12માંની પરિક્ષા રદ્દ થયા બાદ શું? કેવી રીતે દેશ- વિદેશની યુનિવર્સિટી આપશે પ્રવેશ, જાણો 5 મોટા સવાલના જવાબ
posted on at
- તમામની નજર રિઝલ્ટ તૈયાર થવાની પ્રક્રિયા અને માર્કિંગના ફોર્મૂલા પર
- પરિક્ષા વગર કેવી રીતે પાસ થશે 12માંના વિદ્યાર્થી
- ગ્રેજ્યૂએશનમાં કેવી રીતે થશે એડમિશન
તમામની નજર રિઝલ્ટ તૈયાર થવાની પ્રક્રિયા અને માર્કિંગના ફોર્મૂલા પર
CBSEની 12ની પરિક્ષા રદ્દ કરવા પર વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે. તેમની નજર રિઝલ્ટ તૈયાર થવાની પ્રક્રિયા અને માર્કિંગના ફોર્મૂલા પર છે. વાલી અને વિદ્યાર્થીની નજર રિજલ્ટ, તેના ક્રાઈટેરિયા અને આગળ દેશ વિદેશની યુનિવર્સીટીમાં એડમિશન પર છે. 12માંની પરીક્ષા સાથે જોડાયેલા અનેક આવા સવાલો છે જેના જવાબ મળવાના હજું બાકી છે. આવો જાણીએ કેટલાક સવાલના જવાબ
પરિક્ષા વગર કેવી રીતે પાસ થશે 12માંના વિદ્યાર્થી
CBSEની 12માંની પરિક્ષા રદ્દ કર્યા બાદ સરકારનું કહેવું છે કે બોર્ડ રિઝલ્ટ તૈયાર કરવાને લઈને પારદર્શી અને નિષ્પક્ષ રીત અપનાવશે. બોર્ડ આની માહિતી જલ્દી આપશે. આ સંબંધમાં CBSE તરફથી નોટિસ જારી કરવામાં આવી ચૂકી છે. જેમાં તેમણે કહ્યું કે બહું જલ્દી વિદ્યાર્થીઓને પાસ કરવાનો ફોર્મૂલા રજૂ કરવામાં આવશે. જો કે 10માંની જેમ 12માં ધોરણને પણ ઈન્ટર્નલ અસેસમેન્ટના આધારે પાસ કરવાની શક્યતા છે. આ ઉપરાંત નવમાં, 10માના પર્ફોમન્સને સામેલ કરી શકાય છે. સીબીએસઈએ 10માંના વિદ્યાર્થીઓને પાસ કરવા આ ફોર્મૂલા અપનાવ્યો હતો. ત્યારે ધોરણ 12માં પણ આને લાગુ કરી શકાય છે. જેમાં 20 અંક ઈન્ટર્નલ અસેસમેન્ટ 80 અંક પુરી ક્લાસ દરમિયાન થયેલા ટેસ્ટ અથવા બીજા પેપરને મેળવીને આપવામાં આવી શકે છે.
પરીક્ષા રદ્દ થયા બાદ પેપર આપવા ઈચ્છે તો?
સીબીએસઈના 12માના વિદ્યાર્થીઓને પરિક્ષા આપ્યા વગર પાસ થવાની સાથે તેમને પેપર આપીને પાસ થવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી અસેસમેન્ટ નથી ઈચ્છા અથવા પ્રક્રિયાથી સંતુષ્ટ નથી તે પરિક્ષા આપી શકે છે. તેમના માટે મહામારી સ્થિતિ સમાપ્ત થયા બાદ પરિક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. બોર્ડ દ્વારા આની વિસ્તૃત જાણકારી જલ્દી આપવામાં આવશે.
ગ્રેજ્યૂએશનમાં કેવી રીતે થશે એડમિશન
CBSEના 12માનું રિઝલ્ટ જુલાઈના અંત સુધીમાં જારી કરી દેવાની શક્યતા છે. તેવામાં વિદ્યાર્થીઓ અનેક એવા શૈક્ષણિક સંસ્થાનોમાં આવેદન કરી શકે છે જ્યાં રિઝલ્ટ બાદમાં માંગવામાં આવે છે. પરિણામ જારી થયા બાદ માર્કશીટ સબમિટ કરાવવાની રહેશે. અનેક યુનિવર્સીટીમાં એડમિશન ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી ઓપન રહે છે. તેવામાં ગ્રેજ્યુએશનમાં એડમિશનમાં બહું તકલીફ નહીં પડે. પરંતુ રિઝલ્ટમાં મોડુ થવા પર સમસ્યા થઈ શકે છે.
વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓનુ શું થશે
12માં ધોરણના વિદ્યાર્થીઓ પહેલાની જેમ વિદેશમાં અભ્યાસ માટે અપ્લાય કરી શકે છે. વિદેશોમાં અનેક શૈક્ષણિક સંસ્થાન ઓનલાઈન એન્ટ્રેન્સ ટેસ્ટ આયોજિત કરે છે. એન્ટ્રેન્સ ક્લીયર કર્યા બાદ 12માંનું ફાઈનલ રિઝલ્ટ માંગવામાં આવે છે. સામાન્ય રીતે વિદેશમાં એકેડમિક સેશન જુલાઈ- ઓગસ્ટમાં શરુ થાય છે. એ જોવાનું રહેશે કે ત્યાં ફાઈનલ માર્કશીટ ક્યાં સુધીમાં સબમિટ કરાવવાની રહેશે.
કયા કયા બોર્ડે 12ની પરિક્ષા રદ્દ કરી
CBSE અને CISCE ઉપરાંત હરિયાણા બોર્ડે પણ 12માંની પરિક્ષા રદ્દ કરી છે. આ ઉપરાંત યુપી બોર્ડ, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ જેવા રાજ્યો દ્વારા પરિક્ષા રદ્દ કરવાની શક્યતા છે. આ રાજ્યો જલ્દી પરિક્ષાઓનું આયોજન કરવા પર નિર્ણય લઈ શકે છે.
No comments:
Post a Comment