મહામારી / આ એકમાત્ર ઉપાયથી ભારતમાં કોરોના કાબૂમાં આવી જશે, દુનિયાના ટોચના મહામારી નિષ્ણાંતે ફરી સલાહ આપી
posted on at
- અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત ડો.એન્થની ફાઉચીનો દાવો
- ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જરુર
- તો જ કોરોના કાબૂમાં આવશે
- વ્યાપક સ્તરે વેક્સિનેશન ઝૂંબેશ ચલાવવી જોઈએ
મોટા પ્રમાણમાં વેક્સિનેશન ઝૂંબેશ ચલાવવી જોઈએ
વ્હાઈટ હાઉસના મુખ્ય ચિકિત્સા સલાહકાર તરીકે કામ કરી રહેલા ડો.એન્થની ફાઉચીએ જણાવ્યું કે ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. ફાઉચીએ સલાહ આપી કે ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લોકડાઉન લાગુ પાડવુ જોઈએ. વ્યાપક સ્તરે વેક્સિનેશન ઝૂંબેશ ચલાવવી જોઈએ અને મોટી સંખ્યામાં અસ્થાયી હોસ્પિટલો પણ ઊભી કરવી જોઈએ. તેમણે મહામારીને પહોંચી વળવા માટે સેનાની મદદ લેવાની પણ સલાહ આપી છે.
ડો.ફાઉચીએ જણાવ્યું કે ચીનમાં જ્યારે ગત વર્ષે કોરોના ગંભીર બન્યો ત્યારે તેણે તેના સાધનોને ઝડપથી નવી હોસ્પિટલ બનાવવામાં લગાડી દીધા જેથી કરીને જેમને ભરતી થવાની જરુર હોય તેમને તમામને સહાય મળી શકે.
સેનાની મદદથી ફિલ્ડ હોસ્પિટલ બનાવવી જોઈએ
તેમણે મીડિયા રિપોર્ટને ટાંકીને જણાવ્યું કે હોસ્પિટલમાં બેડની ગંભીર સમસ્યા છે અને હંગામી ધોરણે લોકોની સારવાર કરાઈ રહી છે. ભારતે તેની સેનાની સહાયથી ફિલ્ડ હોસ્પિટલ બનાવવી જોઈએ. જેવી રીતે યુદ્ધ વખતે હંગામી હોસ્પિટલ ઊભી કરવામાં આવે છે તેવી હોસ્પિટલો ઊભી થવી જોઈએ.
આખી દુનિયાએ ભારતને બને તેટલી વધારે મદદ કરવી જોઈએ
ડો.એન્થની ફાઉચીએ સ્પસ્ટ જણાવ્યું કે ભારતમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે ત્યારે પૂરતી સારવાર ન મળતી હોય, હોસ્પિટલોમાં બેડ ન ઉપલબ્ધ હોય અને ઓક્સિજન કે બીજી જરુરી સારવાર ન મળતી હોય તો અત્યંત નિરાશાજનક સ્થિતિ બની જાય છે. તેને ધ્યાનમાં લેતા મને લાગે છે કે આખી દુનિયાએ ભારતને બને તેટલી વધારે મદદ કરવી જોઈએ.
વધારેમાં વધારે લોકોને રસી મળવી જોઈએ
ડો.ફાઉસીએ જણાવ્યું કે સૌથી પહેલા તો વધારેમાં વધારે લોકોને રસી મળે તેવી વ્યવસ્થા થવી જોઈએ. જોકે રસી લગાડવાથી આજે સર્જાયેલી સમસ્યા ખતમ નહીં થાય તેમાં થોડો સમય લાગી શકે છે. મને ખબર છે કે ભારત પહેલેથી કેટલાક પગલાંઓ ઉઠાવી રહ્યો છે. થોડા દિવસો પહેલા મેં સૂચન કર્યું હતું કે દેશમાં લોકડાઉન લાગુ પાડવું જોઈએ અને ભારતના કેટલાક ભાગમાં લોકડાઉન લાગુ પણ છે. દુનિયાના દેશો સામગ્રી અને કર્મચારીઓને મદદ પૂરી પાડીને ભારતને સહાય કરી શકે છે.
આ પણ વાંચો
No comments:
Post a Comment