ભારતથી આવનારા પર્યટકોને ન્યૂઝીલેન્ડમાં ‘નો એન્ટ્રી’, કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય
વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડને ગુરુવારે કામચલાઉ રીતે ભારતથી આવનારા તમામ પેસેન્જરો પર રોક લગાવી દીધી છે. ન્યૂઝીલેન્ડે 28 એપ્રિલ સુધી તમામ મુસાફરોનો પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ન્યૂઝીલેન્ડનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખથી વધી આવવા લાગી છે.
જેસિકા અર્ડને જણાવ્યું કે, 11 એપ્રિલથી ભારતથી આવનારા લોકોની એન્ટ્રી પર રોક રહેશે. કોરોનાના કેસોમાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતા ન્યૂઝીલેન્ડ સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ પણ ન્યૂઝીલેન્ડે અન્ય અનેક દેશોના મુસાફરોના પ્રવેશ પર રોક લગાવી છે. પહેલા પણ ન્યૂઝેલેન્ડે ભારતીયોની એન્ટ્રી પર રોક લગાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેને પરત ખેંચી લીધો હતો. હવે એક વખત ફરીથી નવી લહેરને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ન્યૂઝીલેન્ડના નાગરિકોની એન્ટ્રી પર પણ આ દરમિયાન રોક રહેશે, જેઓ ભારતથી આવી રહ્યા હશે. આ રોક 11 એપ્રિલ સાંજે 4 થી 28 એપ્રિલ સુધી લાગૂ રહેશે. આ દરમિયાન સરકાર મુસાફરી સમયે રિસ્ક મેનેજમેન્ટને મજબૂત કરવા માટે કામ કરશે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં સવા લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 1,28,01,785 પર પહોંચી ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 3 દિવસમાં બીજી વખત એવું થયુ છે, જ્યારે કોરોનાના નવા કેસો 1 લાખથી વધુ આવ્યા હોય .
No comments:
Post a Comment