Search This Website

Thursday, July 1, 2021

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ગુજરાતી-ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે.

 

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ગુજરાતી-ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. 


વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. 


અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદાહરણ જુઓ :


*ક ખ ગ ઘ ઙ* - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.


*ચ છ જ ઝ ઞ* - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.


*ટ ઠ ડ ઢ ણ* - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.


*ત થ દ ધ ન* આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.


*પ ફ બ ભ મ* આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.


આટલું વ્યવસ્થિત વર્ણાક્ષરો નું વર્ણન છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? 


આપણે આપણી ગુજરાતી-ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.


*બીજા ને પણ મોકલો અને આપણી ભાષા નો ગર્વ વધારો...*

No comments:

Post a Comment