Search This Website

Sunday, April 11, 2021

કોરોનાના કેસ વધતા સોનાના ભાવમાં ઉછાળો, ચાંદીમાં પણ તેજી




કોરોનાના કેસ વધતા સોનાના ભાવમાં ઉછાળો, ચાંદીમાં પણ તેજી








મુંબઈ: ગત વર્ષે કોરોનાના પગલે 57,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચેલા સોનાની કિંમતો કોરોનાની બીજી લહેર સાથે ઝડપથી વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં સોનાની કિંમતમાં 2 હજાર રૂપિયા કરતાં વધુનો વધારો નોંધાયો છે. કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણ અને લગ્નગાળાની સિઝનને જોતા વેપારીઓ સોનાની કિંમતોમાં ઝડપથી વધારો થવાનું અનુમાન લગાવી રહ્યાં છે. ગત વર્ષે ઓગસ્ટમાં સોનાનો અત્યાર સુધીનો ટોચનો ભાવ જોવા મળ્યો હતો. જેમાં 10 ગ્રામ સોનાના વાયદાનો ભાવ 57,100 રૂપિયા હતો.




કોરોનાના કેસોમાં ઘટાડા અને અર્થતંત્ર સુધરવાની સ્થિતિ વચ્ચે 8 માર્ચ, 2021ના રોજ સોનાની કિંમત 44,431 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી, પરંતુ હવે ફરીથી એક વખત ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને પગલે કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ અંગે યુપી ગોલ્ડ એસોસિએશનના સચિવ રામકિશોર મિશ્રાનું કહેવું છે કે, સંકટની સ્થિતિતમાં લોકો રોકાણ કરવા માટે સોનાને જ શ્રેષ્ઠ માને છે. જેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે, તેમ સોનાની કિંમતો એક વખત ફરીથી વધી રહી છે. કોરોનાના કેસો વધતા સરકાર દ્વારા સખ્ત પગલા લેવાઈ રહ્યા છે. આ સાથે જ રોકારણકારો શેર બજારથી દૂર થવા લાગ્યા છે. તેમનું અનુમાન છે કે, પ્રતિબંધોની અસર ઈન્ડસ્ટ્રીઝ પર પડશે અને તેના કારણે શેરની કિંમતો તૂટશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કારણે ‘હેલ્થ ઈમરજન્સી’ની સ્થિતિ, હાઈકોર્ટની સુઓમોટો પર આજે સુનાવણી


કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને પગલે સોનાની કિંમતો માત્ર 10 દિવસમાં જ 2000 રૂપિયાથી અધિક વધી ગઈ છે. MCX એક્સચેન્જ પર 4 જૂન,2021 વાયદાના સોનાનો ભાવ 30 માર્ચે 44,423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે ગત સપ્તાહના આખરી દિવસે શુક્રવારે આ સોનું 46,593 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. આમ માત્ર 10 દિવસમાં સોનામાં 2170 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી આવી ગઈ છે.

જો ચાંદીની વાત કરીએ તો, ગત સપ્તાહના આખરી કારોબારી દિવસે શુક્રવારે MCX એક્સચેન્જ પર 5 મે,2021 વાયદાની ચાંદીનો ભાવ 518 રૂપિયાના ઘટાડા સાથે 66,983 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ ધયો હતો. ચાંદીની કિંમતોમાં પણ છેલ્લા 10 દિવસમાં સારી એવી તેજી જોવા મળી ચૂકી છે. આ ચાંદીનો ભાવ 30 માર્ચે 63,124 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આમ માત્ર 10 દિવસમાં જ 3,859 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી આવી ચૂકી છે.

No comments:

Post a Comment