કોરોનાનો કાળો કેર: દેશમાં 24 કલાકમાં 1.26 લાખ કેસ, 684ના મોત
નવી દિલ્હી: કોરોના વાઈરસની બીજી લહેર દેશમાં હવે કાળો કેર વર્તાવી રહ્યો છે. અગાઉના તમામ રેકોર્ડ તોડીને બુધવારે દેશમાં સવા લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારો તરફથી પ્રાપ્ત આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના 1,26,315 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 684 લોકોના મરણ નોંધાયા છે.
છેલ્લા 4 દિવસમાં આ ત્રીજી વખત છે કે, દેશમાં એક દિવસમાં આવનારા કેસનો આંકડો એક લાખની પાર ગયો હોય. અગાઉ મંગળવારે 1.15 લાખ કેસ આવ્યા હતા. એટલે કે, બે દિવસમાં જ 2.40 લાખ જેટલા કેસ સામે આવી ચૂક્યા છે.
કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. જ્યાં એક દિવસમાં 60 હજાર નવા કેસ સામે આવ્યા છે. જે સમગ્ર દેશમાં મળી આવેલા કેસના અડધા છે. આજ કારણ છે કે, કેન્દ્ર તરફથી એક્સપર્ટની ટીમો સતત મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી રહી છે.

આવી જ સ્થિતિ દિલ્હીની પણ છે. જ્યાં એક વખત ફરીથી 5 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે ગત વર્ષના કોરોના પીકની યાદ અપાવે છે. બુધવારે મહારાષ્ટ્રમાં 59,907, દિલ્હીમાં 5,506, ઉત્તર પ્રદેશમાં 6023, કર્ણાટકરમાં 6976 કેસ નોંધવામાં આવ્યા છે.
નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 1.26 કરોડની પાર પહોંચી ગયો છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 9 લાખની પાર જતાં ચિંતાનો વિષય છે. થોડા દિવસ પહેલા દેશમાં માત્ર 1 લાખ જેટલા જ એક્ટિવ કેસો હતા.
No comments:
Post a Comment