PM મોદીની ફરી મોટી બેઠક : કોરોના સામે મોટા ઓપરેશન માટે આપ્યા આ નિર્દેશ
posted on at
- PM મોદીએ કરી મોટી બેઠક
- દેશભરમાં કોરોના સંકટ સામે ચાલી રહ્યુ છે વાયુસેનાનું ઓપરેશન
- ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સતત બની રહી છે ઘાતક
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં અફરાતફરી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વાયુસેના પ્રમુખ RKS ભદોરિયા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વાયુસેનાના પ્રમુખે એરફોર્સ દ્વારા કોરોના સંકટ સામે જે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તે મુદ્દે સમગ્ર માહિતી આપી હતી.
આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા
પ્રધાનમંત્રી મોદીના કાર્યાલય તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર ભદોરીયાએ પીએમ મોદીને જણાવ્યું કે વાયુસેના પોતાના હેવી લિફ્ટ જહાજોને કોરોના વાયરસ સામે અભિયાન માટે ચલાવી રહ્યા છે અને આ અભિયાન 24 કલાક ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. વાયુસેનાના બધા જ ઓપરેશન સપ્તાહના સાતે દિવસ રોકાયા વિના ચાલુ રહેશે.
પીએમ મોદીએ આપ્યા આ નિર્દેશ
આ બેઠકમાં પીએમ મોદીએ ઑક્સીજન ટેન્કર અને આવશ્યક વસ્તુઓને સુરક્ષિત રૂપે તથા તેજીથી પહોંચાડવા પર ભાર આપ્યો અને એમ પણ કહ્યું કે કોરોના વાયરસ સાથે જોડાયેલા ઓપરેશન પર આ વાતનું ધ્યાન રાખવામાં આવે કે વાયુસેનાના કર્મીઓ સુરક્ષિત રહે.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ – 28મી એપ્રિલ, 2021
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,60,960 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં પહેલીવાર 3 હજારથી વધારે મોત થઈ છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3293 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,61,162 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.
No comments:
Post a Comment