ભાસ્કર નોલેજ સિરીઝ:નાના બાળકોને હાલમાં વેક્સિન આપી શકતા નથી, પરંતુ જો ઘરના બાકીના સભ્યોએ વેક્સિન લીધી હશે તો બાળકોને આપમેળે જ સુરક્ષા મળી જશે
18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે નહીં, પરંતુ તેઓ સંક્રમિત થઈ રહ્યાં છે, તેમનું રક્ષણ કેવી રીતે થશે?
ભારતમાં વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18-45 વર્ષના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકોમાં સંક્રમણના કેસો વધી રહ્યા હોવા છતાં, અમે હમણાં તેમને વેક્સિન આપી શકતા નથી. તેનું મોટું કારણ એ છે કે અમે બાળકોમાં વેક્સિનની અસરકારકતાની તપાસ કરી નથી. આપણી પાસે બીજા પણ રસ્તા છે. શ્રેષ્ઠ માર્ગ એ છે કે આપણે સંક્રમણથી દૂર રાખીએ. આ બે રીતે થઈ શકે છે. પ્રથમ, આપણે બાળકો સાથે રહેતા તમામ પુખ્તવયના લોકોને વેક્સિન અપાવીએ. બીજું, બાળકોને કોવિડ-19 પ્રોટોકોલ શીખવીએ.
અમેરિકામાં 16 વર્ષથી વધુ વયના લોકો માટે હાલમાં વેક્સિનેશન શરૂ થયું છે. તે હજી આનાથી પણ નીચેની ઉંમર સુધી શરૂ થવાની આશા છે?
હજી હાલમાં તો નહીં. આ સમયે જે વેક્સિનનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેની બાળકો પર કોઈ ટ્રાયલ થઈ નથી. વિશ્વભરમાં કેટલાક ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે, જેમાં બાળકો પરની કોવિડ -19 વેક્સિનની અસરકારકતા અને સલામતીના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી આ ટ્રાયલ પૂર્ણ ન થાય, આ વેક્સિન બાળકો માટે સંપૂર્ણ સલામત અને અસરકારક સાબિત થતી નથી, ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. આ વારંવાર પુનરાવર્તન કરવું મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસનું સંક્રમણ બધા વય જૂથોમાં લાગી રહ્યું છે. પરંતુ 50 વર્ષથી વધુ વય જૂથના લોકો માટે, જોખમ અનેકગણું વધી જાય છે. બાળકોમાં સંક્રમણ કોઈ લક્ષણો ન ધરાવતા અથવા હળવું સંક્રમણ તરીકે જોવામાં આવે છે.
નાના બાળકોની સુરક્ષા માટે કોઈ અલગ પ્રોટોકોલ છે?
નહીં. કોરોના વાયરસ તમામ વયના સમૂહને અસર કરે છે અને દરેક માટે તે જરૂરી છે કે તેનાથી બચવા માટે જે પણ થઈ શકે છે, તે જરૂર કરીએ. WHOની ભલામણ જણાવે છે કે માતાપિતાએ કોરોના સાથે સંકળાયેલ વ્યવહારને કડક પણે પાલન કરવું પડશે. બાળકો માટે પણ જરૂરી છે કે તેઓ આ ઉપાયોને તેમની રોજીંદી ક્રિયા અને ટેવનો ભાગ બનાવે. માતાપિતાએ પોતાના બાળકો સાથે વાત કરવાની જરૂર છે તેમજ તેમના પ્રશ્નોના જવાબો આપવા અને તેમનામાં રહેલા ડરને ઘટાડવો જોઈએ. એવી પણ ખાતરી કરો કે પોતાનું બાળક એવા બાળક સાથે રમે છે કે તેના પરિવારના દરેક લોકોએ વેક્સિન લગાવી છે અને જે હંમેશા કોરોનાથી બચવા માટેના નિયમોનું કડક પણે પાલન કરે છે. અને સૌથી અગત્યનું છે સોશિયલ ડિસ્ટન્સ. પરિવારની બહાર, ખાતરી કરો કે બાળકો અને વડીલો પણ અન્યથી અંતર જાળવી રાખે.
શું 18 વર્ષથી ઓછી વયના લોકોમાં ઇમ્યુનિટી વધુ હોય છે અને તેથી તેઓ સંક્રમણનો સામનો કરી શકે છે?
હા મોટા પ્રમાણમાં પરંતુ સામાની રીતે દરેક વય જૂથોમાં, જે લોકો યોગ્ય ખોરાક લે છે અને સક્રિય જીવનશૈલીનું પાલન કરે છે તેમનામાં ઇમ્યુનિટી મજબૂત હોય છે. કોવિડ-19 તમામ વય જૂથોને અસર જરૂર કરે છે પરંતુ જે લોકોની લાઈફ સ્ટાઈલ તંદુરસ્ત છે, તે લોકોને કોરોનાએ પરેશાન કર્યા નથી. બાળકોની પ્રવૃત્તિનું સ્તર અન્ય કરતા વધારે હોય છે, જે કારણે સંક્રમણ તેમને વધુ મુશ્કેલી આપી શકતું નથી.
બીજી લહેરમાં શું કોરોના નાની ઉમરના લોકોમાં પણ વધુ ફેલાશે?
નહીં. કોરોના વાયરસનો નવો સ્ટ્રેન યુવાઓને વધુ અસર કરે છે કે કેમ તે અંગે કોઈ ડેટા નથી. આ સમયે, વાયરસ દરેકને સંક્રમણ લગાવી રહ્યો છે, અને જે વૃદ્ધો કે જેમને અન્ય રોગો છે, તેમણે ગંભીર સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. કોવિડ-19ની પ્રથમ લહેરમાં લોકો વધુ કાળજી લેતા હતા. તેમણે કોરોનાથી બચવા માટેના પગલાંને કડક રીતે પાલન કર્યું. બાળકો સુધી સંક્રમણ ન પહોંચે, તે માટે તમામ સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં, આઇસોલેસને દેશની જનતાને આર્થિક અને ભાવનાત્મક રીતે મુશ્કેલીમાં મુકી દીધી છે. જ્યારે જાન્યુઆરીમાં કોરોના વેક્સિન આપવાની શરૂ કરવામાં આવી, ત્યારે લોકોને લાગવા માંડ્યું કે આ વાયરસને હરાવવા માટે વેક્સિનેશન પૂરતું હશે. તેઓ ફરીથી તેવું જીવન જીવવા લાગ્યા, જેમ મહામારી પહેલા જીવી રહ્યા હતા. ઘણા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોની અવગણના કરવાનું શરૂ કર્યું. આ કારણોસર, પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે બાળકોમાં નોંધાયેલા સંક્રમણના કેસમાં વધારો થયો છે.
No comments:
Post a Comment