Search This Website

Tuesday, May 4, 2021

સમય રહેતા જ ચેતી ગઇ હોત મોદી સરકાર તો દેશમાં કોરોનાની સ્થિતિ ના બગડતી: રઘુરામ રાજન





સમય રહેતા જ ચેતી ગઇ હોત મોદી સરકાર તો દેશમાં કોરોનાની સ્થિતિ ના બગડતી: રઘુરામ રાજન


-May 04, 2021











નવી દિલ્હી: RBIના પૂર્વ ગવર્નર અને મોદી સરકારની નીતિઓના ટિકાકાર રઘુરામ રાજને ભારતમાં કોરોનાની બેકાબુ સ્થિતિ માટે લીડરશિપ અને દૂરદર્શિતાને જવાબદાર ઠેરવી છે. રઘુરામ રાજને કહ્યુ કે ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર બાદ દેશમાં જન્મેલા અહંકારનો ભોગ બનવું પડી રહ્યુ છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના કોરોનાના 3.5 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા સરકાર પર લૉકડાઉનનું દબાણ છે પરંતુ સરકારે અત્યાર સુધી તેનો ઇનકાર કર્યો છે.


ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)ના ચીફ ઇકોનોમિસ્ટ રહી ચુકેલા રાજને Kathleen Hays સાથે Bloomberg Television ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે જો તમે સાવધાન રહો છો તો તમારે સમજવુ જોઇતુ હતું કે અત્યારે તેનો ખતરો ઓછો થયો નથી. વિશ્વમાં બીજી લહેર ખાસ કરીને બ્રાઝીલમાં જે થઇ રહ્યુ છે, તેનાથી તમારે સમજી જવુ જોઇતુ હતું કે વાયરસ પરત આવી રહ્યો છે અને પહેલા કરતા વધુ ખતરનાક બની રહ્યો છે. રઘુરામ રાજને કહ્યુ કે ગત વર્ષે કોરોનાના કેસમાં કમી આવ્યા બાદ ભારતને લાગ્યુ કે વાયરસનો ખરાબ સમય વિતી ગયો છે અને હવે બધુ ખોલવાનો સમય આવી ગયો છે. આ અહંકાર આજે ભારતને ભારે પડી રહ્યો છે.

વેક્સીન પર ના આપ્યુ ધ્યાન


યૂનિવર્સિટી ઓફ શિકાગોમાં ફાઇનાન્સના પ્રોફેસર રાજને કહ્યુ કે કોરોનાની પ્રથમ લહેર સામે લડવામાં ભારતની સફળતાનું પરિણામ તે આવ્યુ કે તેને પોતાના લોકો માટે પુરતી વેક્સીન બનાવવા પર ધ્યાન આપ્યુ નથી. ભારતને લાગ્યુ કે હજુ તેની પાસે સમય છે, તેને લાગ્યુ કે અમે વાયરસ સામે લડી ચુક્યા છીએ માટે વેક્સીનેશનમાં ઉતાવળ ના કરવી જોઇએ, તેમણે કહ્યુ કે હવે જઇને સરકારને ભાન થયુ અને તે ઇમરજન્સી મોડમાં કામ કરી રહી છે.


રાજનને યુપીએ સરકારે 2013માં આરબીઆઇ ગવર્નર બનાવ્યા હતા પરંતુ તે મોદી સરકારની નીતિઓના ટિકાકાર રહ્યા છે. આરબીઆઇ ડિવિડન્ડ (RBI Dividends) અને ઇન્ટરેસ્ટ રેટ (Interest Rats)ના મુદ્દા પર તેમની મોદી સરકાર સાથે બની નહતી. ભાજપે તેમની પર વ્યાજ દર વધુ રાખવાનો આરોપ પણ લગાવ્યો હતો.

No comments:

Post a Comment