વર્લ્ડ બેંકે ભારતનો જીડીપી અંદાજ ૧૧.૨ ટકાથી ઘટાડી ૮.૩ ટકા કર્યો
કોરોનાની બીજી લહેર પછી ૨૦૨૧ના અંદાજમાં ઘટાડો
વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ મુજબ ૨૦૨૨માં ભારતનો જીડીપી ૭.૫ ટકા રહેવાનો અંદાજ
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૮
વર્લ્ડ બેંકના અંદાજ મુજબ ૨૦૨૧મા ભારતનો જીડીપી ૮.૩ ટકા અને ૨૦૨૨માં ૭.૫ ટકા રહેશે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ અગાઉ વર્લ્ડ બેંકે અંદાજ મૂક્યો હતો કે ૨૦૨૧માં ભારતનો જીડીપી ૧૧.૨ ટકા રહેશે.
વોશિંગ્ટન સ્થિત વર્લ્ડ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડી છે.
વર્લ્ડ બેંકે પોતાના અગાઉના અંદાજ કરતા ભારતના જીડીપીના અંદાજમાં ૨.૯ ટકાનો ઘટાડો કર્યો છે. આ અહેવાલ મુજબ કોરોનાની બીજી લહેરને કારણે ભારતના સર્વિસ સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું છે.
ભારતનો જીડીપી ચીન કરતા ઓછો રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ મુજબ ૨૦૨૧માં ચીનનો જીડીપી ૮.૫ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
No comments:
Post a Comment