Search This Website

Tuesday, June 8, 2021

કેન્દ્રએ નક્કી કરી કોરોના વેક્સિનની કિંમત, જાણો કયા ડોઝનો શું છે રેટ?


કેન્દ્રએ નક્કી કરી કોરોના વેક્સિનની કિંમત, જાણો કયા ડોઝનો શું છે રેટ?





ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીના રેટ ફિક્સ


કોવિન પોર્ટલ પર કોરોના રસીના રેટ અપલોડ કરવામાં આવશે


કેન્દ્રએ 44 કરોડ ડોઝનો ઓર્ડર અપાયો



ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીના રેટ ફિક્સ થયા

ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીના રેટ ફિક્સ કરી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રાજ્યોને આ બાબતની જાણકારી આપી છે. કોવિન પોર્ટલ પર કોરોના રસીના રેટ અપલોડ કરવામાં આવશે. કોવિશીલ્ડના પ્રાઈવેટ હોસ્પિટલમાં 780 રુપિયા ફ્કિસ કરશે. કોવૈક્સીનના ખાનગી હોસ્પિટલમાં રેટ 1410 અને સ્પૂતનિક વીના 1145 રુપિયા રેટ નક્કી કરવામાં આવશે. રાજ્યોને નક્કી રેટ પર અમલ કરવાનું કહેવામાં આવ્યુ છે.

આ રીતે નક્કી થશે રેટ

રસીનું નામ ખરીદ રેટ 5 % GST સર્વિસ ચાર્જ મહત્તમ રેટ

કોવિશીલ્ડ- 600 રુપિયા – 30 રુપિયા – 150 રુપિયા – 780 રુપિયા

કોવૈક્સિન- 1200 રુપિયા – 60 રુપિયા – 150 રુપિયા – 1410 રુપિયા

સ્પૂતનિક V- 948 રુપિયા – 47 રુપિયા – 150 રુપિયા – 1145 રુપિયા





કેન્દ્રએ 44 કરોડ ડોઝનો ઓર્ડર અપાયો

આ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોનાની રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનના 44 કરોડ ડોઝનો ઓર્ડર અપાયો છે તે પહેલેથી મેળવી લેવામાં આવેલી વેક્સિનની ડોઝથી અલગ છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર રાજ્યો પાસેથી ખરીદ કોટાને પોતાના હાથમાં લઈ લેશે અને 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રાજ્યોને મફત રસી ઉપલબ્ધ કરાવશે. જુલાઈ સુધીમાં દેશને 53.6 કરોડ વેક્સિન મળશે. વી.કે પોલે કહ્યું કે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 44 કરોડ વેક્સિનનો સપ્લાય મળી જશે. તેમણે કહ્યું કે સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા અને ભારત બાયોટેકને 30 ટકા રકમ પણ એડવાન્સમાં આપી દેવાઈ છે.

સરકારને આટલો થશે ખર્ચ

સરકારને કોરોનાની ફ્રી રસી ઉપલબ્ધ કરાવવા માટે 1.45 લાખ કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે. 18 પ્લસના ફ્રી રસીકરણ પર કેન્દ્રને 45 હજાર કરોડથી 50 હજાર કરોડ રુપિયાની વચ્ચે બોઝો પડશે. આ સરકાર દ્વારા નક્કી રુ. 35 હજાર કરોડના બજેટથી વધારે છે.



ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન

સૂત્રોએ જોકે એ નથી જણાવ્યું કે રસી કેવી રીતે અને ક્યાંથી ખરીદવામાં આવશે. સરકાર આ સમયે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત રસી અને ભારત બાયોટેક દ્વારા નિર્મિત એક સ્વદેશી રસી ખરીદશે. આ મહિનાના મધ્યથી રશિયાની સ્પૂતનિક 5ની રસી પણ દેશમાં ઉતારવામાં આવશે. સરકાર વધારાની રસી ખરીદવા માટે બીજા વિદેશી રસી નિર્માતા સાથે પણ વાત કરી રહી છે. ભારતમાં અત્યાર સુધી કુલ મળીને 23 કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાન 16 જાન્યુઆરીથી ચાલુ થયુ છે.





Source link

No comments:

Post a Comment