IPL-14:ચેન્નાઇની જીતની હેટ્રિક, કોલકાતાને 18 રને હરાવ્યુ, પોઇન્ટ ટેબલમાં ટોચ પર
ચેન્નાઇએ આપેલા 221 રનના જીતના ટાર્ગેટ સામે કોલકાતા 202 રને આઉટ
મુંબઇઃ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને રોમાંચક મેચમાં 18 રને હરાવી (CSK wins over KKR)દીધું. આ સાથે સતત જીતની હેટ્રિક લગાવી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. મુંબઇ વાનખેડી સ્ટેડિયમમાં રમાયેલીIPL-14મી સીઝનની આ 25મી મેચ હતી. જેમાં ચેન્નાઇએ કોલકાતાને 221 રનો જાયન્ટ ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ 19.1 ઓવરમાં 202 રને આખી ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી.
નાઈટ રાઈડર્સને એકસમયે 5 ઓવરમાં 75 રનની જરૂર હતી અને તેમની 7 વિકેટ પડી ગઈ હતી. તે પછી પેટ કમિન્સે 34 બોલમાં અણનમ 66 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી પરંતુ તે ટીમને જીતાડી શક્યો નહીં.
કરનની ઓવર 3 સિક્સ સાથે 30 રન
કમિન્સે સેમ કરનની ઓવરમાં ઉપરા ઉપરી 3 સિક્સ સાથે 30 રન ઝૂડી નાંખ્યા હતા. આ ઇનિંગની 16માં ઓવર હતી. તેણે ઓવરના બીજા બોલે લોન્ગ-ઓન પર, ત્રીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ અને ચોથા બોલે સ્કવેર લેગ પર સિક્સ મારી હતી. તે પછી પાંચમા બોલે કવર્સ પર ચોક્કો અને છઠ્ઠા બોલે ડીપમાં સિક્સ મારી હતી. તે ઉપરાંત પ્રથમ બોલે 2 રન લીધા હતા. CSK wins over KKR
રસેલની સિઝનમાં સૌથી ફાસ્ટ અર્ધ સદી
આન્દ્રે રસેલ અને દિનેશ કાર્તિકે છઠ્ઠી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી.રસેલે 22 બોલમાં 3 ફોર અને 6 સિક્સની મદદથી 54 રન કર્યા હતા. તેણે 21 બોલમાં ફિફટી મારી હતી, જે આ સીઝનની સેકન્ડ ફાસ્ટેસ્ટ ફિફટી છે.
દીપક ચહરની 3 વિકેટ
કોલકાતાનો સ્કોર 1 રન જ હતો, ત્યારે શુભમન ગિલ પ્રથમ બોલે જ દિપક ચહરની બોલિંગમાં લૂંગી ગીડીના હાથે કેચ આઉટ થયો હતો.પછી નીતીશ રાણા બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 9 રન કર્યા હતા. રાણા આઉટ થયો ત્યારે કોલકાતાનો સ્કોર 17 રન હતો. જ્યારે ઓઇન મોર્ગન પણ 7 રને ચહરની બોલિંગમાં વિકેટકીપર ધોનીના હાથે ઝડપાઇ ગયો. આમ ચહરે કોલકાતાની પ્રથમ 3 વિકેટ લીધી હતી.
ચેન્નઈના 3 વિકેટે 220 રન
ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2021ની 15મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 220 રન કર્યા છે. ફાફ ડુ પ્લેસીસે લીગમાં પોતાની 17મી ફિફટી ફટકારતાં 60 બોલમાં 95* રન કર્યા હતા. CSK
ઋતુરાજ ગાયકવાડે લીગમાં પોતાની ચોથી ફિફટી ફટકારતાં 42 બોલમાં 64 રન બનાવ્યા હતા. તે સિવાય મોઇન અલીએ 12 બોલમાં 25 અને એમએસ ધોનીએ 8 બોલમાં 17 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા માટે આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી.
No comments:
Post a Comment