નિર્ણય / ગુજરાતમાં પણ ધોરણ 12ની પરીક્ષા રદ્દ થાય તેવા સંકેત, થોડીવારમાં સરકાર કરી શકે જાહેરાત
posted on at
પરીક્ષા રદ્દ થવાના સંકેત
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં CBSEની ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે કેન્દ્રમાંથી આ નિર્ણય લેવાય તે પહેલા જ ગુજરાત સરકારે ધોરણ 12ની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકી શકાય ત્યારે ગુજરાત સરકાર મૂંઝવણમાં મુકાઇ હતી જે બાદ આજે કેબિનેટની બેઠકમાં પરીક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ હવે પરીક્ષા રદ્દ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર કેન્દ્રની જેમ જ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરશે.
પીએમ મોદીએ લીધો હતો નિર્ણય
PM મોદીની અપીલ બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવી કે ના લેવી તેવી અસમંજસની સ્થિતિમાં મુકાઈ હતું, કારણ કે શિક્ષણ બોર્ડ ધોરણ 10-ના રિપીટર અને ધોરણ-12ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. અગાઉ CBSEએ ધોરણ 10ની પરીક્ષા રદ કરતા GSEBએ પણ પરીક્ષા રદ કરી હતી. આ પહેલા ગત એપ્રિલમાં CBSEની ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે મે મહિનામાં ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા બાદ CBSEની ધોરણ 12ની પરીક્ષા રદ
કેન્દ્ગ સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષ અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં.તેમણે કહ્યું કે ધોરણ-12ના પરિણામ નિયત સમયમાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે
વાલીઓની ચિંતા થઈ દૂર
મહત્વનું છે કે કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરના જોખમ વચ્ચે 12ની પરીક્ષાને લઈને દેશભરના વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતામાં ભયનો માહોલ છે. આ અંગે CBSE અને શિક્ષા મંત્રાલય તરફથી 12ની પરીક્ષાની તારીખે જાહેર કરવાની હતી. પરંતુ શિક્ષણમંત્રીની અચાનક તબિયત લથડતાં પરીક્ષાઓ અંગે મૂંઝવણ સર્જાઈ હતી. આ પછી, પીએમઓ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી ખુદ બેઠક બાદ પરીક્ષાઓ અંગે નિર્ણય લેશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હાઈ પ્રોફાઇલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
No comments:
Post a Comment