ખતરનાક બન્યું તૌકતે : મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા, જુઓ દ્રશ્યો
posted on at
- ભરઉનાળે રસ્તા પર કેડસમા પાણી ભરાયા
- NDRFની ટીમ પણ તૈનાત થઈ
- લોકોને ઘરમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા
તૌકતે વાવાઝોડાની ગંભીર અસર પડી મુંબઈમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક વાહન ફસાયેલા દેખાયા ભરઉનાળે રસ્તા પર કેડસમા પાણી ભરાયા અનેક લોકો ફસાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે તૌકતે વાવાઝોડું મુંબઈના દરિયાથી ટકરાઈને ગુજરાત તરફ વધ્યું છે.
A cyclonic sunrise
.
.#CycloneTauktae #CycloneAlert #TauktaeCyclone #mumbai #MumbaiRains #goodmorning pic.twitter.com/y7n2iqLf1j
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી મુંબઈ ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે.
આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
પણ હાલમાં મહારાષ્ટ્રમાં આ વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. હજી વધુ વરસાદ અને પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. સમુદ્ર કિનારે રહેતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. હાલમાં મુંબઈમાં આવેલ વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં તેજ ગતિએ પવન ફૂંકાવના અને દરિયો ગાંડોતુર બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી ગયા છે. ઝાડ પડી જવાના બનાવો પણ બન્યા હતા.
આ પણ વાંચો :- સમગ્ર વહિવટી તંત્ર પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ એપ્રોચથી સજ્જ: CM રુપાણી
No comments:
Post a Comment