Search This Website

Saturday, July 3, 2021

કેરીએ બદલી 'આમ' કિસ્મત:મહામારીમાં પપ્પાની નોકરી ગઈ, ભણવા માટે રસ્તા પર કેરી વેચતી હતી, મુંબઈના બિઝનેસમેને 1.20 લાખમાં 12 કેરી ખરીદી લીધી




કેરીએ બદલી 'આમ' કિસ્મત:મહામારીમાં પપ્પાની નોકરી ગઈ, ભણવા માટે રસ્તા પર કેરી વેચતી હતી, મુંબઈના બિઝનેસમેને 1.20 લાખમાં 12 કેરી ખરીદી લીધી


રસ્તા પર કેરી વેચતી તુલસીની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.


ઝારખંડના જમશેદપુરમાં એક 11 વર્ષની બાળકીનું નસીબ કેરીએ બદલી નાખ્યું છે. હકીકત એવી છે કે રસ્તા પર કેરી વેચતી તુલસી ભણવા માગે છે. મહામારીમાં ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યા છે, એટલે તેને પણ સ્માર્ટફોનની જરૂર પડી.

જોકે કોરોનાને કારણે પિતાની નોકરી જતી રહી હતી, જેનાથી ચિંતામાં વધારો થયો હતો. જોકે આવી વિકટ પરિસ્થિતિએ પણ બાળકીનો જુસ્સો અકબંધ રાખ્યો હતો. સ્ટ્રેટ માઈલ્સ રોડ પર રહેતી તુલસીએ પૈસા કમાવાનો એક ઉપાય શોધી કાઢ્યો. તુલસી રોજ પોતાના બગીચામાંથી કેરી પસંદ કરતી અને તેને રસ્તા પર બેસીને વેચતી હતી. જે પૈસા મળતા તેને તે ભેગા કરવા લાગી કે જેથી સ્માર્ટફોન ખરીદીને ઓનલાઈન અભ્યાસ કરી શકે.

આ વચ્ચે બાળકીની કેરી વેચતી તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ. તસવીર જોઈને મુંબઈના એક બિઝનેસમેને તેની મદદ કરવાનું નક્કી કર્યું. બાળકી દ્વારા વેચવામાં આવતી કેરીમાંથી તેને 12 કેરી ખરીદી અને તે પણ 1 લાખ 20 હજાર રૂપિયા આપીને. તુલસી આજે આ ફોનમાંથી સ્માર્ટફોન ખરીદી ચૂકી છે અને હવે તેને ઓનલાઈન અભ્યાસ પણ શરૂ કરી દીધો.

તુલસીને મુંબઈના બિઝનેસમેને 1.20 લાખ રૂપિયાની સહાય આપી.

સોશિયલ મીડિયામાંથી મળી મદદ
બાગુન્હાતુ સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતી તુલસી પૈસાની અછતને કારણે ભણવાનું છોડવાની અણીએ પહોંચી ગઈ હતી. ઘરની આર્થિક હાલત સારી નથી, તો બીજી તરફ તુલસીને ભણવાનું જુનૂન પણ છે. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલની તાતી જરૂર હતી. તેથી તુલસી દરરોજ બગીચામાંથી કેરી તોડીને રસ્તા પર બેસીને વેચતી હતી. આ દરમિયાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. એ બાદ મુંબઈના બિઝનેસમેન અમેયા હેતે તુલસીની મદદ માટે આગળ આવ્યા.

ઘરમાં અભ્યાસ કરતી તુલસી પોતાની બે બહેનોની સાથે ટીચર બનવા માગે છે.

80 હજાર રૂપિયાની કરાવી FD
મુંબઈના બિઝનેસમેન અમેયા હેતે પાસેથી મળેલા 1 લાખ 20 હજાર રૂપિયામાંથી બાળકીએ 13 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ખરીદ્યો છે. પરિવારે બાળકીના નામે 80 હજાર રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ કરી દીધા છે, જેથી તેને આગળ ભણવામાં કોઈ મુશ્કેલી ન પડે. અમેયા હેતેએ જણાવ્યું હતું કે તુલસીના પિતા શ્રીમન કુમારની કોરોનામાં નોકરી છૂટી ગઈ. એવામાં બાળકીના ભવિષ્યને લઈને તેઓ ઘણા જ ચિતિંત હતા. હવે તુલસીના અભ્યાસનો ખર્ચ તેઓ સમયાંતર ઉઠાવતા રહેશે. તુલસીને બુક ખરીદીને આપી દેવાઈ છે. મોબાઈલ પણ એક વર્ષ માટે રિચાર્જ કરાવી દીધો છે.

ટીચર બનવા માગે છે તુલસી
તુલસીએ જણાવ્યું હતું કે હવે તે જાતે જ ભણશે અને સાથે બે બહેન રોશની તથા દીપિકાને પણ ભણાવશે. તેનું સપનું છે કે ત્રણેય બહેન ટીચર બનીને ગરીબ બાળકોને શિક્ષણ આપે, જેનાથી કોઈપણ ગરીબ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય.

No comments:

Post a Comment