મહામારી / કેટલા દિવસ બાદ લઈ શકાય છે કોરોના વેક્સિનનો બીજો ડોઝ ? જાણો એક્સપર્ટનો જવાબ
posted on at
- સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપના મેમ્બર ડો.ગગનદીપ કાંગેનો અભિપ્રાય
- 28 દિવસ બાદ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ શકાય
- 17 હજાર લોકો પર સ્ટડી કરાયો
ડો.ગગનદીપ કાંગે જણાવ્યું કે વેક્સિનની અસરને કારણે બીજો ડોઝ લેવામાં આટલા સમયનું અંતર જાળવવું પડે છે. મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રસિદ્ધ એક રિસર્ચમાં કહેવાયું કે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકીની વેક્સિન કોવિશિલ્ડનો બીજો ડોઝ 4 ને બદલે 12 અઠવાડિયા બાદ લેવાથી તેની અસર વધી શકે છે. આ સ્ટડીમાં 17 હજાર લોકો સામેલ થયા હતા.
સરકાર આગળના તબક્કાના વેક્સિનેશન માટે કોવિન એપને અપગ્રેડ કરી રહી છે. ત્યાર બાદ કોરોના વેક્સિનના બીજો ડોઝ એપોઈનમેન્ટ છેલ્લી તારીખના બે ત્રણ દિવસ પહેલા જ બુક કરી શકાશે. જો તમે બુકિંગ ન કરો તો સોફ્ટવેર તમારી પહેલી વેક્સિનની તારીખને આધારે એપોઈનમેન્ટ બુક કરી લેશે.
કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચેનું અંતર 4-8 અઠવાડિયાની વચ્ચે હોઈ શકે
કોવિશિલ્ડની વેક્સિનના બન્ને ડોઝ વચ્ચેનું અંતર 4-6 અઠવાડિયાથી માંડીને 4-8 અઠવાડિયા સુધીનું હોઈ શકે છે. બીજો ડોઝ 4-6 અઠવાડિયાની વચ્ચે લેવો જોઈએ.સરકાર અને મેડિકલ એક્સપર્ટ લોકોને પહેલા ડોઝના નિયત સમય બાદ બીજો ડોઝ લેવાની સલાહ આપે છે જોકે તમે નિયતે સમયે વેક્સિન ન લઈ શકો તો તમારે બીજો ડોઝ બને તેટલો વહેલો લેવો જોઈએ. કોરોના વેક્સિન લેવામાં છેલ્લા સંક્રમણ ઇતિહાસથી કોઈ ફર્ક પડતો નથી. જો તમે કોરોનાથી ચેપગ્રસ્ત થાવ તો તમે સાજા થયા બાદ વેક્સિન લેતા પહેલા 4-8 અઠવાડિયાની રાહ જોઈ શકો છો.
રસીના 14.65 કરોડ ડોઝની ખપત થઈ ચૂકી છે
ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆતને લઈને અત્યાર સુધીમાં રસીના 14.65 કરોડ ડોઝની ખપત થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અત્યાર સુધીમાં 15 કરોડથી વધારે (15.65 કરોડ) રસીના ડોઝ આપ્યા છે. જેમાં વેસ્ટ ગયેલા સહિત કુલ 14.64 કરોડ ડોઝની ખપત થઈ છે. એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે અત્યારે પણ 1 કરોડથી વધારે રસી(1,00,47,157) લોકોને આપવા માટે ઉપલબ્ધ છે. રાજ્યોમાં આવનારા 3 દિવસોમાં રસીના 80 લાખથી વધારે (86,40,000) હજું વધારે રસી મળી જશે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.
No comments:
Post a Comment