Search This Website

Sunday, April 11, 2021

કોરોનાની બીજી લહેરનો કહેર: એક દિવસમાં 1.69 લાખ પોઝિટિવ કેસ, મોતના આંકડાએ પણ તોડ્યો રેકોર્ડ




કોરોનાની બીજી લહેરનો કહેર: એક દિવસમાં 1.69 લાખ પોઝિટિવ કેસ, મોતના આંકડાએ પણ તોડ્યો રેકોર્ડ














નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અનેક રાજ્યોમાં સ્થિતિ બેકાબૂ બનતી જોવા મળી રહી છે. આજ કારણ છે કે, કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો દ્વારા આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આમ છતાં દરરોજ કોરોનાના નવા કેસો નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં એક વખત ફરીથી 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1.70 લાખ જેટલા નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 900 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ભારતમાં એક જ દિવસમાં નવા 1,69,899 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે આ મહામારી બાદ અત્યાર સુધી એક દિવસમાં મળેલા સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા છે. આટલું જ નહીં, આ દરમિયાન મરણના આંકડાએ પણ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. એક જ દિવસમાં 904 દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

કોરોનાના વધતા ખતરાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, દેશમાં ગત સપ્તાહના 6 દિવસ કોરોનાના નવા કેસોનો આંકડો 1 લાખ કરતાં વધુ રહ્યો છે. આ સાથે જ દેશમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા પણ અત્યાર સુધીના ઐતિહાસિક સ્તર પર પહોંચી ચૂકી છે. જો કે રાહતની વાત એ છે કે, કોરોના ટેસ્ટિંગ અને વૅક્સિનેશનમાં ઝડપ આવી છે, જે જીવલેણ વાઈરસના સંક્રમણ સામે જંગ લડવા માટે ખૂબ જ જરૂરી છે.


આ પણ વાંચો: કોરોનાના કેસ વધતા સોનાના ભાવમાં ઉછાળો, ચાંદીમાં પણ તેજી 


દેશમાં કોરોનાના નવા કેસોની વાત કરીએ તો, પ્રતિદિન સરેરાશ 1,24,476 કેસ સામે આવી રહ્યાં છે. જણાવી દઈએ કે, કોરોનાની પ્રથમ લહેરમાં સરેરાશ 97 હજાર કેસ હતા. એટલે કે બીજી લહેર વધુ ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહી છે.

નવા કેસોમાં ઝડપથી વધારો થવા સાથે એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જે ગત એક સપ્તાહમાં 50 ટકા સુધી થયો છે. 5 એપ્રિલે દેશમાં જ્યાં 7,37,872 એક્ટિવ કેસ હતા. જે 11 એપ્રિલે આ આંકડો વધીને 11,89,856 પર પહોંચી ચૂક્યો છે.

No comments:

Post a Comment