🔥બાળકોમાં ફેલાઈ રહ્યો છે કોરોના:સીરો સર્વેમાં મુંબઈનાં 50% બાળકોમાં કોરોના વાયરસના એન્ટિબોડી મળી આવ્યા, મોટા ભાગનાં બાળકો 10થી 14 વર્ષની વયનાં
ત્રીજી જોખમ વચ્ચે મુંબઈથી એક ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. અહીં લગભગ 50% બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા છે. આ ખુલાસો BMCના ચોથા સીરો સર્વે રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર, જે બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા છે તેમને ક્યારેક ને ક્યારેક તો કોરોનાથી સંક્રમણ લાગી ચૂક્યું છે. નિષ્ણાતોના મતે આ પણ એક રાહતની વાત છે. એન્ટિબોડીની રચનાને કારણે ત્રીજી લહેર દરમિયાન આ બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ ઓછું થઈ ગયું છે. સર્વે અનુસાર, 10થી 14 વર્ષની વયનાં 53.43% બાળકોને સંક્રમણ લાગ્યું છે.
24 વોર્ડનાં 2,176 બાળકોનાં લેવામાં આવ્યાં સેમ્પલ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના આદેશો પર મુંબઈમાં 1 એપ્રિલ 2021થી 15 જૂન 2021 વચ્ચે ચોથો સીરો સર્વે BYL નાયર હોસ્પિટલ અને કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક તરફથી કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં કુલ 2,176 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મુંબઇના કુલ 24 વોર્ડમાં કરાયેલા આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકોમાં અગાઉની તુલનામાં એન્ટિબોડીમાં વધારો થયો છે. સર્વેક્ષણ માટે નમૂનાઓને 1-4, 5-9, 10-14 અને 15થી 18 વય જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. સર્વેમાં બહાર આવ્યું છે કે 10થી 14 વર્ષની વયનાં 53.43% બાળકોને સૌથી વધુ સંક્રમણ લાગ્યું છે. રિપોર્ટ અનુસાર, સીરો સર્વેમાં કુલ 51.18% પોઝિટિવિટી રેટ મળી આવ્યો છે.
BMCના જણાવ્યા મુજબ, 2,176 સેમ્પલમાંથી 1,283 નાયર હોસ્પિટલના આપલી ચિકિત્સા નેટવર્ક દ્વારા અને 893 કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ દ્વારા એકત્રિત કરવામાં આવ્યાં હતાં.
સર્વેના મુખ્ય મુદ્દાઓ
ત્રીજા સીરો સર્વે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરનાં 39.4% બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા હતા.
Source link
No comments:
Post a Comment