વિશ્વના 85 દેશોમાં આગની જેમ પ્રસરી ગયો ડેલ્ટા વેરિએન્ટ, WHOએ આપી ચેતવણી઼
કોરોના વાઇરસ કરતાં વધારે પ્રમાણમાં ચેપી એવા તેના ડેલ્ટા વેરિઅન્ટના 85 દેશોમાં દર્દીઓ મળી આવતા હડકંપ મચી ગયો છે. જો આ પ્રવાહ આવી રીતે જ ચાલુ જ રહેશે તો દુનિયામાં વધુને વધુ સ્થળોએ ફેલાતો જશે તેવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક રિપોર્ટમાં આપી છે.
22 જૂને જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક મહામારી રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશોમાં, બેટા વેરિઅન્ટ 119 દેશોમાં, ગામા વેરિઅન્ટ 71 દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશોમાં ફેલાયો છે.
ચારે કોરોના વેરિઅન્ટ આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટાને વેરિઅન્ટસ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યા છે. જો વર્તમાન પ્રવાહ ચાલુ રહેશે તો ડેલ્ટા વેરિઅન્ટ પ્રભાવી લાઇનેજ બની જશે. જાપાનમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા વેરિઅન્ટ કરતાં 1.23 ગણો વધારે ચેપી છે.
જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે સંસદમાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ઘટાડવા માટે કરવામાં આવેલી પ્રગતિને ડેલ્ટા વેરિઅન્ટ અધોગતિમાં ફેરવી નાખવાની તાકાત ધરાવે છે તે જોતા યુરોપ કોરોના મહામારીને મામલે વિકટ સ્થિતિમાં જ છે. જર્મનીમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં પંદર ટકા કેસો ડેલ્ટા વેરિઅન્ટના જણાયા છે.
યુએસમાં વોલ સ્ટ્રીટની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગને તેના તમામ કર્મચારીઓને કોરોનાની રસી લેવાની સલાહ આપી છે. બેન્ક દ્વારા તેના કર્મચારીઓને આ મહિનાના અંત સુધીમાં એક ફોર્મમાં તેમણે કોરોનાની રસી લીધી છે કે કેમ તે દર્શાવવું પડશે.
ઇંગ્લેન્ડમાં 12 સપ્તાહ કરતાં વધારે રહેતાં કોરોનાના લક્ષણોથી પરેશાન થતાં લોકોની સંખ્યા વીસ લાખ કરતાં વધારે હોવાનું સરકારી ડેટામાં જણાયું છે. લાંબા સમય સુધી રહેતા કોરોનાના લક્ષણોને લોંગ કોવિડ ગણવામાં આવે છે.
યુએસમાં સિયેટલના એક સંશોધકે જે ગુમ થયેલી મનાય છે તે કોરોના વાઇરસની 13 જેનેટિક સિકવન્સ ગૂગલ ક્લાઉડમાંથી શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે.
એક વર્ષ અગાઉ વુહાનમાં કોરોનાના શરૂઆતના કેસોના 200થી વધારે સેમ્પલ્સમાંથી મેળવવામાં આવેલી જેનેટિક સિકવન્સ તેના ઓનલાઇન સાયન્ટિફિક ડેટાબેઝમાંથી ગાયબ થઇ ગઇ હતી. હવે ગૂગલ ક્લાઉડમાં સંગ્રહાયેલી ફાઇલ્સને રૂટ કરતાં સંશોધકને આ સિકવન્સ મળી ગઇ છે. જેના કારણે કોરોના વાઇરસ ક્યા અને કેવી રીતે ચામાચિડિયા કે અન્ય પ્રાણીમાંથી માનવોમાં ફેલાયો હશે તેની ચોક્ક્સ માહિતી મળવાની આશા છે.
By playing in} on-line actual money slots 메리트카지노 in free mode, you are able to|you'll find a way to} study extra about how the video games work and get ready for actual money gambling higher. This mythological game wins players' hearts time after time for good causes. With 30 paylines, five reels, and countless moments of enjoyable, you’ll enjoy each minute spinning free slots on-line with the ancient Gods. Features like The Hot Hot Super Respin make this classic slot machine as actual and thrilling as the unique WMS game discovered within the world’s biggest casinos. Free spins are bonus video games obtainable whenever you play on-line slots. Many slot machines have them, and you’ll usually need to land 3 scatter symbols to activate a bonus spherical with free spins.
ReplyDelete