Search This Website

Monday, May 3, 2021

વાંચો... રસી કેમ ઉપયોગી છે?:સુરતમાં રસી લેનાર 51 વર્ષના ડાયાબિટીસ દર્દી 3 દિવસમાં સ્વસ્થ તો 35 વર્ષનો યુવાન જેણે રસી નથી લીધી તેને 80% ઇન્ફેક્શન થયું





વાંચો... રસી કેમ ઉપયોગી છે?:સુરતમાં રસી લેનાર 51 વર્ષના ડાયાબિટીસ દર્દી 3 દિવસમાં સ્વસ્થ તો 35 વર્ષનો યુવાન જેણે રસી નથી લીધી તેને 80% ઇન્ફેક્શન થયું

સુરત8 કલાક પહેલાલેખક: મૃગાંક પટેલ



વેક્સિન આવી રીતે બચાવી રહી છે જીવ; બે દર્દીઓના ફેફસાંના રિપોર્ટ
રસી નહીં લેનાર યુવા દર્દી બાયપેપ પર, રિકવર થતા સમય લાગશે: ડૉક્ટર



વેકસિનના બન્ને ડોઝ લીધા હોય અને તે પછી જો કોરોના થાય તો મહત્તમ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નહીં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં તાજેતરમાં દાખલ બે દર્દીઓના ભાસ્કરે સીટી સ્કેન રિપોર્ટ મેળવ્યા છે. એક દર્દીની ઉંમર 51 વર્ષ છે જેમને ડાયાબિટીસ હતો અને વેકસિનના બન્ને ડોઝ લીધાના એક મહિના પછી કોરોના થયો. સિટી સ્કેન રિપોર્ટમાં તેમના ફેફસાં નોર્મલ જણાયા. એટલે કે ઇન્ફેકશન ફેફસા સુધી પહોંચ્યુ ન હતુ. જયારે અન્ય એક 35 વર્ષીય યુવા દર્દી હજુ સારવાર હેઠળ છે. તેણે રસીનો એક પણ ડોઝ લીધો નથી. તેના ફેફસામાં 80 ટકા ઇન્ફેકશન છે. હાલ તે બાયપેપ પર છે અને તેને રિકવર થતા સમય લાગશે.

આમણે વેક્સિન લીધી; 3 દિવસમાં કોરોનાથી જીત્યા (સફેદ કલર વાઇરસનો લોડ બતાવે છે)

રસીના બંને ડોઝ લીધા હતા
સુરતના 51 વર્ષના દર્દીને તાજેતરમાં જ કોરોના થયો. તેમણે બન્ને વેકસિન લીધાના એક મહિના બાદ કોરોના થયો. શરૂઆતમાં ઘરે જ સારવાર ચાલુ કરી હતી. ડાયાબિટીસ હતો એટલે તેઓ અને પરિવાર પણ ચિંતિત હતો. ત્રણ દિવસ બાદ તેમનું ઓકિસજન લેવલ સામાન્ય કરતા ઓછું થતા દાખલ કરવામાં આવ્યા. ઓકિસજન ડ્રોપ થતા ડૉ.પ્રતિક સાવજે સિટી સ્કેન કર્યો. પણ ફેફસાનાં સહેજપણ ઈન્ફેકશન દેખાયું નહીં. સપોર્ટીવ દવાઓ આપ્યા બાદ ત્રણ જ દિવસ પછી તેઓ સાજા થઈ ગયા અને તેમને રજા પણ આપી દેવામાં આવી હતી.

આમણે ન લીધી; હાલત ગંભીર, બાયપેપ પર (સફેદ કલર વાઇરસનો લોડ બતાવે છે)

ઇન્ફેક્શન 8 દિવસમાં 50% વધ્યું
સુરતના 35 વર્ષય યુવકને કોરોના થયો. શરૂઆતમાં તાવ,ખાંસીના લક્ષણો હતો. શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સિટી સ્કેન રિપોર્ટમાં ફેફસામાં ઈન્ફેકશન 29 ટકા જણાયું. રેમડેસિવિર ઈન્જેકશન આપવા છતાં તકલીફ વધી. છઠ્ઠા દિવસે તેમને બાયપેપ પર મૂકવા પડયા તેવી સ્થિત આવી ગઈ. આઠમાં દિવસે સિટી સ્કેન કર્યો તો ફેફસામાં 80 ટકા ઈન્ફેકશન જણાયું. હાલમાં આ દર્દીની સારવાર ચાલી રહી છે. ડોકટર પ્રતિક સાવજ કહે છે કે- તે સ્વસ્થ થઈ જશે પણ હજુ રિકવરીમાં સમય લાગી જશે.

લોકોએ રેમડેસિવિરની લાઈનમાં ઊભા રહેવા કરતાં વેકસિનની લાઈનમાં ઊભા રહેવું જોઈએ
અમારું દ્રઢપણે માનવું છે કે, વેકસિનના બન્ને ડોઝ લેનારા વ્યકિતઓને જો કોરોના થાય તો તેઓ ગંભીર સ્થિતિમાં પહોંચતા નથી. એટલેકે તેમને ઓકિસજન, રેમડેસિવિર, વેન્ટિલેટર કે બાયપેપની જરૂર પડતી નથી. એટલું જ નહીં બેડ પણ શોધવા પડે તેવી સ્થિતિ વેકસિન લેનારાને કોરોના થાય તો આવતી નથી. મારી અપીલ છે કે, લોકો ઇન્જેક્શન કે ઓક્સિજન કે અન્ય લાઈનમાં ઊભા રહે તેના કરતા રસી માટેની લાઈનમાં ઊભા રહે. ત્રીજો વેવ આવશે તો વેકસિન જ બ્રહ્માસ્ત્ર છે. -ડૉ.પ્રતિક સાવજ, ઈન્ફેકશન સ્પેશિયાલિસ્ટ

No comments:

Post a Comment