ઝુનૂનની જીત:પંજાબની દીકરી પ્રતિષ્ઠા યુ.કેનાં ‘ધ ડાયના અવોર્ડ’થી સન્માનિત થઈ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેનારી ભારતની પ્રથમ વ્હીલચેર યુઝર ગર્લ છે

પ્રતિષ્ઠાએ દિવ્યંગોને શિક્ષણ, સુવિધા માટે કરેલા કામ માટે આ સન્માન આપવામાં આવ્યું છે
‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનની બ્રાંડ એમ્બેસેડર પણ છે
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય સ્ટુડન્ટ પ્રતિષ્ઠા દેવેશ્વરને પ્રતિષ્ઠિત ધ ડાયના અવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ અવોર્ડ યુવાનોને સામાજિક કાર્ય અને માનવજીવન સુધારવામાં આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. પ્રતિષ્ઠાએ દિવ્યંગોને શિક્ષણ, સુવિધા માટે કરેલા કામ માટે આ સન્માન આપવામાં આવ્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેનારી તે ભારતની પ્રથમ વ્હીલચેર યુઝર ગર્લ છે.
‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનની બ્રાંડ એમ્બેસેડર છે
આની પહેલાં પ્રતિષ્ઠાને દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે પણ 2020માં નેશનલ રોલ મોડલ તરીકે સન્માનિત કરવામાં આવી હતી. પંજાબના હોશિયારપુર જીલ્લાની પ્રતિષ્ઠા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનની બ્રાંડ એમ્બેસેડર પણ છે.

12 ધોરણ સુધી હોશિયારપુરમાં અભ્યાસ કર્યા પછી દિલ્હી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું
પ્રતિષ્ઠાએ દિવ્યાંગોના રક્ષણ અને અધિકારો માટે દરેક લેવલ સુધી પોતાનો અવાજ ઉઠાવ્યો છે. યુનાઈટેડ નેશન્સના ઘણા પ્રોગ્રામમાં તે અનેક દેશો સામેલ પોતાની વાત મૂકે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં કરોડરજ્જુમાં ઈજા થતા તે વ્હીલચેર યુઝર બની ગઈ. અનેક મુશ્કેલી હોવા છતાં પણ તે પોતાની મહેનતથી ઓક્સફર્ડ યુનિવર્સિટી સુધી પહોંચી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પબ્લિક પોલિસીમાં માસ્ટરનો અભ્યાસ ચાલુ છે. ભારત પરત આવીને તે પોતાના જેવા અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓની જિંદગી સુધારવા ઈચ્છે છે.

12 વર્ષની ઉંમરે કરોડરજ્જુમાં ઈજા થતા વ્હીલચેર યુઝર બની
‘સપનાં જુઓ અને તનતોડ મહેનત કરો’
પ્રતિષ્ઠાએ કહ્યું, ભારતની એજ્યુકેશન પોલિસી વિકલાંગ લોકોની સગવડતા પ્રમાણે બદલવાની જરૂર છે. આપણા સમાજમાં દિવ્યાંગ લોકો પ્રત્યે લોકોના વિચાર બદલવાની જરૂર છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીનો પબ્લિક પોલિસી આધારિત કોર્સ એકદમ બેસ્ટ હોવાથી મેં ત્યાં ભણવાનું નક્કી કર્યું હતું. સપનાં જુઓ અને તેને પૂરા કરવા તનતોડ મહેનત કરો. જો જો, એક દિવસ બધા સપનાં પૂરા થશે.
No comments:
Post a Comment