મોટું એલાનઃ આ દેશે કહ્યું- હવે માસ્કની જરૂરિયાત નહીં કારણ કે…
posted on at
- અમેરિકામાં રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલાને માસ્ક પહેરવાની જરુર નથી
- જ્યાં ભીડ ન હોય ત્યા માસ્ક ઉતારવાની પરવાનગી આપી
- ભીડથી બચવા માસ્ક જરુર છે
અમેરિકામાં રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલાને માસ્ક પહેરવાની જરુર નથી
કોરોના મહામારીમાં માસ્ક આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ બની ગયુ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે અમેરિકામાં જે લોકોને રસી લગાવવામાં આવી છે તેમને બહાર જતા સમયે માસ્ક પહેરવાની જરુર નથી. ફક્ત તેમણે ભીડથી બચવાની જરુર છે. જ્યાં ભીડ ન હોય ત્યા માસ્ક ઉતારવાની પરવાનગી આપી છે.
બાયડને આપ્યુ આ નિવેદન
રાષ્ટ્રપતિ બાયડને કહ્યુ કે જે લોકોએ રસી નથી લીધી ખાસ કરીને જો તમે યુવાન છો અને એમ વિચારી રહ્યા છો કે તમને રસીકરણની જરુર નથી તો તમારી પાસે હવે રસી લગાવવાનું એક સારુ કારણ છે. અમેરિકાની મુખ્ય સરકારી સ્વાસ્થ્ય એજન્સીએ રસીકરણ સંપૂર્ણ કરનારા અમેરિકનોને સૂચિત કર્યા છે કે તે મોટાભાગના સમયે માસ્ક વગર રહી શકે છે જો તમે સંપૂર્ણ રીતે રસી લગાવી ચૂક્યા છો તો તમે અનેક વસ્તુઓ કરવાનું શરુ કરી શકો છો. જેને કોરોના કારણે બંધ કરવી પડી હતી.
અહીં માસ્ક ફરજિયાત
એજન્સીએ કહ્યુ કે માસ્ક એ લોકો માટે જરુરી છે જે કોન્સર્ટમાં જવા ઈચ્છે છે અથવા મેચ જોવા જવા ઈચ્છે છે અને ત્યાં માસ્ક ફરજિયાત છે અને સિનેમા હોલ અથવા શોપિંગ કરતા સમયે માસ્ક પહેરવુ જરુરી છે.
ઈઝરાઈલમાં પણ માસ્ક વગર બહાર નિકળવાની પરવાનગી, આવો આદેશ આપનાર દુનિયાનો પહેલો દેશ
કોરોનાથી બચવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને રસી બનાવવતા પહેલા માસ્ત પહેરવાને એક અસરકારક હથિયાર ગણાવ્યુ હતુ. આજનો સમય એવો છે કે દરેકને માસ્ક પહેરવુ જરુરી છે પરંતુ ઈઝરાઈલ દુનિયાનો પહેલો એવો દેશ બન્યો જ્યાં માસ્ક ન પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈઝરાઈલમાં 81 ટકા જનતાને કોરોનાની રસી લાગી ચૂકી છે. જે બાદ પ્રશાસને આ નિર્ણય સંભળાવ્યો છે. સરકારના આ આદેશ પર લોકોએ માસ્ક ઉતારીને ફેંક્યા અને સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. ઈઝરાઈલમાં 16 વર્ષથી વધારે ઉંમરના 81 ટકા લોકોના બન્ને ડોઝ લગાવી ચૂક્યા છે.
ત્યારે રસીકરણમાં ઝડપથી અહીં કોરોના સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવ્યો છે. જો કે ઈઝરાઈલમાં કડકાઈ હજું પણ ચાલુ છે. વિદેશીઓની એન્ટ્રી અને રસી લીધા વગરના લોકોના પ્રવેશ મર્યાદિત છે.
No comments:
Post a Comment