Search This Website

Sunday, April 11, 2021

ગુજરાતમાં કોરોનાના કારણે ‘ઈમરજન્સી’ની સ્થિતિ, હાઈકોર્ટની સુઓમોટો પર આજે સુનાવણી જુઓ કોટેનો આદેશ




ગુજરાતમાં કોરોનાના કારણે ‘ઈમરજન્સી’ની સ્થિતિ, હાઈકોર્ટની સુઓમોટો પર આજે સુનાવણી જુઓ  કોટેનો આદેશ 








અમદાવાદ: ગુજરાતમાં વધી રહેલા કોરોના સંકટને જોતા ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. હાઈકોર્ટે આ મુદ્દા પર એક જાહેરહિતની અરજી દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે, મીડિયામાં મહામારીને લઈને આવી રહેલા સમાચારોએ સંકેત આપ્યો છે કે, રાજ્યમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે એક મૌખિક આદેશમાં હાઈકોર્ટના રજીસ્ટ્રીને ખુદ નવા જાહેરહિતની અરજી દાખલ કરવા કહ્યું છે.



કોરોના વાઈરસની સ્થિતિને લઈને રાજ્યની હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી આ પ્રકારની બીજી જાહેરહિતની અરજી છે. પ્રથમ જાહેર હિતની અરજી ગત વર્ષે દાખલ કરવામાં આવી હતી. અને તેના પર હજુ પણ નિયમિત સુનાવણી ચાલી રહી છે.


ચીફ જસ્ટિસે રજીસ્ટ્રીને આદેશ કર્યો છે કે, નવી જાહેરહિતની અરજીમાં ગુજરાત સરકાર, રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ સાથે કેન્દ્ર સરકારને પણ પક્ષ બનાવવામાં આવે. આ અરજી પર સોમવારે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની પીઠ દ્વારા નાથના સત્તાવાર નિવાસ સ્થાને ઓનલાઈન સુનાવણી થશે.


જણાવી દઈએ કે, ગુજરાતમાં  કોરોના સંકટ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ, રાજ્યમાં એક જ દિવસમાં 5400 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ 54 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સૂચન

* લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સુચન
* લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સુચન
* અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય
* ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સુચન
* ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી
* માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી
* બુથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો
* નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો
* હજુ પણ ઘણા સુધારા કરવા જરૂરી છે
* રાજ્ય સરકારની અમુક નીતિથી અમે ખુશ નથી

* ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે
* અત્યારે લોકો ભગવાનના ભરોસે છે. સરકારની અમુક નિતિઓથી અમે પણ નારાજ છીએ.
* રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે? બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.
* કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે નહિંતર અમે કામ આપીશું. ​​​​​​​
* ચૂંટણી માટે બૂથ વાઇઝ આંકડા અને સોસાયટીના લિસ્ટ હોય છે તમારી પાસે તે આયોજનને કેમ કામે ન લગાડી શકાય? બૂથ વાઇઝ કામ કરો.
* શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવા પગલાં લો.
* રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહીં?

* મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે? તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે?
* ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઉભુ રહેવું પડે છે, શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે ત્રિવેદીજી મારી મદદ કરો મારે ઇન્જેક્શન જોઈએ?
* મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમા છે એવુ નથી
* કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી, ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.




No comments:

Post a Comment