Search This Website

Wednesday, May 5, 2021

લોકડાઉનમાં શાળાઓ બંધ હોય તો વાલીઓએ કેટલી ફી ભરવી પડે?


 લોકડાઉનમાં શાળાઓ બંધ હોય તો વાલીઓએ કેટલી ફી ભરવી પડે?  








કોરના મહામારીના આ સમયમાં દરેક વ્યક્તિ મુશેક્લીમાંથી પસાર થઇ રહ્યો છે. શાળાઓ લાંબા સમયથી બંધ છે. શિક્ષણ અને ફીને લઇને વાલીઓ મુશ્કેલીમાં છે. શાળાઓની ફીને લઈને પોતાની દલીલો છે, તો સામે વાલીઓની પોતાની દલીલો છે. શાળાઓની ફીને લઇને ગયા વર્ષે પણ ઘણા રાજ્યોમાં હાઇકોર્ટ સુધી વાત પહોંચી હતી. ત્યારબાદ આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જે અંગે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને નિર્દેશ બંને આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, લોકડાઉનના સમયમાં શાળાઓ પુરી ફી ના વસુલી શકે.





સુપ્રીમ કોર્ટે આજે રાજસ્થાનની 36 હજાર ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને સોમવારે નિર્દેશ આપ્યો છે કે, તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15% ઓછી ફી વસૂલ કરે. આ નિર્ણયમાં સ્પષ્ટ કરાયું છે કે, ફી ચૂકવી ન શકવાની સ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થીને વર્ચ્યુઅલ કે સ્થિતિ સામાન્ય થવા પર ક્લાસમાં સામેલ થતા રોકી શકાય નહીં કે તેનું પરીક્ષા પરિણામ પણ રોકવું જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. જેમાં રાજસ્થાન વિદ્યાલય (શુલ્ક નિયમન) કાનૂન 2016 અને શાળાઓમાં ફી નક્કી કરવા સંબંધિત કાયદા હેઠળ બનાવવામાં આવેલા નિયમની વેલિડિટીને અપાયેલા પડકારને ફગાવવામાં આવ્યો હતો. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની બેચે 128 પાનાના પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા ફીની ચૂકવણી 6 સરખા હપ્તામાં કરાશે. બેન્ચે કહ્યું હતું કે, એ વાતનો ઈન્કાર કરી ન શકાય કે મહામારીના કારણે લાગુ પૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે.


જસ્ટિસ ખાનવિલકરે ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રકારના આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઈ છે. આ ચુકાદામાં કહેવાયું કે ‘અપીલકર્તા (શાળા) પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર 2019-20 માટે વર્ષ 2016ના કાયદા હેઠળ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ફી વસૂલ કરે, પરંતુ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલી સુવિધાઓને ધ્યાનમાં રાખતા ફી 15% ઓછી લેવામાં આવે. જો શાળાઓ પોતાના વિદ્યાર્થીને વધુ છૂટ આપવા માંગે તો તે તેના પર નિર્ભર છે અને આપી શકે છે.

No comments:

Post a Comment