![](https://i0.wp.com/ipogmp.com/app/wp-content/uploads/2021/05/pm-with-10-offi.jpg?resize=800%2C385&ssl=1)
મહામારી / બાળકોમાં કોરોના પ્રસરતા પ્રધાનમંત્રી મોદી ખૂબ ચિંતિત, જિલ્લા અધિકારીઓને તાબડતોબ આ કામનો આદેશ આપ્યો
posted on at
- પ્રધાનમંત્રી મોદીએ 10 જિલ્લાના અધિકારીઓ સાથે સાધ્યો સંવાદ
- કોરોનાગ્રસ્ત બાળકો અને યુવાનોના ડેટા એકત્ર કરવાનો અધિકારીઓને આદેશ
- મોદીએ કહ્યું કોરોના રુપ બદલવામાં માહેર,આપણે તેના પર નજર રાખવી પડશે
પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢ, હરિયાણા, કેરળ,મહારાષ્ટ્ર, ઓડિશા,રાજસ્થાન, યુપી, પશ્ચિમ બંગાળ,પુડુચેરી, તથા આંધ્રપ્રદેશ એમ 10 જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેમને જણાવ્યું કે કોરોના વાયરસ રુપ બદલવામા માહેર છે તેથી આપણે તેના પર નજર રાખવી પડશે. નજીકના ભવિષ્યમાં વેક્સિન સપ્લાય સરળ બનશે તથા તેનાથી વેક્સિનેશનની આખી પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ મળશે.
કોરોના મહામારીએ આપણને એક વાત શીખવાડી
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોના મહામારીએ આપણને એક વાત શીખવાડી છે. મહામારી સામે લડવામાં આપણા ઉપાયોમાં સતત ફેરફાર, નિરંતર નવીનતા ઘણી જરુરી છે. આ વાયરસ તેનું સ્વરુપ બદલવામાં માહેર છે. અથવા કહીએ કે આ બહુરુપિયો વાયરસ છે, ધૂર્ત પણ છે. તેથી તેને પહોંચી વળવા આપણા ઉપાયો તથા આપણી રણનીતિ પણ વિશેષ હોવી જોઈએ.
કોરોના રુપ બદલવામા માહેર, આપણે સચેત રહેવું પડશે
પ્રધાનમત્રીએ જણાવ્યું કે વેક્સિનેશનની રણનીતિમાં પણ દરેક સ્તરે રાજ્યો અને બીજા પક્ષકારો પાસેથી મળનાર સૂચનોને સામેલ કરીને આગળ વધારી શકાય છે. તેમણે કહ્યું કે છેલ્લા થોડા દિવસથી દેશની જુદીજુદી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઓછી થવા લાગી છે પરંતુ જ્યાં સુધી નાના પાયે આ સંક્રમણનું જોખમ હોય ત્યાં સુધી પડકાર ઊભો જ હોય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જે રીતે અધિકારીઓ જમીની સ્તરે કામ કરી રહ્યાં છે તેનાથી આ ચિંતાને ગંભીર થતી અટકાવવામાં મદદ મળશે પરંતુ તેમ છતાં પણ તમામે આગળના કામ માટે તૈયાર રહેવું જોઈએ.
મોદીએ જણાવ્યું કે જીવન બચાવવાની સાથે સાથે આપણી પ્રાથમિકતા જીવનને સરળ બનાવવાની પણ છે. પછી તે ગરીબો માટે મફત રેશનની યોજના હોય કે બીજી કોઈ જરુરી યોજના હોય, કાળાબજારી પર રોક હોય, આ બધું આ લડાઈને જીતવા માટે જરુરી છે અને આગળ વધવા માટે પણ અતિ આવશ્યક છે.
આ પણ વાંચો :-
No comments:
Post a Comment