Search This Website

Saturday, July 3, 2021

પંજાબી પોસ્ટર ગર્લની સ્ટોરી:બીજા ધોરણની સ્ટુડન્ટ જસનીત કૌરની માતાને દીકરો જોઈતો હતો, હાલ તે જ દીકરી પંજાબમાં એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં બ્રાંડ એમ્બેસેડર છે




પંજાબી પોસ્ટર ગર્લની સ્ટોરી:બીજા ધોરણની સ્ટુડન્ટ જસનીત કૌરની માતાને દીકરો જોઈતો હતો, હાલ તે જ દીકરી પંજાબમાં એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં બ્રાંડ એમ્બેસેડર છે






જસનીત માત્ર ટીવી કેમ્પેન જ નહીં પણ સોશિયલ મીડિયા પબ્લિસિટી મટિરિયલમાં પણ દેખાય છે.
દીકરીનાં જન્મ પર તેની માતાને ઘણું દુઃખ થયું હતું આજે તેના પર ગર્વ છે


પંજાબમાં શિક્ષણ વિભાગની દરેક એક્ટિવિટીને સ્કૂલ યુનિફોર્મમાં સંભાળી રહેલી સ્ટુડન્ટનું નામ જસનીત કૌર છે. તે વર્ચ્યુઅલ અને ટેલિવિઝન કેમ્પેનની દરેક જવાબદારી ઘણી સારી રીતે સંભાળે છે. પંજાબમાં દરેક અભિયાન જેમ કે ઘરે બેઠા શિક્ષણ, લાઈબ્રેરી લંગર અને અન્ય પોસ્ટરમાં જસનીતનો ચહેરો જોઈ શકાય છે. આ નાનકડી ઢીંગલી માત્ર ટીવી કેમ્પેન જ નહીં પણ સોશિયલ મીડિયા પબ્લિસિટી મટિરિયલમાં પણ દેખાય છે.

એજ્યુકેશન સેક્રેટરી ક્રિષ્ણ કુમાર સાથે જસનીત કૌર

જસનીતનો જન્મ પંજાબના એક ગ્રામીણ પરિવારમાં થયો. તેના પિતાનું નામ જગજીત સિંહ છે તેઓ કાપડ વણાટની ફેક્ટરીમાં કામ કરે છે. તેની માતા સુખદીપ હોમમેકર છે. સુખદીપે પોતે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેણે પોતાની દીકરી જસનીતનું એડમિશન પણ એક સરકારી સ્કૂલના કરાવ્યું. હાલ જસનીત બીજા ધોરણમાં ભણે છે.

જસનીતનો પરિવાર

જસનીતની માતા સુખદીપે કહ્યું, હું ઇચ્છતી હતી કે ઘરમાં પ્રથમ સંતાન દીકરો હોય, પરંતુ દીકરીના જન્મથી મન ઘણું દુઃખ થયું. આજે તે જ દીકરીએ અમારા પરિવારનું નામ રોશન કર્યું છે. સુખદીપને લાગે છે કે જો મારા ઘરે કોઈ દીકરાનો જન્મ થયો હોત તો મને આ ખુશી ના મળત. હવે સુખદીપના વિચાર બદલાઈ ગયા છે. તેને લાગે છે કે, પોતે ખોટી હતી. જો કે, જસનીતનાં જન્મ પર સુખદીપ સિવાય બાકી બધા ખુશ થયા હતા. જસનીતના પિતા, દાદા, દાદી અને નાનીએ ક્યારેય દીકરા કે દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યો નથી.

જસનીતે કહ્યું, બધા એવું કહે છે કે હું સારી સ્ટુડન્ટ છું. મને ગણિત ભણવું ખૂબ ગમે છે અને પોસ્ટરમાં બધી જગ્યાએ મારા ફોટો જોઇને બહુ ખુશ થઈ જઉં છું.

No comments:

Post a Comment