કોરોનાને નાથવા ગુજરાત DGP આશિષ ભાટિયાએ જારી કર્યા આદેશ
લગ્નમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે
લગ્ન સમારંભોમાં 50થી વધારે લોકો હશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરાશે
લગ્ન સમારંભ ગોઠવવા માટેના રજીસ્ટ્રેશન માટે સરકારના પોર્ટલ પરથી યાદી મેળવી લેશે
ગાંધીનગર: કોરોનાએ ચોતરફ હાહાકાર મચાવ્યો છે. આ કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવવા માટે સરકારી તંત્ર તરફથી અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છતાં કેસોમાં રોજેરોજ વધારો નોંધાતો જાય છે. ત્યારે આગામી લગ્નસરાની સીઝન શરૂ થવાની છે. ત્યારે આ લગ્ન સમારંભમાં ભીડ ભેગી ના થાય તે માટે સરકારે 50થી વધુ વ્યક્તિઓના ભેગા થવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. તેનો કડકાઇથી અમલ કરવા માટે રાજયના પોલીસ મહાનિર્દેશક ( DGP ) આશીષ ભાટીયાએ આદેશો જારી કરી દીધાં છે. તેના ભાગરૂપે જ પોલીસ લગ્ન સમારંભ ગોઠવવા માટેના રજીસ્ટ્રેશન માટે રાજય સરકારનું જે પોર્ટલ છે તેની યાદી મેળવીને સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરશે. જો 50થી વધુ વ્યક્તિઓની હાજરી લગ્ન સમારંભમાં જોવા મળી તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે.
રાજયના પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાએ રાજયના તમામ જિલ્લા/શહેરના પોલીસ વડાને સૂચના જારી કરી છે કે, લગ્નમાં 50થી વધુ સંખ્યામાં લોકો હાજર ન રહે તે સુનિશ્ચિત કરવા સૂચના જારી કરી છે. તેની સાથે પોલીસ વિભાગ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લઇને લોકો સ્વયંભૂ સરકારની 50 વ્યક્તિઓની હાજરીની ગાઇડલાઇનનું પાલન કરે. જો કોઇ જગ્યાએ આ ગાઇડલાઇનનો ભંગ થતો ધ્યાનમાં આવશે તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુમાં જણાવાયું છે કે, લગ્ન સમારંભ ગોઠવવા માટેના રજીસ્ટ્રેશન માટે રાજય સરકારનું જે પોર્ટલ છે તેની યાદી પણ પોલીસ દ્વારા મેળવવામાં આવશે. અને પોર્ટલ પરથી મળેલી યાદી પ્રમાણેના લગ્ન સમારંભમાં જરૂર પડયે સ્થાનિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરીને નિયત સંખ્યા કરતાં વધુ સંખ્યામાં લોકો હાજર છે કે નહીં તેની ચકાસણી કરશે.
રાજયમાં દરરોજ એસઓપી ભંગ બદલ નોંધાતા 15થી 17 હજાર કેસો
રાજયમાં કોવિડ 19 સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે રાજયમાં જુદા જુદા યુનિટો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે છે. રાજયના પોલીસ મહાનિર્દેશક દ્વારા જારી કરવામાં આવેલાં આકડાં મુજબ દરરોજ 15થી 17 હજાર કેસો નોંધવામાં આવે છે.
તારીખ જાહેરનામા ભંગ માસ્ક ન પહેરવા તથા જાહેરમાં થુંકવું ડીટેઈન કરેલ વાહનોની સંખ્યા ધરપકડ
14-04-2021 | 2435 | 11,904 | 1477 | 2201 |
15-04-2021 | 2270 | 11,662 1 | 443 | 2072 |
16-04-2021 | 2337 | 11,701 | 1695 | 2052 |
17-04-2021 | 2434 | 13,516 | 2295 | 2382 |
18-04-2021 | 2731 | 13,358 | 2174 | 2616 |
19-04-2021 | 2769 | 13,837 | 2381 | 2618 |
20-04-2021 | 2679 | 13,573 | 2288 | 2637 |
No comments:
Post a Comment