આવો દેખાય છે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર નવો વેરિઅન્ટ, વૈજ્ઞાનિકોએ જારી કરી તસવીર
posted on at
- B.1.1.7 વેરિએન્ટમાં એક માત્ર મ્યૂટેશન છે જે સ્પાઈક પ્રોટીનના ભાગ પર છે
- આખરે કેમ આટલો સંક્રમક છે કોરોનાનો વેરિએન્ટ
- WHOએ B.1.1.7 વેરિએન્ટ વિશે જાણકારી આપી હતી
…કેવી રીતે કોરોના શરીરની કોશિકાઓને ચિપકે છે
ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર કોરોના વેરિએન્ટ B.1.1.7 ની પહેલી તસવીર સામે આવી છે. જેમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે કેવી રીતે કોરોના શરીરની કોશિકાઓને ચિપકે છે. આ સ્ટ્રેનના કારણે અનેક દેશોમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર આવી છે. કેનેડાના રિસર્ચર્સે આ વેરિએન્ટન પહેલી મોલિક્યૂલર ઈમેજ જારી કરી છે. ગત વર્ષ ડિસેમ્બરના મધ્યમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)એ B.1.1.7 વેરિએન્ટ વિશે જાણકારી આપી હતી. આમાં અસામાન્ય રુપથી મોટી સંખ્યામાં મ્યૂટેશન છે.
આ ટીમે તસવીર પ્રકાશિત કરી
બી.સી વિશ્વવિદ્યાલયે કહ્યુ કે રિસર્ચર્સ SARS-CoV-2 સ્પાઈક પ્રોટીનના એક હિસ્સા પર જોવા મળેલા મ્યૂટેશનના સ્ટ્રક્ચરલ ઈમેજમાં પ્રકાશિત કરનારી ટીમ છે. સ્પાઈક પ્રોટીન વાયરસનો આ હિસ્સો છે જે સંક્રમણ માટે જવાબદાર છે. જ્યારે મ્યૂટેશન તે બદલાવ છે જેના કારણે વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે.
આખરે કેમ આટલો સંક્રમક છે કોરોનાનો વેરિએન્ટ
બ્રિટિશ કોલંબિયા વિશ્વવિદ્યાલય (UBC)એ એક નિવેદનમાં કહ્યુ કે B.1.1.7 વેરિએન્ટની તસવીરથી આખરે ખબર પડી કે તે આટલું સંક્રમત કેમ છે. કેમ તેના કારણે ભારત, બ્રિટનમાં કહેર વર્તાવ્યો છે અને હવે કેનેડામાં આ સમસ્યા વધી રહી છે. UBC એ કહ્યુ કે આ તસવીર નિયર એટોમિક રેજોલ્યૂશન વાળી છે. એટલે કે તસવીરના રેઝોલ્યૂશનમાં વાયરસના કણ પણ છે.
UBCના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં બાયો કેમેસ્ટ્રી અને મોલિક્યૂલર બાયોલોજી વિભાગમાં પ્રોફેસર ડો. શ્રીરામ સુબ્રમણ્યમની આગેવાનીમાં એક ટીમે કહ્યુ કે આ તસવીરોમાં એ જોઈ શકાય છે કે આ માનવ શરીરીની કોશિકાઓમાં બહું સરળતાથી પ્રવેશ કરી શકે છે.
B.1.1.7 વેરિએન્ટમાં એક માત્ર મ્યૂટેશન છે જે સ્પાઈક પ્રોટીનના ભાગ પર છે
હાલમાં પીએલઓએસ બાયોલોજીમાં પ્રકાશિત ટીમના એનાલિસિસથી ખબર પડી છે કે હાલની રસીના માધ્યમથી વાયરસના મ્યૂટેશનને ખતમ કરી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમને જે તસવીર મળી છે જેમાં N501Y મ્યૂટેશનની પહેલી સ્ટ્રક્ચરલ ઝલક જોવા મળે છે. તેનાથી એ ખબર પડે છે કે મ્યૂટેશનના પરિણામસ્વરુપ હોવાના કારણે ફેરફાર સ્થાનીય છે. હકિકતમાં N501Y મ્યૂટેશન B.1.1.7 વેરિએન્ટમાં એક માત્ર મ્યૂટેશન છે જે સ્પાઈક પ્રોટીનના ભાગ પર છે.
No comments:
Post a Comment