
કોરોના જંગમાં મોટી રાહત, RBIએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે રુ. 50 હજાર કરોડ આપ્યા
posted on at
- બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે- શક્તિકાંત
- સ્થિતિઓ પર આરબીઆઈની નજર બનેલી છે- – શક્તિકાંત
- હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ આપ્યા
ગવર્નરમાં શક્તિકાંતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બીજી લહેરથી ઈકોનોમીને ભારે સ્તર પર અસર પડી છે. આની સાથે જોડાયેલી સ્થિતિઓ પર આરબીઆઈની નજર બનેલી છે. બીજી લહેરની વિરુદ્ધ પગલા ભરવાની જરુર છે.
બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે
શક્તિકાંત દાસે મીડિયા સંબોધનમાં કહ્યુ કે કોરોનાની પહેલી લહેર બાદ ઈકોનોમીમાં રિકવરી દેખાવાની શરુ થઈ હતુ પરંતુ બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે. સરકાર રસીકરણમાં તેજી લાવી રહી છે. તેમણે આગળ કહ્યુ કે ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરીના સંકેત છે. ભારતની વાત કરીએ તો ભારતીય ઈકોનોમી પણ દબાણથી ઉભરતી જોવા મળી રહી છે. આગળ સારા મોન્સૂનમાં ગ્રામીણ માંગમાં તેજીની શક્યતા છે. મૈન્યૂફેક્ચરિંગ એકમોમાં પણ ધીમાપણુ અટકતુ નજરે પડી રહ્યુ છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં તેજી યથાવત જોવા મળી રહી છે જો કે એપ્રિલમાં ઓટો રજીસ્ટ્રેશનમાં અછત જોવા મળી છે. આરબીઆઈએ સ્થિતિ પર નજર બનાવી રાખી છે.
હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ આપ્યા
આરબીઆઈએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ રુપિયા આપ્યા. આ ઉપરાંત રસી મેન્યૂફેર્ચર્સ, રસી ટ્રાન્સપોર્ટ્સ, એક્સપોર્ટ્સને સરળ હપ્તે લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હોસ્પિટલો, હેલ્થ સર્વિસ, પ્રોવાઈડર્સને પણ આનો લાભ મળશે. શક્તિકાંત દાસે કહ્યુ કે પ્રાઈરોરિટી સેક્ટર માટે જલ્દી લોન અને ઈન્સેન્ટિવ આપવામાં આવશે.

મહામારી / તમે અંધ બની શકો,અમે નહીં, જાણો કયા મુદ્દે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને લીધી આડે હાથ
posted on at
- દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજનની તંગી કેસની સુનાવણી
- હાઈકોર્ટે કેન્દ્ર સરકારને લગાવી આકરી ફટકાર
- હાઈકોર્ટે બોલી, તમે આંધળા બની શકો અમે નહીં.
હાઈકોર્ટે જણાવ્યું કે જો મહારાષ્ટ્રમાં હાલના સમયે ઓક્સિજનનો ઉપયોગ ઓછો હોય તો ત્યાંના કેટલાક ટેન્કર્સને દિલ્હી મોકલી શકાય.
દિલ્હીને તાત્કાલિક ધોરણે ઓક્સિજન પૂરો પાડો-હાઈકોર્ટ
દિલ્હીમાં પ્રવર્તી રહેલી ઓક્સિજનની તંગી પરની એક અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આવું જણાવ્યું હતું. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું કે કેટલીક જગ્યાએ ઓક્સિજનને સ્ટોર કરી શકાય છે. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે પણ દિલ્હીને 700 એમટી ઓક્સિજન આપવાનો આદેશ આપ્યો છે તેથી દિલ્હીને તેના હિસ્સાનો ઓક્સિજન મળવો જોઈએ.
ભારતમાં કોરોનાની બીજી લહેર જીવલેણ બની ચૂકી છે
ભારતમાં કોરોનાની બીજી લહેર જીવલેણ બની ચૂકી છે. છેલ્લા 14 દિવસમાં 185 ટકાથી વધારે મોત થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં દેશમાં રોજ 3400થી વધુ મોત થઈ રહ્યા છે. છેલ્લા 4 અઠવાડિયા પહેલા અહીં રોજ 787 મોત થઈ રહ્યા હતા. 7 દિવસના આંકડાના આધારે 14 દિવસના બદલાવની ગણતરી કરાય છે. જેનાથી સંક્રમણની સચોટ સ્થિતિનું અનુમાન કરી શકાય છે.
વૈજ્ઞાનિક અનુમાન પણ પડ્યા ખોટા
ભારતમાં કોરોનાની બીજી લહેરને લઈને વૈજ્ઞાનિક અનુમાનની સ્થિતિની પણ જાણકારી મળી રહી નથી. એપ્રિલના મધ્યમાં આવેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે જૂનના પહેલા અઠવાડિયામાં રોજના અઢી હજારથી વધારે દર્દીના મોત થશે. જ્યારે 27 એપ્રિલના ભારતમાં રોજ આવતો મોતનો આંક 3000ને પાર કરી ચૂક્યો હતો.
82 ટકા સુધી વધ્યું સંક્રમણ
એક રિપોર્ટ અનુસાર ભારતમાં છેલાલ 14 દિવસમાં 82 ટકા સંક્રમણના નવા કેસ આવ્યા છે. છેલ્લા 4 અઠવાડિયા પહેલા ભારતમાં સરેરાશ 1,43,343 નવા દર્દી આવી રહ્યા છે. હવે રોજના 3,68,647 નવા દર્દીમાં સંક્રમણમાં જોવા મળી રહ્યું છે.
No comments:
Post a Comment