ્ય પોલે પણ કહી ચૂક્યા છે કે આ વેક્સિનના પરિણામ ઉત્સાહજનક છે.

Source of VTV

No comments:

Post a Comment