Search This Website

Thursday, May 20, 2021

ગુજરાતમાં વધુ 5 દિવસ માટે લંબાઈ શકે છે લૉકડાઉન, આજે કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય




ગુજરાતમાં વધુ 5 દિવસ માટે લંબાઈ શકે છે લૉકડાઉન, આજે કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય








ગાંધીનગર: રાજ્યના 36 શહેરોમાં આંશિક લૉકડાઉન સહિતના પ્રતિબંધોની મુદ્દત આજે રાત્રે પૂર્ણ થઈ રહી હોવાથી આ મામલે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી એવું લાગી રહ્યું છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે કાબૂમાં આવી રહી છે. એવામાં રાજ્ય સરકાર હજુ એક સપ્તાહ સુધી મિની લોકડાઉન લંબાવી શકે છે. જો કે આ મામલે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળનારી કોર કમિટીની બેઠકમાં વધુ 5 દિવસ માટે મિની લૉકડાઉન લંબાવવા સાથે દુકાનો ખોલવા મુદ્દે કોઈ છૂટછાટો આપવી કે કેમ? તે અંગે નિર્ણય લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા ગત 28મીં એપ્રિલથી જરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. જેના કારણે અનેક વેપારીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યાં છે. અનેક ઠેકાણે નાના વેપારીઓએ હવે લૉકડાઉન લંબાશે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

કોરોના સંક્રમણની ચેન તોડવા માટે રાજ્યના 36 શહેરોમાં આંશિક લૉકડાઉન સહિતના પ્રતિબંધોનો સખ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ લૉકડાઉનની મુદ્દત આગામી 21મીં મેના રોજ પૂરી થઈ રહી છે. એવામાં રાજ્યમાં કોરોના છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા કોરોનાના કેસો ફરીથી ઉથલો ના માટે તે માટે લૉકડાઉન લંબાવવાની માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે રાજ્યના 36 શહેરોમાં આંશિક લૉકડાઉન સહિતના પ્રતિબંધોનો સખ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ લૉકડાઉનની મુદ્દત ગત 18 તારીખે પૂર્ણ થઈ ગઈ હતી. જો કે ‘તૌકતે’ વાવાઝોડાના કારણે રાજ્ય સરકારે લૉકડાઉન લંબાવ્યું હતું, જેની મુદ્દત આજે પૂરી થઈ રહી છે. એવામાં રાજ્યમાં કોરોના છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા કોરોનાના કેસો ફરીથી ઉથલો ના માટે તે માટે લૉકડાઉન લંબાવવાની માંગ ઉઠી છે.

No comments:

Post a Comment